કેરી

કેરી ના અંકુર માં કાણા પાડનાર

Chlumetia transversa

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • છોડ માં કરમાશ.
  • પ્રવેશ છિદ્રોની આસપાસ ભુસા જેવા નિશાનો.
  • દાંડી અને યુવાન અંકુર પર સફેદ ઈંડા.
  • બદામી પાંખો વાળા 8-10 મીમી કદના રાખોડી- કાળા ફુદા.

માં પણ મળી શકે છે

1 પાક

કેરી

લક્ષણો

કેરી ના અંકુર માં કાણા પાડનાર ઈયળો વિકસતા ફાલ અને કુમળા પાંદડા ની મુખ્યશિરામાં અથવા અંકુરની આરપાર નીકળી દાંડીની નીચે ની તરફ ટનલ બનાવે છે. અસરગ્રસ્ત છોડના ભાગો કરમાય છે અને તકવાદી જીવાણુંઓ દ્વારા ગૌણ ચેપ માટે સંવેદનશીલ હોય છે. લાર્વા કાળા માથા વાળા અર્ધપારદર્શક નિસ્તેજ - લીલા અથવા કથ્થઈ હોય છે. તે નવા અંકુરની નરમ અને કુમળી પેશી ને ખાવા માટે બહાર આવે છે, પ્રવેશ છિદ્રોની આસપાસ ભુસા જેવા નિશાનો પાછળ છોડી જાય છે. છોડના અવશેષો પર અને જમીનની ઉપરના ભાગમાં કથ્થઈ પુપા મળી શકે છે. ફક્ત કેરી અને લીચી આ જંતુ માટે જાણીતા યજમાનો છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

જયારે વસતી ઓછા પ્રમાણ માં હોય ત્યારે, ઈયળોને દૂર કરવા અને અંકુર માં કાણા પાડનાર ના ઉપદ્રવને ઘટાડવા માટે પાણીમાં ઓગાળેલ લસણ અને મરચાં ના છોડના અર્ક ને છાંટી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. અસરગ્રસ્ત કલમો અથવા રોપાઓ દૂર કરો અને જંતુને અસરકારક રીતે નિયંત્રિત કરવા માટે તેના પર 0.04% ડાયમેથોએટનો છંટકાવ કરો. કેરી ના અંકુર માં કાણા પાડનાર ને નિયંત્રિત કરવા માટે પેંથોએટ જેવા જંતુનાશકો પણ વાપરી શકાય છે.

તે શાના કારણે થયું?

મુખ્યત્વે ડિમ્ભક ના ખોરાકને કારણે વનસ્પતિના વિવિધ ભાગો પર નુકસાન થાય છે. પુખ્ત શલભ રાખોડી - કાળા રંગની અને 8-10 મીમી કદની હોય છે. તેઓ ને લાંબા એન્ટેના સાથે ફાચર જેવું કથ્થઈ શરીર હોય છે. પાંખોની મહત્તમ લંબાઈ 15 મીમી હોય છે. આગળની પાંખો વિવિધ બદામી રંગ ની છટા માં વાંકીચૂકી પટ્ટીઓ સાથે, અને પાંખની કિનારીની નજીક આછા ચાઠાં વાળી કથ્થઈ રંગની હોય છે. પાછળની પાંખો સાદા કથ્થઈ રંગની હોય છે. દાંડી અને યુવાન અંકુર પર ક્રીમી - સફેદ ઈંડા મુકવામાં આવે છે. 3-7 દિવસ પછી લાર્વા બહાર આવે છે, જ્યાંસુધી તેઓ પુપેટ થાય લગભગ 8-10 માટે ખોરાક લે છે. ઉદભવ બાદ, પુખ્ત અન્ય વૃક્ષો અને ફળોની વાડીમાં સહેલાઈથી ઉડે છે. વરસાદ અને વધતો ભેજ કેરી ના અંકુર માં કાણા પાડનાર ના વિકાસ ની તરફેણ કરે છે, જયારે પ્રમાણમાં ઊંચુ તાપમાન જંતુના જીવન ચક્રને રોકે છે.


નિવારક પગલાં

  • ઇંડા, લાર્વા, ફુદા અને પુપે માટે ફળ ની વાડી ની નિયમિતપણે ચકાસણી કરો.
  • અસરગ્રસ્ત વૃક્ષ ના ભાગો ની છાંટણી કરો અને બાળી દો અથવા તેમને દફનાવી દો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો