કેળા

મેંગેનીઝની ઉણપ

Manganese Deficiency

ઉણપ

5 mins to read

ટૂંકમાં

  • નાના પાંદડાના અમુક અમુક ભાગોમાં નિસ્તેજ લીલા કે પીળા રંગની વિકૃતતા જોવા મળે છે અને આંતર ક્લોરોસિસ જોવા મળે છે.
  • ક્લોરોટિક વિસ્તારોમાં નાના નેક્રોટિક ડાઘ વિકસે છે.
  • જો આ પરિસ્થિતિમાં સુધારો ન કરવામાં આવે તો, છીકણી નેક્રોટિક ફોલ્લીઓ પાંદડાની સપાટી પર દેખાઈ શકે છે, અને તીવ્ર અસર ધરાવતા પાંદડા છીકણી થઈ જાય છે અને મરી જાય છે.

માં પણ મળી શકે છે

57 પાક
બદામ
સફરજન
જરદાળુ
કેળા
વધુ

કેળા

લક્ષણો

અન્ય પોષક તત્ત્વોની ઉણપના લક્ષણો કરતા આમાં કોઈ ખાસ લક્ષણો જોવા મળતા નથી અને મુખ્યત્વે પાક પર આધાર રાખે છે. મેંગેનીઝની ઉણપવાળા છોડના મધ્ય અને ઉપલા (યુવાન) પાંદડાઓની નસો લીલી રહે છે, જ્યારે બાકીના પાંદડા પર પ્રથમ નિસ્તેજ લીલો રંગ દેખાય છે, ત્યારબાદ તે પીળા રંગની પેટર્નમાં ફેરવાય છે (આંતર ક્લોરોસિસ). સમય જતાં, ખાસ કરીને પાંદડાની કિનારીઓની નજીક ક્લોરોટિક પેશીઓ પર નાના નેક્રોટિક ડાઘ વિકસે છે,. પાનના કદમાં ઘટાડો, વિકૃતિ અને કિનારીઓનું વળી જવું એ અન્ય સંભવિત લક્ષણો છે. જો તેમાં સુધારો ન કરવામાં આવે તો, છીકણી નેક્રોટિક ફોલ્લીઓ પાંદડાની સપાટી પર વિકસી શકે છે, અને તીવ્ર અસર ધરાવતા પાંદડા છીકણી રંગના થઈ જાય છે અને મરી જાય છે. મેગ્નેશિયમની ઉણપ અને મેંગેનીઝની ઉણપના લક્ષણો સમાન હોય છે, પરંતુ મેગ્નેશિયમની ઉણપના લક્ષણો પુખ્ત પાંદડા પર પહેલા વિકાસ પામે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

પોષક તત્ત્વો અને જમીનના પીએચને સંતુલિત કરવા ખાતર, જૈવિક લીલા ઘાસનું ખાતર અથવા કમ્પોસ્ટનો ઉપયોગ કરો. આમાં જૈવિક પદાર્થો હોય છે, જે જમીનમાં સેન્દ્રિય પદાર્થ અને પાણી સમાવવાની ક્ષમતામાં વધારો કરે છે અને પીએચમાં થોડો ઘટાડો કરે છે.

રાસાયણિક નિયંત્રણ

જમીનના પીએચ અને પાકને ધ્યાનમાં રાખીને યોગ્ય સંતુલિત ખાતરનો ઉપયોગ કરો. છોડ મેંગેનીઝને તેનાં પર્ણસમૂહ તેમજ તેના મૂળ દ્વારા આયન તરીકે શોષી લે છે. સૌથી સામાન્ય રીતે વપરાતું ખાતર મેંગેનીઝ સલ્ફેટ છે. જેને સ્પ્રે અથવા માટીમાં ઉમેરી વાપરી શકાય છે. જો માટીની પીએચની કોઈ સમસ્યા ન હોય અને જમીનમાં મેંગેનીઝની ઉણપ હોય, તો પછી છોડને મેંગેનીઝ મળે તે માટે સ્પ્રેનો છંટકાવ કરવો યોગ્ય રહે છે. ઉલ્લેખિત માત્રા અને યોગ્ય ઉપયોગની કાળજી રાખો.

તે શાના કારણે થયું?

મેંગેનીઝ (Mn) ની ઉણપ એ એક વ્યાપક સમસ્યા છે, જે મોટાભાગે રેતાળ જમીનમાં થાય છે,૬ થી ઊંચું પીએચ ધરાવતી અને ઉષ્ણકટીબંધીય જમીનમાં આ સમસ્યા જોવા મળે છે. તેનાથી વિપરિત, ઉચ્ચ-એસિડિક જમીન આ પોષક તત્વોની છોડ માટે ઉપલબ્ધતામાં વધારો કરે છે. ખાતરોના અતિશય અથવા અસંતુલિત ઉપયોગના પરિણામે પણ છોડ માટે અમુક પોષકતત્વોને શોષવું અઘરું બને છે. પ્રકાશસંશ્લેષણ અને નાઇટ્રેટ ઐક્યતામાં Mn ની મહત્વપૂર્ણ ભૂમિકા છે. લોહતત્વ, બોરોન અને કેલ્શિયમની જેમ, મેંગેનીઝ છોડની અંદર સ્થિર હોય છે, જે મોટાભાગે નીચલા ભાગમાં આવેલ પાંદડામાં એકઠું થાય છે. આ સમજાવે છે કે યુવાન પાંદડા પર તેની ઉણપના લક્ષણો કેમ પહેલા જોવા મળે છે. Mn ની ઉણપ માટે ઉચ્ચ સંવેદનશીલતા દર્શાવતા અને ખાતર દ્વારા આ પોષક તત્ત્વો મેળવવા પર સકારાત્મક પ્રતિસાદ ધરાવતા પાકોમાં: અનાજ, ખટાશવાળાં ફળ (સાઈટ્રસ), ગળ્યા બીટ, કેનોલા વગેરે શામેલ છે.


નિવારક પગલાં

  • માટીના પીએચને તપાસો અને પોષક તત્ત્વોના આદર્શ શોષણ માટે જો જરૂરી હોય તો તેને સમાયોજિત કરો.
  • ખેતરમાં ડ્રેનેજની સારી યોજના બનાવો અને પાકને વધારે પડતું પાણી ન આપો.
  • જમીનમાં ભેજને સ્થિર રાખવા માટે જૈવિક ખાતર (મલ્ચ – લીલા ઘાસમાંથી બનેલ ખાતર)નો ઉપયોગ કરો.
  • હંમેશાં ધ્યાનમાં રાખો કે માત્ર સંતુલિત ખાતર આપવાથી જ છોડના સ્વાસ્થ્ય અને પાકના ઉત્પાદનમાં વધારો થઈ શકે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો