કેપ્સિકમ અને મરચાં

નેમાટોડ

Nematoda

અન્ય

5 mins to read

ટૂંકમાં

  • રૂંધાયેલો વિકાસ.
  • છોડનું પીળું પડવું, નમી જવું, પાંદડાઓમાં વિરૂપતા.
  • મૂળમાં ગાંઠ અથવા પિત્ત રચના.
  • મૂળતંત્રનું અધ:પતન.
  • દાંડીને પણ અસર થઈ શકે છે.
  • માઇક્રોસ્કોપિક (ખૂબ ઝીણી, માત્ર માઈક્રોસ્કોપથી જ દેખાય તેવી) ઈયળો.

માં પણ મળી શકે છે

40 પાક

કેપ્સિકમ અને મરચાં

લક્ષણો

નેમાટોડ પોતાની જાતિ, સંખ્યા અને યજમાન છોડના આધારે નુકસાનના વિવિધ પ્રકારો બતાવી શકે છે. કેટલાક નેમાટોડ તેમના યજમાન છોડના મૂળ ઉત્પાદનને વધારે છે અને મૂળતંત્રની ગાંઠ અથવા પિત્ત રચનાનું કારણ બને છે. જયારે અન્ય નેમાટોડ મૂળમાં ઊંડા જખમ કરે છે અને મૂળની આંતરિક પેશીઓનાં અધ:પતનનું કારણ બને છે. ઘણા કિસ્સાઓમાં, ફૂગ અથવા માટીના બેક્ટેરિયા દ્વારા આ જખમ પર ગૌણ હુમલો થાય છે. પાણી અને પોષક તત્વો છોડના હવાઈ ભાગોમાં પહોંચતા નથી. ચેપગ્રસ્ત છોડની વૃદ્ધિ રૂંધાય છે, અને તેના પાંદડા ક્લોરોટિક બનીને નમી જાય છે તથા તેમના પર વિકૃતિના સંકેતો જોવા મળે છે. ક્યારેક દાંડી પણ અસર પામે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

કેટલાક કિસ્સાઓમાં જૈવિક નિયંત્રણ પ્રતિનિધિઓ પણ કામ કરી શકે છે. ઉદાહરણ તરીકે ફૂગ Nematophoragynophila અને Verticillium chlamydosporium અનાજમાં કેટલાક નેમાટોડને ઘટાડવામાં અસરકારક નિવડી છે. ગલગોટા (Tagetespatula) અને calendula (calendula officinalis) ના અર્કને જમીનમાં નાખવાથી આ નેમાટોડની વસ્તીને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક ઉપચારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. તેમની સારવાર નેમાટોડના પ્રકાર પર આધાર રાખે છે. માટીના ફ્યુમિગેન્ટ્સ તરીકે nematicides (ડેઝોમેટ- dazomet) નો ઉપયોગ નેમાટોડનો ઉપદ્રવ ઘટાડવા માટે અસરકારક સાબિત થઈ શકે છે, પરંતુ મોટાભાગના ખેડૂતો માટે આ ઉપાય આર્થિક રીતે ફાયદાકારક નથી. આમાંના કેટલાક ઉત્પાદનોનો ઉપયોગ સ્પ્રે તરીકે પણ થઈ શકે છે.

તે શાના કારણે થયું?

નેમાટોડ એ માઇક્રોસ્કોપિક ઈયળો છે, જે મોટે ભાગે જમીનમાં રહે છે, જ્યાંથી તેઓ યજમાન છોડના મૂળ પર પરોપજીવી તરીકે રહે છે. સામાન્ય રીતે, તેઓ ફાયદાકારક સજીવો છે, તેમ છતાં જ્યારે તેમની વસ્તી નિર્ણાયક સ્તરે પહોંચે છે, ત્યારે છોડને નુકસાન પહોંચાડે છે. તેઓને સ્ટાઇલેટની હાજરી દ્વારા વર્ગીકૃત કરી શકાય છે, જેનો ઉપયોગ તેઓ છોડના મૂળ અને ભૂગર્ભ ભાગો તથા ઘણીવાર પાંદડા અને ફૂલો પર કાણું પાડી પ્રવેશ કરવા માટે કરે છે. નેમાટોડમાં ખોરાકની વિવિધ વ્યૂહરચનાઓ હોય છે અને તે જમીનમાં ઘણાં વર્ષો ટકી શકે છે. તેઓ મધ્યવર્તી યજમાન દ્વારા બેવડાય છે. તેઓ બેક્ટેરિયા, વાયરસ અથવા ફૂગ દ્વારા થતાં રોગોને પણ સંક્રમિત કરે છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો, રોગ પ્રતિકારક અથવા સહનશીલ જાતોનો ઉપયોગ કરો.
  • ખેતરમાં પાકની બે હરોળ વચ્ચે ગલગોટા અથવા ફૂલનો એક પટ્ટો વાવવાથી પણ તેમનો ઉપદ્રવ ઓછો થઈ શકે છે.
  • નેમાટોડને મારવાં માટે ઘણા અઠવાડિયા સુધી પ્લાસ્ટિક મલ્ચ વડે બીજ-પાથરીને ઢાંકી દો.
  • ખેતર ખેડો અને જમીનને સૌર કિરણો સામે (સોલારાઇઝેશન) ઉઘાડી કરો.
  • ભારે ઉપદ્રવની સ્થિતિમાં, થોડા મહિના ખેતરને ખાલી રાખો.
  • ઘણા વર્ષો માટે વિવિધ પાકની ફેરબદલીની યોજના અમલમાં મૂકો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો