કેરી

પાંદડાંને વળતાં ચાંચવાળા જંતુ

Apoderus tranquebaricus

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • ફરતે આવેલ પાંદડા અમળાવા, વળવા અને સુકાવા.

માં પણ મળી શકે છે

1 પાક

કેરી

લક્ષણો

જ્યારે ઝાડને અસર થાય ત્યારે તેમના પાંદડા ટોચ પરથી વળી જાય છે, જેનાથી તે અમળાયેલા દેખાય છે. પુખ્ત વયના ચાંચવાળા જંતુને કારણે આ પાંદડાં વળે છે. આ જંતુઓ આંબાના પાંદડાને કાપી આકાર આપે છે, જેનાથી તે થિમ્બલ્સની જેમ વળી જાય છે. આ વળેલા પાંદડા મુખ્ય પાંદડા સાથે જોડાયેલા જ રહે છે. આ વળેલા પાંદડાની અંદર રહી આ જંતુઓ પાંદડાની પેશીઓને ખાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

કેરીના પાક માટે આ નગણ્ય નાનું જંતુ છે. ક્ષતિગ્રસ્ત પાંદડાઓને હાથથી દૂર કરવા એ અનુસરવા યોગ્ય શ્રેષ્ઠ પધ્ધતિ છે.

રાસાયણિક નિયંત્રણ

હંમેશાં જૈવિક/પર્યાવરણને અનુકૂળ ઉપચાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. જંતુની થોડી માત્રા તમારા ઝાડને કોઈ નોંધપાત્ર નુકસાન પહોંચાડશે નહીં. લેખોમાં વર્ણવ્યા અનુસાર, મોટા પ્રમાણમાં ઉપદ્રવ હોય તો, મોનોક્રોટોફોસ અને એન્ડોસલ્ફન જેવા જંતુનાશકો નુકસાનને ઘટાડી શકે છે.

તે શાના કારણે થયું?

કેરીના ઝાડને થતું નુકસાન એક જંતુ ના કારણે થાય છે જેને કેરીના પાનને વળતા ચાંચવાળા જંતુ કહેવામાં આવે છે. આ જંતુ નર્સરી અને ખેતર એમ બંને જગ્યાએ અસ્તિત્વમાં હોય શકે છે. તે જાંબુ, અમરેન્થસ, ફણસ, કાજુ, સાગ, જામફળ અને લીમડો જેવા અન્ય વૃક્ષને પણ અસર કરે છે. તાજેતરમાં, વર્ષ 2023માં, તે બદામના ઝાડમાં પણ જોવા મળેલ છે. આ જંતુના જીવન ચક્રમાં વિવિધ તબક્કાઓ હોય છે: ઇંડા, ગ્રુબના તબક્કે પાંચ પ્રકારના લાર્વા, પ્યુપા અને પુખ્ત. પુખ્ત વયના જંતુઓ વળેલા પાંદડાના બહારના ભાગમાં એક પછી એક ઇંડા મૂકે છે. માદા જંતુ એક ચીકણા પ્રવાહનો સ્ત્રાવ કરે છે જે ઇંડાને પાંદડાની સપાટી પર વળગી રહેવામાં મદદ કરે છે. ઇંડામાં ચળકતા પીળા રંગના હોય છે. ગ્રબ, જે જંતુનું યુવાન અને અપરિપક્વ સ્વરૂપ છે, તે પીળા રંગના હોય છે. તે વળેલા પાંદડાની અંદરની પેશીઓને ખાય છે, જેનાથી અસરગ્રસ્ત પાંદડાને નુકસાન થાય છે. પુખ્ત વયના જંતુ લાલશ પડતાં કથ્થાઈ રંગના હોય છે અને તેને લાંબી ચાંચ હોય છે. તે પાંદડાને કાપી અને વાળીને રોલ બનાવે છે. આ વળેલા પાંદડા, મુખ્ય પાંદડા સાથે જોડાયેલા રહે છે. ગરમ આબોહવા, વધુ વરસાદ અને વધુ પડતા ભેજવાળું વાતાવરણ આ જંતુ દ્વારા આંબાના ઝાડને ચેપ લાગવાની સંભાવના વધારે છે.


નિવારક પગલાં

  • લક્ષણોનું નિરીક્ષણ કરો.
  • ઉપદ્રવના કિસ્સામાં, નુકશાન થયેલ પાંદડાને હાથથી દૂર કરો.
  • જંતુઓને શોધી તેને કચડી નાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો