કાળા રંગના લૂપર

TEA

કાળા રંગના લૂપર

Hyposidra talaca

જંતુ

ટૂંકમાં

  • પાતળા, આરપાર જોઈ શકાય એવા નુકસાનગ્રસ્ત પાંદડા.
  • બહારથી શરુ કરી ઝાડીના મધ્ય ભાગ તરફ ખવાઈ જવું.
  • પાંદડાં સંપૂર્ણપણે ખરી પડવા જેના કારણે ઝાડીઓ આછી અને બળી ગયેલી દેખાય છે.
  • પટ્ટા જેવા દેખાતા સફેદ ડાઘાવાળા કાળા રંગના લાર્વા.

માં પણ મળી શકે છે

5 પાક
ખાટાં ફળો
કોફી
જામફળ
કેરી
વધુ

કાળા રંગના લૂપર

TEA

લક્ષણો

સૌપ્રથમ, નાના લાર્વા પાંદડાના નરમ ભાગને ખાય છે, જેનાથી તે પાતળા, આરપાર જોઈ શકાય તેવા દેખાય છે. લાર્વા મોટા થતાં, બહારથી શરૂ કરીને ચાના ઝાડના મધ્ય ભાગ તરફ વધી, આખા પાંદડાને ખાઈ જાય છે. જો તેમનું પ્રમાણ વધુ હોય તો તેઓ ચાના ઝાડ પરથી બધા જ પાંદડાને દૂર કરી શકે છે. આનાથી ઝાડીઓ આછી અને બળી ગયેલી દેખાય છે. પાંદડા જ્યારે વારંવાર ખાવામાં આવે ત્યારે ચાનો છોડ નબળો પડી જાય છે, લણણી કરેલ ચાની ગુણવત્તા ઓછી થાય છે, અને છોડ પર અન્ય જીવાત અને રોગનો હુમલો વધુ સરળતાથી થાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

કાળા રંગના લૂપર માટે ઘણા કુદરતી દુશ્મનો મળી આવ્યા છે અને તેનો ઉપયોગ સંકલિત જીવાત વ્યવસ્થાપન (IPM) યોજનામાં કરી શકાય છે. પરોપજીવી ભમરી (દા.ત. કોટેસિયા રુફિક્રસ) તેના ઈંડા આ લૂપરની અંદર મૂકે છે. પાનખરના અંતમાં અને વસંત ઋતુમાં આ શિકારી જંતુની સંખ્યા સૌથી વધુ હોય છે, આ એ જ સમય છે જયારે લૂપરની વસ્તી પણ વધે છે. દુર્ગંધ મારતાં શિકારી જીવો (દા.ત. ઇઓકેન્થેકોના ફર્સેલાટા) લૂપરના લાર્વાને ખાય છે અને બધી ઋતુમાં સક્રિય રહે છે, પરંતુ સામાન્ય રીતે જૂનથી સપ્ટેમ્બર સુધી દેખાય છે. આ કુદરતી દુશ્મનોને ખેતરોમાં છોડવા માટે મોટી સંખ્યામાં ખેતરમાં ઉછેરી શકાય છે. ઉપરાંત, હાયપોસિડ્રા ટાલાકા ન્યુક્લિયોપોલીહેડ્રોવાયરસ (HytaNPV) નામનો વાયરસ એક આશાસ્પદ કુદરતી જંતુનાશક છે. ખેતરના પરીક્ષણથી જાણવા મળ્યું છે કે તેનો પ્રતિ હેક્ટર 800-1000 મિલીનો ઉપયોગ કરવાથી લૂપરની વસ્તીમાં ઘણો ઘટાડો થયો છે. સંકલિત જીવાત વ્યવસ્થાપન (IPM) યોજનામાં આ HytaNPV ને રાસાયણિક જંતુનાશકોનું સલામત અને અસરકારક પૂરક માનવામાં આવે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો હંમેશા નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો સંકલિત અભિગમનો લેવાનો વિચાર કરો. ઐતિહાસિક રીતે કાળા રંગના લૂપરનું સંચાલન કૃત્રિમ જંતુનાશકો પર ખૂબ આધાર રાખે છે; જો કે, ચા ઉગાડતા મુખ્ય પ્રદેશોમાં ઘણા એવા રસાયણો સામે વધતો પ્રતિકાર એક ગંભીર અને વધતી ચિંતાનું કારણ છે. જંતુઓમાં પ્રતિકારક્ષમતા વધે નહિ તે માટે જંતુનાશકના પ્રકારને ફેરવતા રહો અને હંમેશા લેબલ દર્શાવેલ હોય તે પ્રમાણે જ તેનો ઉપયોગ કરો.

તે શાના કારણે થયું?

આ નુકસાન કાળા લૂપર ફૂદાં, હાયપોસિડ્રા તાલાકા, જેને કાળા ઇંચ કૃમિ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના લાર્વા દ્વારા થાય છે. પુખ્ત ફૂદાં સુકાઈ ગયેલ પાંદડા જેવા દેખાય છે, જેના કારણે તે સરળતાથી સંતાઈ શકે છે. માદા ફૂદાં પોલી છાલ, શેવાળ નીચે અથવા ચાના બગીચામાં વૃક્ષોના મૂળ પર મોટા જૂથમાં (લગભગ 250) ઇંડાના મૂકે છે. તે સીધા ચાના છોડ પર ઇંડા મૂકતા નથી. જ્યારે ઇંડામાંથી સફેદ ટપકાંથી રિંગ જેવી રચના ધરાવતાં નાના કાળા રંગના લાર્વા બહાર આવે છે, ત્યારે તે વૃક્ષ પરથી નીચે પડે છે અને ચાના પાંદડા પર ખોરાક લેવાનું શરૂ કરે છે. આ જીવાતની વર્ષ દરમિયાન ઘણી (6 થી 8) પેઢીઓ નિર્માણ થાય છે, જેના કારણે તે ચાના છોડ પર હંમેશા માટે હાજર જ રહે છે. જ્યારે ગરમ હવામાન હોય, છાંયડાવાળા વૃક્ષો હોય છે, અને જ્યારે ખૂબ જ કૃત્રિમ જંતુનાશકનો છંટકાવ કરવામાં આવ્યો હોય ત્યારે કુદરતી દુશ્મન એવા જંતુઓ મારી જવાના કારણે તેમનો વધુ ફેલાવો થવાની શક્યતા વધુ હોય છે. આબોહવા પરિવર્તનના કારણે પણ હિમાલયની આસપાસ ચા ઉગાડતા પ્રદેશોમાં પણ આનો ફેલાવો થઇ રહ્યો છે.


નિવારક પગલાં

  • લાર્વાના ખોરાક લેવાની નિશાની અથવા ઝાડની છાલ પર ઈંડા માટે ચાના છોડ અને તેને છાંયો આપતાં વૃક્ષોનું નિયમિતપણે નિરીક્ષણ કરો.
  • છાંયો આપતાં વૃક્ષોની પ્રજાતિઓ કાળજીપૂર્વક પસંદ કરો.
  • ખૂબ ઊંચા વૃક્ષો પસંદ કરવાનું ટાળો, કારણ કે ઝાડની ઊંચાઈ સાથે ઇંડાનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે.
  • પરંપરાગત, યાંત્રિક, જૈવિક અને રાસાયણિક પદ્ધતિઓનું સંયોજન કરીને જંતુના વ્યવસ્થાપન (IPM) માટે સંકલિત અભિગમ લાગુ કરો.
  • વાવેતરની જગ્યાએ કુદરતી દુશ્મનોની વસ્તીને બચી રહે તે માટે વ્યાપક પણે અસર કરતાં જંતુનાશકોનો બિનજરૂરી ઉપયોગ ઓછો કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો