કેળા

કેળાં માં ફૂદાં

Opogona sacchari

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • ખોરાકથી થતું નુકશાન મૂળ, દાંડી, સાંઠા અને ફળો પર ટનલ તરીકે દેખાય છે.
  • સંપૂર્ણ છોડ પોલો થઇ શકે છે.
  • પાંદડાં કરમાય છે અને ખરી પડે છે.
  • અકાળે પાનખર સર્જાય.
  • તેજસ્વી કથ્થાઈ, 11 મીમી લાંબા શરીરવાળા ફૂદાં.

માં પણ મળી શકે છે


કેળા

લક્ષણો

વનસ્પતિની વૃદ્ધિના તબક્કે, મોર આવવાના તબક્કે અને લણણી પછી પણ ઉપદ્રવ નિર્માણ થઇ શકે છે. ખાસ કરીને, પુખ્ત શલભ છોડ પર નુકસાન અને તણાવ નિર્માણ કરવા માટે આકર્ષાય છે. ખોરાક લેવાથી થતું નુકસાન માત્ર લાર્વા દ્વારા થાય છે, જે સામાન્ય રીતે જ છોડના સડતાં રહેલા ભાગ પર નભે છે. આ બધા અવશેષોને ખાધા પછી તે તંદુરસ્ત છોડના ભાગોને (મૂળ, દાંડી, આભાસી થડ, સાંઠા અને ફળો) ખાવાનું શરૂ કરે છે. સીડ્સ પર પણ હુમલો થઇ શકે છે. પ્રારંભિક લક્ષણો ટનલ તરીકે દેખાય છે, પરંતુ તેમને પ્રારંભિક તબક્કામાં શોધવા ખૂબ જ મુશ્કેલ છે. મોટાભાગે, પાછળના તબક્કે જ જંતુ શોધી શકાય છે. છોડના માંસલ ભાગો સંપૂર્ણપણે પોલા બનાવે છે અને પાંદડા ચીમળાયેલા દેખાય છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં આ પાનખર પરિણમી શકે છે અને છોડનો નાશ થઈ શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

ગ્રીનહાઉસ પ્રયોગોમાં, સસ્ટેઈનેરનેમા ફેલ્સિયા, હેટેરોરહાબડિટીસ બેક્ટેરિયોફોરા અને હેટેરોરહેબડીટિસ હેલિઓથિડીસ જેવા નેમાટોડેનો ઉપયોગ લાર્વા સામે અસરકારક પુરવાર થયો છે. બેસીલસ થુરીનજેનેસીસના ઉત્પાદનો પણ વાપરી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. સારવાર માટે તમે ઈમિડિક્લોપ્રીડ ધરાવતા ઉત્પાદનોનો ઉપયોગ કરી શકો છો.

તે શાના કારણે થયું?

ઓપોગોના સાચારી, પ્રજાતિના લાર્વાના કારણે લક્ષણો નિર્માણ થાય છે. ફૂદાં નિશાચર હોય છે. તેઓ તેજસ્વી કથ્થાઈ શરીર ધરાવે છે, તેનું કદ 11 મીમી અને 18-25 મિમિ પાંખનો ફેલાવો ધરાવે છે. આગળની પાંખો, એક સરખીરીતે બદામી રંગની હોય છે અને ક્યારેક લાંબા ઘાટા પટ્ટા ધરાવે છે અને સાથે નર ફૂદાં પર ઘેરા કથ્થઈ રંગના ટપકાં હોય છે. પાછલી પાંખો રાખોડી અને તેજસ્વી હોય છે, અને કિનારી જાળીવાળી હોય છે. છોડ પરના ઘાવ કે ફાટમાં, માદા ફૂદાં 5 જૂથોમાં લગભગ 50-200 ઇંડા મૂકે છે. 12 દિવસ પછી સફેદ અથવા આછા લીલા રંગના, સહેજ પારદર્શક લાર્વા બહાર આવે છે. લાર્વાને બંને બાજુઓ પર આંખ જેવા નિશાન સાથે તેજસ્વી લાલા કે કથ્થાઈ માથું હોય છે. લાર્વા 50 દિવસમાં 26 મીમી જેટલો વિકસ પામે છે. પછી તે ખોરાકની ટનલ અંતે ખીલે છે. બીજા 20 દિવસ પછી, પુખ્ત ફૂદાંની નવી પેઢી બહાર આવે છે. ઠંડા તાપમાનમાં (15 ° સે જેટલો) અને સૂકા હવામાનમાં વિકાસની તરફેણ થાય છે . ગરમ હવામાનના સમયગાળા દરમ્યાન તેમાં ઘટાડો થઈ શકે છે.


નિવારક પગલાં

  • તંદુરસ્ત બીજ અને વાવેતર સામગ્રીનો ઉપયોગ કરો.
  • જંતુની નિશાની માટે તમારા છોડ અથવા ખેતરની નિયમિતપણે તપાસ કરો.
  • ઉપદ્રવને કાબુમાં લેવા માટે અસરગ્રસ્ત છોડ અને તેના ભાગો વીણી લઈ નાશ કરો.
  • સૂકાઇ ગયેલા છોડના ભાગો ઉપદ્રવનો સ્ત્રોત બની શકે છે, તેથી તેને દૂર કરો અને નાશ કરો.
  • ખેતી દરમિયાન કાળજીપૂર્વકના દેખભાળ કરો અને છોડને થતી યાંત્રિક ઇજા ટાળો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો