Tenthredinidae
જંતુ
શરૂઆતના સંકેતો તરીકે પાંદડાની સપાટી પર નાના, અર્ધપારદર્શક પટ્ટા દેખાય છે, જે ફક્ત પાંદડાની નસો અને પાતળા, કાગળ જેવા વિસ્તાર બાકી છોડે છે. જેમ જેમ પાંદડાં વધુ ખવાય છે, ક્ષતિગ્રસ્ત વિસ્તારો વધે છે, સુકાઈ જાય છે, કથ્થઈ રંગના બને છે અને પાંદડા વાંકડિયા અને નબળા બને છે. ગંભીર ઉપદ્રવ હોય તો આખા પાંદડા ખવાઈ શકે છે અને છોડનો નાશ કરી શકે છે. સામાન્ય રીતે જ્યારે હુમલાનું પ્રમાણ ઓછું હોય તો વિકસિત ગુલાબને નુકસાન થતું નથી, પરંતુ વારંવાર અથવા હુમલાનું પ્રમાણ વધુ હોય તો છોડ નોંધપાત્ર રીતે નબળા પડે છે, જે અન્ય જીવાત અને ફૂગજન્ય અન્ય ગૌણ રોગ માટે સંવેદનશીલતા વધારે છે.
ઘણા ઓછા ઝેરી, કાર્બનિક રીતે સ્વીકાર્ય ઉત્પાદનોનો લાર્વા સામે સીધી રીતે ઉપયોગ પણ કરી શકાય છે: જંતુનાશક સાબુ યુવા લાર્વાને સંપર્કમાં આવતા જ મારી નાખે છે; પાંદડાની બંને સપાટી સંપૂર્ણ રીતે આવરી લેવાની ખાતરી કરો. લીમડાનું તેલ લાર્વાના ખોરાક અને વિકાસમાં વિક્ષેપ પાડે છે; પરાગ વાહકોને નુકસાન ન થાય તે માટે વહેલી સવારે અથવા સાંજે ઉપચાર કરો. સ્પિનોસેડ પાંદડાની પેશીઓમાં શોષાય છે અને લાર્વા જયારે ખોરાક લે ત્યારે તેના ચેતાતંત્રને અસર કરે છે; તે અસરકારક છે પરંતુ મધમાખીઓ અને કેટલાક ફાયદાકારક જંતુઓને પણ પ્રતિકૂળ અસર કરી શકે છે, તેથી તેનો કાળજીપૂર્વક ઉપયોગ કરો. જંતુભક્ષી પક્ષીઓ, પરોપજીવી ભમરી, શિકારી ભમરો, ફૂગ અને વાયરલ રોગો તથા નાના સસ્તન પ્રાણીઓ સહિતના કુદરતી દુશ્મનો માખીઓની વસ્તી ઓછી રાખે છે અને જો તેની વસ્તી વધી જ ગઈ હોય તો તેની વસ્તીમાં ઘટાડો લાવી શકે છે. આ કુદરતી દુશ્મનોને પ્રોત્સાહન આપવું એ સૌથી ટકાઉ લાંબા ગાળાની વ્યૂહરચના છે.
હંમેશા નિવારક અને જૈવિક પગલાં સાથે સંકલિત અભિગમ લેવાનો વિચાર કરો. રાસાયણિક જંતુનાશકો કુદરતી દુશ્મનોને નુકસાન પહોંચાડી શકે છે, માટે જ્યારે આ ઉપદ્રવ ગંભીર સ્તરે પહોંચી ગયો હોય અને અન્ય પદ્ધતિઓ અપૂરતી સાબિત થઇ હોય ત્યારે જ તેનો ઉપયોગ કરવો જોઈએ. જો સારવારની જરૂર જ હોય, તો વ્યાપક અસર કરતાં જંતુનાશકો કરતાં ચોક્કસ જંતુને અસર કરતાં, ઓછા ઝેરી એવા ઉત્પાદનો પસંદ કરો.
આ નુકસાન ટેન્થ્રેડિનિડે પરિવારના કરવત જેવી દેખાતી માખીઓના લાર્વા દ્વારા થાય છે, જે ગુલાબના પાંદડાની નરમ પેશીઓને ખાય છે. પુખ્ત માખીઓ પાંદડાની નીચેની બાજુએ કાપો મુકવા કરવત જેવા ઉપાંગનો ઉપયોગ કરે છે, અને ત્યાં તે ઇંડા મૂકે છે. ઇંડામાંથી બહાર નીકળતાં લાર્વા આગળનો વિકાસ કરવા માટે જમીન પર પડતા પહેલા લગભગ ચાર અઠવાડિયા સુધી પાંદડા પર ખોરાક લે છે. પુખ્ત જંતુઓ જાડા, ભમરી જેવા હોય છે, સામાન્ય રીતે કાળા અથવા ઘેરા રંગના હોય છે અને તેને પાંખોની બે જોડી હોય છે. તેની પ્રજાતિના આધારે, દર વર્ષે એક થી ત્રણ પેઢીઓ ઉત્પન્ન કરી શકે છે, જેમાં સૌથી નુકસાનકારક એવી ખોરાક લેવાની પ્રવૃત્તિ સામાન્ય રીતે વસંતના અંતમાં અને ઉનાળાની શરૂઆતમાં થાય છે.