Antigastra catalaunalis
જંતુ
શરૂઆતના તબક્કામાં, તમે નાની ઇયળોને ટોચના પાંદડાને બારીક રેશમથી ગૂંથતા જોશો. તેઓ આ જાળું બનાવેલ ઝુમખામાં રહે છે અને તેમાં જ ખોરાક લે છે, જેનાથી પાંદડા વાંકાં અને વિકૃત દેખાય છે. જેમ જેમ ઇયળો વધે છે, તેમ તેમ તેઓ પાંદડા પરથી ડાળીઓના છેડા પર રહેલા નાજુક અને કુમળા ભાગ તરફ જાય છે. તેઓ આ કુમળા ભાગમાં કાણાં પાડે છે, જેના કારણે ડાળીનો છેડો કરમાય અને સુકાઈ જાય છે. ઋતુની અંતમાં, તેઓ વિકાસ પામતી શીંગોમાં કાણાં પાડે છે અને તેની અંદર રહેલ બીજને ખાય જાય છે. જાળામાં અથવા શીંગો પરના કાણાંની આસપાસ ફેલાયેલ કાળા, દાણા જેવું મળ દ્રવ્ય (ફ્રાસ) આ ઈયળની હાજરીનો સ્પષ્ટ સંકેત આપે છે. ગંભીર હુમલાના કિસ્સામાં છોડની ટોચનો આખો ભાગ જાળા અને નાશ પામેલ પાંદડાઓના સમૂહ જેવો બની શકે છે.
પર્યાવરણને અનુકૂળ એવા વનસ્પતિના અર્ક જેવા વિકલ્પોમાં લીંબોળીના તેલ (NSKE) અથવા લીમડાના તેલનો ઉપયોગ થાય છે, જે કુદરતીરીતે જીવડાંને દૂર રાખે છે અને ઇયળોને ખોરાક લેતાં અટકાવે છે. તમે બ્યુવેરિયા બેસિયાના અથવા મેટાર્હાઇઝિયમ એનિસોપ્લીઆ જેવી ફાયદાકારક ફૂગનો છંટકાવ પણ કરી શકો છો, જે લાર્વાને કુદરતી રીતે ચેપ લગાડી તેનો નાશ કરે છે. કરોળિયા અને શિકારી ભમરી જેવા કુદરતી દુશ્મનોને સાચવવાથી પણ મદદ થાય છે. રાત્રી દરમિયાન ફૂદાંને પકડવા માટે ખેતરમાં પ્રકાશિત છટકાં ગોઠવી શકાય છે, જેનાથી છોડ પર મૂકેલા ઇંડાની સંખ્યા ઘટી શકે છે.
સામાન્યરીતે યુવાન ઈયળને ડાળી અથવા શીંગોમાં કાણું પાડવાની તક મળે તે પહેલાં જ તેના સુધી પહોંચાય તેવા પ્રકારની રાસાયણિક સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરો. એકવાર તે છોડની અંદર છુપાઈ જાય, પછી સારવાર કરવી ખૂબ મુશ્કેલ બને છે. પાંદડાં પર રેશમી જાળા દેખાય કે તરત જ સારવાર કરવી સૌથી અસરકારક છે. કયા સમયે તમે સારવાર કરો છો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે; જ્યારે ઇયળો સક્રિય હોવાની શક્યતા વધુ હોય ત્યારે, એટલે કે વહેલી સવારે અથવા સાંજે સારવાર કરવામાં આવે તો ઘણીવાર તે સૌથી સફળ સાબિત થાય છે.
આ જીવાત એક નાના, કથ્થાઈ પડતા નારંગી રંગના ફૂદાં છે જે રાત્રી દરમિયાન વધુ સક્રિય હોય છે. માદા ફૂદાં પાંદડા, કળીઓ અને કુમળી શીંગોની નીચે નાના કદના, લીલાશ પડતા ઇંડા મૂકે છે. ઈંડા માંથી નાના કાળા ટપકાં સાથે આછા લીલા રંગની ઈયળો બહાર નીકળે છે. તે ખૂબ જ સક્રિય હોય છે અને જો તેને ખલેલ પહોંચાડવામાં આવે તો તેઓ પાછળની તરફ ઉંધી ખસે છે અને રેશમી દોરા દ્વારા જમીન પર પડી જાય છે. જ્યારે સૂકા હવામાન પછી હળવો વરસાદ પડે એવા ગરમ હવામાન દરમિયાન આ જીવાત વધુ વિકાસ પામે છે. જમીનમાં નાઇટ્રોજનનું વધુ પ્રમાણ તલના છોડને વધુ કોમળ અને નરમ બનાવે છે, જેના પર કાણાં પાડવાનું અને ખાવાનું સરળ હોવાથી આવા છોડ પર હુમલો થવાની શક્યતા વધારે છે રહે છે.