લીચીમાં દુર્ગંધ મારતાં જંતુ

LITCHI

લીચીમાં દુર્ગંધ મારતાં જંતુ

Tessaratoma papillosa

જંતુ

ટૂંકમાં

  • ફૂલો અને કુમળા ફળો અકાળે ખરી પડે છે.
  • નાની ડાળીઓ સુકાઈ જાય છે અને ટોચ પરથી કાળા રંગની થઈ જાય છે.
  • દુર્ગંધ મારતાં કથ્થાઈ પડતાં પીળા રંગના અને લાલ રંગની આંખોવાળા પુખ્ત જંતુઓ છે.
  • જો તમને ખલેલ પહોંચાડવામાં આવે તો બળતરા થાય તેવું પ્રવાહી છોડે છે.

માં પણ મળી શકે છે

0 પાક

લીચીમાં દુર્ગંધ મારતાં જંતુ

LITCHI

લક્ષણો

ફૂલની કળીઓ, દાંડી, રેસા અને કુમળા ફળો પર લક્ષણો દેખાઈ શકે છે. નાની અને કુમળી ડાળીઓ તેની ટોચથી કરમાઈ જતી દેખાય છે અને પછી કાળા રંગની બની જાય છે. પ્રાથમિક લક્ષણો તરીકે ફૂલો અને ફળો કરમાઈ જવા અને સંકોચાઈ જવા જેવા લક્ષણો દેખાય છે. ફળો પર ચોક્કસ પ્રકારના કાળા ધબ્બા અથવા તેની છાલ કાળી પડેલી દેખાય છે. જેથી ફળો અકાળે ખરી પડે છે જેના પરિણામે એકંદરે ઝાડ પર ફળનું ઉત્પાદન ઘટે છે. જંતુઓનો ખુબ જ ભરાવો હોય તો ડાળીઓ અને પાંદડાઓનો વિકાસ રૂંધાઈ શકે છે. ગંભીર ઉપદ્રવ હોય તો ઝાડનો એકંદર વિકાસ રૂંધાઈ શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

આ જીવાત સામે લડવામાં તેના કુદરતી દુશ્મનો મદદ કરી શકે છે. આવા દુશ્મન જંતુઓ ઈંડા પર હુમલો કરી મોટા પ્રમાણમાં ફેલાતા ઉપદ્રવને અટકાવશે. આવી સંભવિત પ્રજાતિઓની યાદી માટે સ્થાનિક અધિકારીઓ અથવા કૃષિ સલાહકારનો સંપર્ક કરો.

રાસાયણિક નિયંત્રણ

સારા પરિણામો માટે ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારથી જ સારવાર કરો. સારીરીતે આવરી લેવાય તે માટે વધુ દબાણ સાથે અને વધુ માત્રામાં છંટકાવ થાય તેવા સાધનનો ઉપયોગ કરો. જ્યાં જંતુઓ છુપાયેલા હોય તેવી ગીચ ડાળીઓ અને પાંદડાઓને પર ખાસ છંટકાવ કરો. (ઠંડા તાપમાન દરમિયાન) જ્યારે જંતુઓ ઓછા સક્રિય હોય ત્યારે છંટકાવ કરો. ઉપદ્રવ ગંભીર હોય તો વારંવાર સારવાર કરવાની જરૂર પડી શકે છે. સ્થાનિક સરકાર નિયંત્રણ કાર્યક્રમોનું આયોજન કરે છે.

તે શાના કારણે થયું?

લીચીમાં દુર્ગંધ મારતાં જંતુઓ (ટેસારાટોમા પેપિલોસા) એ દક્ષિણપૂર્વ એશિયામાં જોવા મળતી આક્રમક જીવાત છે, જેનો એશિયામાં ઝડપથી ફેલાવો થયો છે અને હવે તે વિશ્વભરમાં નવા પ્રદેશોમાં ફેલાઈ રહી છે. પુખ્ત જંતુ કથ્થાઈ પડતાં પીળા રંગની અને વિશિષ્ટ કવચ જેવો આકાર ધરાવે છે. નાના જંતુઓ ખુબ જ ચળકતા લાલ રંગના હોય છે - અને શરીરે સફેદ પટ્ટાઓ હોય છે. ઇંડાઓ પણ એક વિશિષ્ટ લાક્ષણિકતા ધરાવે છે, જેમાં એક વયવસ્થિત હરોળમાં બરાબર 14 નીલમણિ જેવા લીલા અથવા ગુલાબી રાગના ઇંડા ગોઠવાયેલા હોય છે. બાળ અને પુખ્ત બંને અવસ્થાના જંતુઓ તેના મોઢા પર રહેલ સોય જેવા ભાગનો ઉપયોગ કરી લીચી અને લોંગન ના ઝાડ પર કુમળી કળીઓ, અંકુર, ફૂલના રેસા અને કુમળા ફળોને ખાય છે. ખવાઈ ગયેલ ભાગ ફૂગજન્ય રોગોને આમંત્રણ આપી શકે છે જે છોડને વધુ નુકસાન પહોંચાડે છે. આ જંતુઓ ઝાડને ચોક્કસ પ્રકારનું નુકસાન પહોંચાડે છે અને માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઉભું કરે છે. જ્યારે તેને ખલેલ પહોંચે અથવા ઝોખમ લાગે, ત્યારે તે કોવારો લગાડતું, દુર્ગંધી પ્રવાહી છોડી શકે છે જે ત્વચાના સંપર્કમાં આવતા તાત્કાલિક બળતરાનું કારણ બને છે અને તેનાથી પીડાદાયક અલ્સર થઈ શકે છે. જો તે આંખમાં જાય તો અંધત્વ આવી શકે છે. જો તમારા પર તેના છાંટાં પડે તો, તે ભાગને તાજા પાણીથી તાત્કાલિક ધોઈ લો અને જો તો પણ ખુબ જ બળતરા ચાલુ રહે તો તબીબી સહાય મેળવો.


નિવારક પગલાં

  • આ જંતુઓ પર કામ કરતી વખતે રક્ષણાત્મક કપડાં પહેરો.
  • ઝાડ પર ચડતા જંતુઓને પકડવા માટે થડની આસપાસ ચીકણા ગુંદરનું કુંડાળું કરો.
  • ઇંડા, બચ્ચા અને પુખ્ત જંતુઓ માટે ઝાડનું દર અઠવાડિયે નિરીક્ષણ કરો.
  • ઇંડા હોય તેવા પાંદડા કાપી લઇ તેને તાત્કાલિક ભેગા કરો.
  • ચેપગ્રસ્ત ડાળીઓને દૂર કરો.
  • જંતુઓને મારવા અને નીચે પાડવા માટે ડાળીઓ તોડી નાખો અને પછી યોગ્ય સાધનો વડે ભેગા કરી લો.
  • કૃષિ અધિકારીઓને નવા ઉપદ્રવ વિષે જાણ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો