કેપ્સિકમ અને મરચાં

મેગ્નેશિયમની ઉણપ

Magnesium Deficiency

ઉણપ

5 mins to read

ટૂંકમાં

  • જૂના પાંદડાઓની ઇન્ટરવેનલ પેશીઓ પર નિસ્તેજ લીલા ડાઘ અથવા ઘણીવાર માર્જિન્સની નજીકથી શરુ થતી ક્લોરોટિક પેટર્ન.
  • પાંદડાની સપાટી પર ઘણીવાર લાલ અથવા છીકણી રંગની ફોલ્લીઓ દેખાઈ શકે છે.
  • પાછળથી, આ ઉચ્ચ-ક્લોરોટિક પેશીઓમાં નેક્રોટિક વિસ્તાર સ્વરૂપે વિકસિત થાય છે.
  • પાંદડાઓનું અકાળે મરી જવું અને શરૂઆતમાં જ ખરી પડવું.
  • મૂળની વૃદ્ધિ અવરોધાય છે, જેના પરિણામે છોડની શક્તિ નબળી થાય છે.

માં પણ મળી શકે છે

57 પાક
બદામ
સફરજન
જરદાળુ
કેળા
વધુ

કેપ્સિકમ અને મરચાં

લક્ષણો

મેગ્નેશિયમની ઉણપ ધરાવતા છોડમાં જૂના પાંદડાઓની ઇન્ટરવેનલ પેશીઓ પર નિસ્તેજ લીલા ડાઘ અથવા ઘણીવાર માર્જિન્સની નજીકથી શરુ થતી ક્લોરોટિક પેટર્ન જોવા મળે છે. અનાજમાં, પાંદડા પર લીલી રેખા જેવું વિકસિત થાય છે, જે ઇન્ટરવેનલ ક્લોરોસિસમાં વિકાસ પામે છે. ગંભીર કિસ્સાઓમાં, ક્લોરોસિસ પાંદડાની મધ્ય સુધી પ્રગતિ કરે છે અને નાની નસો પણ પ્રભાવિત થાય છે. પાંદડા પર લાલ અથવા છીકણી ફોલ્લીઓ દેખાય છે. પાછળથી, ઉચ્ચ-ક્લોરોટિક પેશીઓમાં નેક્રોટિક વિસ્તારોના વિકાસ પાંદડાને કડક અને વિકૃત બનાવી દે છે. છેવટે, આખાં પાંદડા પીળા પડી જાય છે અને અકાળે મરી જવા લાગે છે, તથા શરૂઆતમાં જ ખરી પડે છે. મૂળની વૃદ્ધિ અવરોધાય છે, જેના પરિણામે છોડની શક્તિ નબળી થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

એવા પદાર્થો ઉમેરો કે જેમાં મેગ્નેશિયમ હોય છે, જેમ કે એલ્ગલ ચૂનાના પથ્થર, ડોલોમાઇટ અથવા ચૂના મેગ્નેશિયમ. માટીના પોષક તત્વોને સંતુલિત કરવા માટે ખાતર, કાર્બનિક કચરા અથવા ખાતરનો ઉપયોગ કરો. તેમાં કાર્બનિક પદાર્થ અને ઘણાં પોષક તત્વો હોય છે, જે ધીમે ધીમે જમીનમાં મિશ્રિત થાય છે.

રાસાયણિક નિયંત્રણ

મેગ્નેશિયમ ધરાવતા ખાતરનો ઉપયોગ કરો. મેગ્નેશિયમ ઑકસાઈડ પોષક તત્વોને ધીમે ધીમે છોડે છે અને પાકમાં તાત્કાલિક પહોંચાડે છે. મેગ્નેશિયમ સલ્ફેટ જમીનમાં અઠવાડિયાના સમયગાળા દરમિયાન મેગ્નેશિયમ છોડે છે અને તે ઝડપી જરૂરિયાતને પૂરી કરવા માટે આદર્શ છે. દાખલા તરીકે, ૧૦ દિવસના અંતરાલમાં ૧૦ ગ્રામ MgSO4 પ્રતિ એક લીટર પાણીના મિશ્રણનો છંટકાવ.

તે શાના કારણે થયું?

રેતાળ જમીન અથવા ઓછા પોષકતત્વો અને પાણીની ઓછી જાળવણી ક્ષમતાવાળી એસિડિક જમીનમાં મેગ્નેશિયમની ઉણપ સામાન્ય સમસ્યા છે. આવી જમીનમાં, પોષક તત્વો સરળતાથી ધોવાઇ જાય છે. પોટેશિયમ કે એમોનિયમથી સમૃદ્ધ જમીન અથવા આ પોષક તત્વોનો વધારે ઉપયોગ પણ સમસ્યારૂપ બની શકે છે, કારણ કે તે જમીનમાંના મેગ્નેશિયમ સાથે સ્પર્ધા કરે છે. મેગ્નેશિયમ ખાંડના પરિવહન સાથે સંકળાયેલ છે અને તે હરિતદ્રવ્ય પરમાણુઓનો એક મહત્વપૂર્ણ ભાગ છે. મેગ્નેશિયમની પૂરતી માત્રા વિના, છોડ જૂના પાંદડાઓમાં હરિતદ્રવ્યને નવા, વિકાસશીલ પાંદડાઓમાં સ્થાનાંતરિત કરવાનું શરૂ કરે છે. આ ઈંટરવેનલ ક્લોરોસિસના વિકાસને દર્શાવે છે. પ્રકાશની તીવ્રતા ઉણપના લક્ષણોના વિકાસને પ્રભાવિત કરે છે. વધારે પ્રકાશ ઊણપની અસરોને વક્ર બનાવે છે.


નિવારક પગલાં

  • જો જરૂરી હોય તો, આદર્શ શ્રેણી મેળવવા માટે માટીની પીએચ તથા ચૂનાની ચકાસણી કરો.
  • ખેતરમાં પાણી નીકળવા માટે સારી ડ્રેનેજની વ્યવસ્થા કરો અને વધારે પડતી સિંચાઈ ટાળો.
  • પોટાશવાળું ખાતર વધુ વાપરવું નહીં.
  • કાર્બનિક કચરો નાખી જમીનની સાંદ્રતા જાળવી રાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો