કાસાવા

કાસાવાના અંકુર સુકાવા

Unknown Pathogen

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • આ રોગ થડને આવરી લેતી કથ્થાઈ અથવા રાખોડી રંગની ફૂગના પટ્ટા તરીકે જોઈ શકાય છે.
  • સુકાયેલ વિસ્તાર કળીઓ આવરી લે છે અને તેમની અંકુરણ ક્ષમતા ઘટાડે છે.

માં પણ મળી શકે છે

1 પાક
કાસાવા

કાસાવા

લક્ષણો

સંવેદનશીલ જાતોમાં તેના થડની સપાટી પર કથ્થાઈ અથવા રાખોડી પટ્ટા દેખાવા એ કસાવા ની કળીઓ સુકાવાના રોગના મુખ્ય લક્ષણો છે. આ પટ્ટા સમગ્ર થડ પર ફેયાલ છે અને જે ફૂગ સાથે સુસંગત છે અને જે ધીમે ધીમે બહારની સપાટી પર વધે છે. ઘણીવાર તે પાંદડા પર પણ દેખાય છે. જેમજેમ ફૂગ વધે છે અને તેના પર નભે છે, છોડની પેશીઓ સુકાવા લાગે છે. આ સુકાયેલ વિસ્તાર ઘણીવાર થડ પરના અંકુરને આવરી લે છે અને તે મરી જાય છે, જે કલમની અંકુરણ ક્ષમતા ઘટાડે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આ ફૂગ માટે કોઈ જ જૈવિક નિયંત્રણનો ઉપાય નથી. જો તમે આ વિશે કાંઈ જાણતા હો તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. સામાન્ય ફુગનાશકના છંટકાવ માટે ભાગ્યે જ ભલામણ કરવામાં આવે છે અને તેથી, રોગ નિર્માણ જ ન થાય તેવી ખેતી માટેની યોગ્ય પદ્ધતિ પર જ ભાર મુકવો જોઈએ.

તે શાના કારણે થયું?

કાસાવાના અંકુરમાં સુકારો એક ફૂગના કારણે થાય છે જે થડ અને પાંદડાઓની સપાટી પર થાય છે. ચેપગ્રસ્ત કાસાવાનો છોડ એ રોગના ફેલાવા માટે મુખ્ય કારણ છે. કાપણી પછી જમીન પર બચેલા ડાળી અને પાંદડાના અવશેષો પણ રોગ ફેલાવી શકે છે. આ કચરા પર ઉત્પન્ન થયેલ ફૂગના બીજકણ પછીથી પવનથી દ્વારા એક છોડ પરથી બીજા પર અથવા અન્ય ખેતરોમાં ફેલાય છે. જો કે, રોપણી માટે ઉપયોગમાં લીધેલ સંક્રમિત કલમ એ રોગના ફેલાવાનું મુખ્ય કારણ છે. આ ચેપગ્રસ્ત કળીઓ વાળી કલમ અંકુરણ પામવામાં નિષ્ફળ જાય છે અને ખેતરમાં સરળતાથી જોઈ શકાય છે. ઘાસ, અનાજ, કેળા અને કેરી એ ફૂગ માટેના વૈકલ્પિક યજમાનો છે. આ રોગ સામાન્ય રીતે ભેજવાળા વાતાવરણમાં ઉગાડવામાં આવતા કાસાવામાં જોવા મળે છે. ખાસ કરીને વધુ ભેજવાળા અસ્વચ્છ ખેતરમાં આ રોગના ફેલાવાની શક્યતા વધુ છે.


નિવારક પગલાં

  • રોપણી (પ્રમાણિત સ્રોતો) માટે રોગ મુક્ત કલમના ટુકડાનો ઉપયોગ કરવાની ખાતરી કરો.
  • જો ઉપલબ્ધ હોય તો પ્રતિકારક જાતો ઉગાડો.
  • હવાની પૂરતી અવરજવર માટે નિંદણનું નિયમન અને બે છોડ વચ્ચે યોગ્ય અંતર રાખવું ઘણું નિર્ણાયક છે, જે ખેતરમાં ફૂગની માત્રામાં ઘટાડો કરે છે.
  • નિરીક્ષણ કરી રોગગ્રસ્ત કલમનો તરત જ નાશ (સળગાવી કે દાટીને) કરો, અને તેની જગ્યાએ તંદુરસ્ત કલમ લગાવો.
  • છોડના કચરાને ભેગો કરી ખેતરથી દૂર નાશ કરવો જોઈએ.
  • બિન-યજમાન છોડ સાથે પાકની ફેરબદલી કરવાથી ખેતરમાં ફૂગના અસ્તિત્વને ટકી રહેતા અટકાવે છે.
  • ખેતીકામ બાદ તમારા સાધનોને જંતુમુક્ત કરવાની ખાતરી કરો.
  • ચેપવાળા અન્ય ખેતરમાં કલમનું પરિવહન કરશો નહીં.
  • આ રોગને રોકવા માટે ઉપયોગ કર્યા પછી સામાન્ય બ્લીચના દ્રાવણથી ખેતીના સાધનોને જંતુમુક્ત કરવા જોઈએ.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો