ચોખા

બાયોમ્ફાલારિયા ગોકળગાય

Biomphalaria spp.

અન્ય

5 mins to read

ટૂંકમાં

  • છોડવાઓને મર્યાદિત નુકસાન.
  • ગોકળગાય પરોપજીવીઓ માટે મધ્યવર્તી યજમાનો છે, જેનાથી સ્કિસ્ટોસોમિઆસિસ નામનો રોગ થાય છે.
  • નાના, ગોળાકાર આછા ભૂરા ગોકળગાય શેલ.

માં પણ મળી શકે છે

1 પાક

ચોખા

લક્ષણો

ચોખાના છોડને મર્યાદિત નુકસાન કરે છે. જો કે, આમાંના કેટલાક ગોકળગાય, ઉદાહરણ તરીકે બી. ગ્લાબ્રાટા, કીટકોના માટે મધ્યવર્તી યજમાનો છે કે જે મનુષ્યોને પણ સંક્રમિત કરી શકે છે, તેથી સાવચેતી જરૂરી છે કારણ કે આ ગોકળગાય તબીબી-મહત્વનું કીટક બની શકે છે. આ પરોપજીવી સ્કીસ્ટોસોમિયાસિસ નામના રોગનું કારણ બને છે અને તે કિટકોનું વહન કરતી ગોકળગાય દ્વારા દુષિત કરેલા તાજા પાાણીના સંપર્કમાં માણસ આવતા રોગ ફેલાય છે. (સરોવર, તળાવ, નદીઓ, બંધો, પાણી વાળી જમીન અને ચોખાના ખેતરો). તેનો ફેલાવા મોટે ભાગે સિંચાઇની નહેરો, ઝરણાં, ગટરો અને પૂર દ્વારા થાય છે. તેમ છતાં કૂવા અને ઝરણાંના પાણીની ખાસ રાસાયણિક બંધારણને કારણે આ સ્થળોએ આ ગોકળગાયો રહેતી નથી. પીવાલાયક પાણી અને સ્વાસ્થ્ય ને લગતી સુવિધાઓ સ્થાનિક વસ્તીને થતુ નુકસાન ટાળવા જરૂરી છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

તળાવમાં માછલીની હાજરી, ઉદાહરણ તરીકે તિલપિયા અથવા ગુપ્પીઝની જાતિઓ, બાયોમ્ફાલારિયાની વસ્તીને નિયંત્રિત કરવાની એક અસરકારક રીત હોઈ શકે છે. માછલીના તળાવોનું સંચાલન તેમને સ્કિસ્ટોસોમિયાસિસ મધ્યવર્તી યજમાનોને મુક્ત રાખવામાં મહત્વપૂર્ણ છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાં બંન્નેનો હંમેશા સંકલિત અભિગમનો વિચાર કરો. પ્રાઝીક્વેન્ટલ કહેવાતુ મિશ્રણ શિસ્ટોસોમિયાસિસ માટે માણસોની પ્રાથમિક સારવાર છે. આ દવાનો એક ડોઝ ચેપનો ભાર અને લક્ષણોની ગંભીરતા બંન્ને ઓછા કરે છે. દુષિત પાણીમાં કામ કરવાની ભલામણ કરવામાં આવતી નથી કારણ કે ફરીથી ચેપ લાગી શકે છે. તેના ફેલાવવાની સાયકલને રોકવા માટે ગોકળગાય ઉપર કાબુ રાખવો જરૂરી છે.

તે શાના કારણે થયું?

ચોખાના છોડને જીનસ બાયોમ્ફાલારિયાની તાજા પાણીમાં શ્વાસોશ્વાસ લેતી ગોકળગાયો થી થાય છે. બાયોમ્ફાલારિયાની બધી જાતિઓના કીટકો દ્વિલીંગી છે, જે નર અને માદા બંન્નેના અવયવો ધરાવે છે અને પોતે જ અથવા એકબીજા સાથે મળીને ફલિત થઇ શકે છે. 5 થી 40ના જૂથમાં ઇંડા મૂકવામાં આવે છે. દરેક બેચ જેલી જેવા પદાર્થથી ઢંકાઇ જાય છે. 6 થી 8 દિવસે ઇંડામાંથી બચ્ચુ બહાર આવે છે અને 4 થી 7 અઠવાડિયામાં જાત મુજબ અને વાતાવરણની પરિસ્થિતિ પ્રમાણે પુખ્ત થઇ જાય છે. ઉષ્ણતામાન અને ખોરાકની પ્રાપ્તિ આ સૌથી અગત્યની મર્યાદા મૂકતી બાબતો છે. ગોકળગાળ તેના જીવન દરમ્યાન 1000 સુધી ઇંડા મૂકે છે, જે એક વર્ષથી વધારે સમય ચાલે છે.


નિવારક પગલાં

  • આ ગોકળગાયની હાજરી માટે ખેતરના નિરીક્ષણની ખાતરી કરો.
  • ઋતુમાં ખેડવાની સારી પદ્ધતિઓનું પાલન કરો.
  • સાવધાની એટલા માટે રાખવી પડે, કારણ કે આ ગોકળગાય મનુષ્યો માટે તબીબી દ્રષ્ટિએ મહત્વની જીવાત બની શકે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો