કાસાવા

પાંદડાં પર કથ્થાઈ રંગના ટપકાં

Clarohilum henningsii

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાંની મુખ્ય નસો પર કથ્થાઈ રંગના, ઉપસેલી કિનારીવાળા ખૂણાવાળા ટપકાં કે પટ્ટા.
  • ટપકાંનો કેન્દ્રનો ભાગ સુકાઈને ખરી શકે છે.
  • ગંભીર કિસ્સાઓમાં, ટપકાની ફરતે પીળા રંગની આભા જોઈ શકાય છે.

માં પણ મળી શકે છે

1 પાક
કાસાવા

કાસાવા

લક્ષણો

કાસાવાના છોડ પર રહેલા અથવા જમીન પર પડેલા રોગગ્રસ્ત પાંદડાં પર આ ફૂગ નભે છે. તે પવન અથવા વરસાદના ઝાપટાં દ્વારા નવા પાંદડા અને છોડમાં ફેલાય છે. એમ. હેનર્નિંગ્સી એક ઘા નિર્માણ કરે છે જે શરૂઆતમાં નાના ગોળાકાર, લીલા-પીળા ટપકાં તરીકે શરૂ થાય છે. તે જેમજેમ વિકાસ પામે છે તેમ તેમ, પાંદડાની મુખ્ય નસો દ્વારા વિભાજીત થઇ અને ખૂણાવાળા પટ્ટા તરીકે વિકાસે છે. ઉપલી સપાટી પર આ ટપકાં વિવિધ કદના, અને ઉપસેલી ઘેરા કથ્થાઈ રંગની કિનારી સાથે સહેજ કથ્થાઈ રંગના દેખાય છે. કેટલીકવાર, આ પટ્ટામાંથી પસાર થતી પાંદડાંની નાની નસો કાળા રંગની સુકાયેલી રેખા તરીકે જોવા મળે છે. સમય જતાં, ટપકાંઓનું કેન્દ્ર સૂકાઈ જાય છે. ગંભીર ચેપના કિસ્સામાં પાંદડાના ટપકાની ફરતે પીળા રંગની આભા દેખાય છે જે ટોક્સિન દ્વારા ઉત્પન્ન થાય છે. આગળ વધતાં આ ઘા આખા પાંદડાને આવરી શકે છે, જેના કારણે અકાળે પાનખરનું કારણ બને છે. પાંદડાની નીચલી સપાટી પર આ ટપકાં રાખોડી રંગના અને ઓછા અલગ તરી આવે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

ફૂગના ફેલાવાનું નિયંત્રણ કરવા માટે કોઈ જ પ્રકારના જૈવિક નિયંત્રણના ઉપાય ઉપલબ્ધ નથી. આ રોગને અટકાવવા માટે, વાવેતરની રોગ-મુક્ત સામગ્રીનો ઉપયોગ કરવો આવશ્યક છે અને યોગ્ય નિવારક પગલાં પણ અપનાવી શકાય છે. કાસાવાના છોડ અથવા જમીન પર પડેલા પાંદડાં પર ફૂગ ટકી રહે છે. તે પવન અથવા વરસાદમાં ઝાપટાં દ્વારા નવા પાંદડા અને છોડમાં ફેલાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. કાસાવાના પાંદડાંમાં કથ્થાઈ રંગના ટપકાંના રોગને નિયંત્રિત કરવા થિયોફોટેનેટ (0.20%), ક્લોરથેલોનિલ ધરાવતા ફૂગનાશકનો છંટકાવ અસરકારક રહે છે. કોપર ફુગનાશક, મેટાલેક્સીલ અને મેનકોઝેબ ની પણ સલાહ આપવામાં આવે છે.

તે શાના કારણે થયું?

માયકોસ્ફેરેલા હેનિંગ્સી ફુગના કારણે આ લક્ષણો નિર્માણ થાય છે, જે કસાવાના છોડ પર રહેલા અથવા જમીન પર પડેલા પાકમાં કચરામાં રહેલા રોગગ્રસ્ત પાંદડાઓમાં ટકી રહે છે. અનુકૂળ પરિસ્થિતિઓ પ્રાપ્ત થતાં તે પવન અથવા વરસાદના ઝાપટાં દ્વારા નવા છોડ પર ફેલાય છે. આ રોગના કણો વાસ્તવમાં પાંદડાની સુકાયેલ સપાટી હેઠળ ઉત્પન્ન થાય છે. ગરમ, ભેજવાળું હવામાન ફૂગના જીવનચક્રને ટેકો આપે છે અને રોગની તીવ્રતા વધારે છે. જ્યારે રોગગ્રસ્ત વાવેતર સામગ્રીનું અન્ય ખેતર અથવા વિસ્તારોમાં પરિવહન થાય છે ત્યારે લાંબા અંતર સુધી તેનો ફેલાવો થઈ શકે છે. સામાન્ય રીતે, નવા પાંદડા કરતાં જુના પાંદડા રોગ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે.


નિવારક પગલાં

  • રોગ મુક્ત કલમનો ઉપયોગ કરવાની ખાતરી કરો.
  • જો વિસ્તારમાં ઉપલબ્ધ હોય તો પ્રતિકારક જાતો ઉગાડો.
  • છોડના પાંદડાંઓમાં સારો હવાઉજાસ જળવાઈ રહે તે માટે તેમની વચ્ચે યોગ્ય અંતર નિશ્ચિત કરો.
  • ભેજવાળા મોસમમાં ઋતુની શરૂઆતમાં વાવણી કરો, કે જેથી પાકને સંવેદનશીલ તબક્કા (સૂકી ઋતુ દરમિયાન 6-8-મહિના) સુધી પહોંચતા પહેલા છોડ પૂરતો સક્ષમ બની જાય.
  • રોગ ફેલાય નથી તે માટે જુના છોડની બાજુમાં નવા કાસાવાના છોડ રોપવા નહીં.
  • ફૂગને દૂર કરવા માટે સૂકી ઋતુમાં ખરેલા પાંદડાંનો ઢગલો કરી અને સળગાવી દો.
  • વૈકલ્પિક રીતે, સંક્રમણ પામેલ છોડને દાટી દો અથવા બાળી નાખો.
  • પરોપજીવી ખેતરમાં ક્યાંય પણ બાકી બચે નહી તેની ખાતરી કરવા માટે દર 3 થી 5 વર્ષે પાકની ફેરબદલી કરો.
  • કસાવાની ખેતી સાથે સંકળાયેલા સાધનોની યોગ્ય સ્વચ્છતા જાળવી રાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો