કેરી

કેરીના તીતીઘોડા

Idioscopus spp.

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા, ફૂલ અને ડાળી કથ્થાઈ રંગની બને છે અને સુકાઈ છે.
  • તીતીઘોડા મધ જેવા ટીપાં રચે છે.
  • તીતીઘોડા સોનેરી કે ઘેરા કથ્થાઈ રંગના, ફાચર જેવા આકારવાળા સાથે પહોળું ગોળ માથું અને ગોળાકાર આંખો ધરાવે છે.

માં પણ મળી શકે છે

1 પાક

કેરી

લક્ષણો

ઇડીઓસ્કોપસ પ્રજાતિ ના બાલ અને પુખ્ત કીડા શાખા, ફાલ, કુમળા પાંદડા અને ફળો માંથી સત્વને ચૂસે છે. છોડની અસરગ્રસ્ત પેશીઓ કથ્થાઈ બને છે, અને વિકૃત અને સુકાઈ શકે છે. કુમળા ફૂલોનો વિકાસ નિષ્ફળ જાય છે, અને તેથી ફળના સમૂહ અને વિકાસને અસર કરે છે. કેરીના વૃક્ષો પર ખોરાક લેતી વખતે તીતીઘોડા ખાંડ જેવું દ્રવ્ય (મધના ટીપા જેવું) બનાવે છે કે જે અન્ય જંતુઓને આકર્ષિત કરવા અને રેશાજેવા બીબાનો વિકાસ કરવા માટે એક આદર્શ પરિસ્થિતિ પેદા કરે છે. પાંદડા પર ફૂગના વિકાસથી પ્રકાશસંશ્લેષણને અસર થાય છે, વૃક્ષની તાજગી અને તેની ઉત્પાદકતામાં ઘટાડો થાય છે. કેરીના તીતીઘોડા પાંદડા અને ફૂલની દાંડી પર તેમના ઇંડા મૂકે છે જેનાથી પણ પેશીઓને નુકસાન થઇ શકે છે. પાકને 50% સુધી નુકસાન પહોંચાડી કેરીના તીતીઘોડા એક ગંભીર જંતુ બની શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

મેલેડા બોનીનેન્સિસ અને ક્રિસોપા લેસિપેરડા જેવા શિકારી અને પોલીનેમા જેવા ઈંડાના પરોપજીવી જેવા જૈવિક નિયંત્રક તીતીઘોડાની વસતી ઘટાડી શકે છે. વૈકલ્પિક રીતે, અસરગ્રસ્ત કેરીના વૃક્ષોની બ્યુવેરીયા બેસીયાના અથવા મેટરહીઝીયમ એનિસોપીલીયે ફૂગ ધરાવતા તેલ આધારિત છંટકાવ સાથે સારવાર કરી શકાય છે. સપ્તાહ દીઠ 2-3 વખત સારવારની ભલામણ કરવામાં આવે છે. લીમડાના તેલ (3%) પર આધારિત છંટકાવ કરવાથી પણ ઇડીઓસ્કોપસ એસપીપી ની વસ્તી 60% જેટલી ઘટાડી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. સાપરમેથેરીન (0.4%) સમાવતા છંટકાવનો ઉપયોગ કરો, આ અત્યંત અસરકારક સાબિત થયેલ છે. ડાયમીથોએટ ધરાવતા જંતુનાશકો ને થડ પર છાંટી શકાય અથવા દાખલ કરી શકાય છે. પરાગરજ પર આડઅસરો ઘટાડવા, મોર આવતાં પહેલા, 7 દિવસમાં બે વાર છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.

તે શાના કારણે થયું?

કેરીના તીતીઘોડા સામાન્ય રીતે પહોળું ગોળ માથું અને ગોળાકાર આંખ સાથે ફાચર જેવો આકાર ધરાવે છે. પુખ્ત કીડા સોનેરી અથવા ઘેરા કથ્થાઈ રંગના અને 4-5 મિમિ જેટલા લાંબા હોય છે. બાળ કીડા લાલ આંખો સાથે પીળા-કથ્થઈ રંગના હોય છે. કેરી ના તીતીઘોડા પ્રજાતિ પર આધાર રાખીને મોર, પાંદડાની શિરા અને પાંદડાની સપાટી પર એકાકી ઇંડા મૂકે છે. 100 થી 200 ની વચ્ચેની સંખ્યામાં ઇંડા મૂકી શકે છે. તેઓ છાયા અને ભેજ વાળું વાતાવરણ પસંદ કરે છે. પુખ્ત તિતિઘોડા સારીરીતે ઉડી શકે છે અને ટૂંક સમયમાં જ ઝડપથી ટૂંકા અંતરમાં ફેલાય છે. નર્સરી છોડના પરિવહનથી અન્ય વાડી કે વિસ્તારોમાં જંતુઓ ફેલાઈ શકે છે. તેના વધારા માટે જૂના, ત્યજાયેલા અથવા નજીકથી વાવેતર કરાયેલ વાડી અનુકૂળ રહે છે.


નિવારક પગલાં

  • જ્યારે રોપણી કરો ત્યારે વૃક્ષો વચ્ચે વધુ અંતર રાખો.
  • ઇડીઓસ્કોપસ પ્રજાતિ ના બાલ અને પુખ્ત કીડા જોવા માટે નિયમિતરીતે વાડીનું નિરીક્ષણ કરો.
  • કેરીના તીતીઘોડા પ્રત્યે ઓછી સંવેદનશીલ હોય તેવી જાતો પસંદ કરો.
  • વાડીઓમાં ચેપગ્રસ્ત કેરીના છોડનું પરિવહન ન કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો