ઘઉં

ક્ન્ટામાં દાણાને નકામા બનાવતી ઈયળ

Anguina tritici

અન્ય

5 mins to read

ટૂંકમાં

  • આછા લીલા રંગના, વિકૃત પાંદડા અને છોડનો અટકેલો વિકાસ.
  • અસાધારણ ખૂણા પર બહાર નીકળેલ દાણા સાથે નાના ક્ન્ટા.
  • વિકૃત ક્ન્ટાઅને તેમાં વિકૃત રંગ વાળા દાણા હોવા.

માં પણ મળી શકે છે

1 પાક

ઘઉં

લક્ષણો

કેટલાક કિસ્સાઓમાં, એ. ટ્રીટીસી થી ઉપદ્રવ પામેલ છોડ કોઇ ચોક્કસ લક્ષણો બતાવતા નથી. લાક્ષાણિક છોડમાં, પાંદડા સહેજ વિકૃત હોય છે અને ઉપલી સપાટી પર ઊભા ચાઠાં તથા નીચે તરફ ટોચ ધરાવે છે. અન્ય લક્ષણો તરીકે, મુખ્ય શીરા તરફ પાંદડામાં કરચલી, આમળા વળવા અને ગોળ વળવા અથવા અન્ય પ્રકારની વિકૃતિઓનો સમાવેશ થાય છે. છોડ આછા લીલા અથવા પીળાશ પડતા રંગના, અટકેલો અથવા ઠીંગણો વિકાસ અને તેનું થડ વળી શકે છે. અસાધારણ ખૂણા પર બહાર નીકળેલ દાણા સાથે નાના ક્ન્ટા. આ લક્ષણો રાઈના ડૂંડામાં દેખાતા નથી. કેટલાક બિયારણો એવા દાણા બનાવે છે જે સુકાયેલ નેમાટોડ દ્રવ્ય ધરાવે છે. આ દાણા નાના, જાડા, અને તેમના તંદુરસ્ત સ્વરૂપ કરતાં હલકા હોય છે, અને જેમજેમ તે વૃદ્ધિ પામે છે તેનો રંગ (ટેન રંગને બદલે) આછા કથ્થાઈ થી ઘેરા રંગના બને છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

બીજને મીઠાના સામાન્ય દ્રાવણમાં (1 કિગ્રા / 5 લિ પાણી) રાખવું અને સારી રીતે હલાવી લેવું. આ પ્રકારના સ્નાન માં, દુષિત બીજ અને કચરો સપાટી પર તરે છે અને બાદમાં તેને એકત્રિત કરી નેમાટોડેને મારવા માટે ઉકાળી શકાય, બાફી શકાય અથવા રાસાયણિક સારવાર આપી શકાય. સ્વસ્થ બીજ કે જે પાત્રના તળિયે બેસી ગયા હોય તેને સ્વચ્છ પાણીથી ધોઈ, સુકવી અને વાવેતર માટે ઉપયોગમાં લઇ શકાય. બીજને 10-12 મિનિટ માટે 54-56 ° C તાપમાને ગરમ પાણીમાં રાખવાથી પણ નેમાટોડને મારી શકાય છે. છેલ્લે, કારણ કે ચેપગ્રસ્ત બીજ કદમાં નાના હોય છે, તેને યાંત્રિક રીતે ચાળીને પણ દૂર કરી શકાય છે. નેમેટિસિડાલ છોડ એ ટ્રીટીસી ને નિયંત્રણ કરવા માટે બીજ સફાઈ જેટલું અસરકારક નથી.

રાસાયણિક નિયંત્રણ

હંમેશા બંને સુરક્ષાત્મક પગલા અને જૈવિક સારવાર ઉપલબ્ધ હોય તો એક સંકલિત અભિગમ વિચારો. આ જંતુ માટે કોઈ રાસાયણિક સારવારની ભલામણ કરવામાં આવતી નથી. બીજની સફાઈ અને દુષિત બીજ(સામાન્ય બીજ કરતાં હલકા અને ઓછા ભરેલા) દૂર કરવા બીજ પ્રમાણીત કરવાના કાર્યક્રમો જેવા કે તારવવા, ગરમ પાણીની સારવાર, અથવા ગુરુત્વાકર્ષણ ટેબલ થી રોગથી છુટકારો મેળવી શકાય છે.

તે શાના કારણે થયું?

ઇંગુઈના ટ્રીટીસી નેમાટોડના કારણે લક્ષણો નિર્માણ થાય છે. કિશોર જંતુ પાણી દ્વારા છોડમાં ઉપર વધે છે, મુખ્ય પ્રકાંડ પર હુમલો કરે છે અને ફળમાં પ્રવેશ કરે છે. ઘઉં, જવ અને રાઈ, મુખ્ય યજમાનો છે, જ્યારે ઓટ્સ, મકાઇ અને જુવાર નથી. એકવાર તે પરિપકવ બીજની અંદર પહોંચે, તેઓ દાણાની રચના કરે છે, જ્યાં તેઓ સ્થાયી થાય છે અને છેલ્લે વસવાટ કરી પુખ્ત બને છે. સમાગમ બાદ, માદા ઇંડા મૂકે છે જે દાણાની અંદર જ બહાર આવે છે. આ ઇંડા પાછળથી સુકાય છે અને આગામી વસંત સુધી નિષ્ક્રિય બની રહે છે. રોપણી અને લણણી દરમિયાન બીજકણ બિયારણ સાથે વિખેરાઇ જાય છે. ભેજવાળી જમીન અને પાણી સાથે સંપર્કમાં આવતાં નેમાટોડ તેમનું જીવન-ચક્ર ફરીથી શરૂ કરે છે. ખાસ કરીને ઠંડુ અને ભેજવાળું હવામાન તેના વિકાસ માટે સાનુકૂળ રહે છે.


નિવારક પગલાં

  • ઉત્તમ ગુણવત્તાવાળા પ્રમાણિત બીજ વાપરવાની ખાતરી કરો.
  • પ્રતિકારક જાતો પસંદ કરો (બજારમાં ઘણા ઉપલબ્ધ હોય છે).
  • જો શક્ય હોય તો, ઓછામાં ઓછા એક વર્ષ માટે જમીન પડતર રહેવા દો.
  • રોગ પેદા કરતાં જંતુને આગળ વધતાં અટકવવા માટે બિન-યજમાન છોડ સાથે ઓછામાં ઓછા એક વર્ષ માટે પાકની ફેરબદલીની યોજના કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો