કેરી

વાદળી પટ્ટાવાળું ખીલીયુક્ત જંતુ

Parasa lepida

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડામાં ચાવીને કાણા પડવા.
  • ખરવાના કારણે આખા પાંદડાઓને નુકસાન.

માં પણ મળી શકે છે

4 પાક
કેળા
કોફી
કેરી
કાસાવા

કેરી

લક્ષણો

જ્યારે ઈયળ યુવાન હોય, ત્યારે તેઓ પાંદડાની નીચેની સપાટીને ખાય છે. ઘણીવાર જ્યાં શરૂઆતમાં ઇંડા મુકવામાં આવ્યા હોય ત્યાં પાંદડાની ટોચથી નુકસાન શરૂ થાય છે. ત્યારબાદ તેઓ પાનની કિનારી તરફ વધે છે અને તેનો મોટો ભાગ કોરી ખાય છે. જેમ જેમ તે વિકાસ પામે છે, તેમ તેમ ટોચથી શરૂ કરી આખું પાન ખાય જાય છે, અને ફક્ત વિશિષ્ટ લક્ષણ સાથે મધ્ય ભાગ છોડી દે છે. જેના પરિણામે, છોડ યોગ્ય રીતે પ્રકાશસંશ્લેષણ કરી શકતો નથી, અને પાકની ઉપજ ઓછી થાય છે. જો ઉપદ્રવયુક્ત છોડ પર ફળો હોય તો તે પરિપક્વતા પહેલાં ખરી શકે છે. ઈયળોને જૂથોમાં ખોરાક લેતા જોઈ શકાય છે. ઈયળો દ્વારા ઉત્સર્જિત (ફ્રાસ) દ્રવ્ય જોઈ શકાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

રસાયણો વિના જીવાતને નિયંત્રિત કરવા માટે, અસરગ્રસ્ત છોડ પરથી ઈયળને દૂર કરવી એ એક વિકલ્પ છે. તે માટે તેમને સીધો સ્પર્શ કર્યા વિના, ટ્વીઝર્સની જોડી અથવા ટેપના ટુકડાનો ઉપયોગ કરવો જોઈએ. પુખ્ત ફૂદાંને ફસાવી અને એકત્રિત કરવા માટે ચળકતા છટકાં પણ લગાવી શકાય છે. જંતુને અસરકારક રીતે નિયંત્રિત કરવા માટે પ્રતિ હેકટર લગભગ 5 ચળકતા છટકાં લગાવી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

તમારી ચોક્કસ પરિસ્થિતિ માટે યોગ્ય જંતુનાશક પસંદ કરો, લેબલ પર લખેલ સૂચનાઓનું કાળજીપૂર્વક અનુસરણ કરો, અને જ્યારે તેને લાગુ કરો ત્યારે રક્ષણાત્મક કપડાં અને હાથમોજા પહેરો. મોટા પ્રમાણમાં ઉપદ્રવ હોય ત્યારે જ છંટકાવ કરો. જંતુને નિયંત્રિત કરવા માટે કાર્બેરિલ, ડાયક્લોરવોસ અને એન્ડોસલ્ફનની જાણ થઈ છે.

તે શાના કારણે થયું?

વાદળી-પટ્ટાયુક્ત જંતુને કારણે નુકસાન થાય છે. તેઓ મોટે ભાગે ઉષ્ણકટિબંધીય હોય છે અને સમગ્ર વર્ષ દરમિયાન હાજર હોઈ શકે છે. આ ફૂદાં તેમના જીવન ચક્રના દરમિયાન ઘણા તબક્કાઓમાંથી પસાર થાય છે. જે છોડના પાંદડા પર મુકવામાં આવતા ઇંડાથી શરૂ થાય છે. એકવાર ઇંડામાંથી બહાર આવ્યા પછી, યુવાન ઈયળ પાંદડાને ખાવાનું શરૂ કરે છે. વિકાસના તબક્કાઓ દરમિયાન, તેઓ તેમની ચામડીને ઘણી વખત દૂર કરે છે અને પછી નવી ચામડી ધારણ કરે છે. આખરે, તેઓ પોતાની આસપાસ કુકુન બનાવે છે અને તેમાં વિકાસ પામે છે. થોડા સમય પછી, પુખ્ત ફૂદાં કુકુનમાંથી બહાર આવે છે અને ફરીથી નવા ચક્રની શરૂઆત કરે છે. આ જંતુની ઈયળ પર ત્રણ આછા વાદળી રંગના પટ્ટાઓ સાથે લીલા રંગની હોય છે અને 3-4 સે.મી. લંબાઈ ધરાવે છે. આ કુકુન રેશમથી ઢંકાયેલ સખત પેપરના મોટા બીજ જેવું લાગે છે. નર અને માદા બંને ફૂદાં સમાન રંગના હોય છે. તે પીળાશ પડતા લીલા રંગનું માથું, લાલાશ પડતા કથ્થાઈ રંગનું શરીર, ઘેરા લાલ-કથ્થાઈ રંગના પગ અને પાંખની બહારની કિનારી કથ્થાઈ રંગની હોય છે.


નિવારક પગલાં

  • શરૂઆતમાં ઉપદ્રવ એક જ વિસ્તાર પૂરતો મર્યાદિત હોય છે.
  • ઈયળને હાથથી એકત્રિત કરી તેનો નાશ કરી શકાય છે.
  • તે જ વિસ્તારમાં કુકુનની હાજરી તપાસો અને તેનો પણ નાશ કરો.
  • થડ પર, પાંદડા પર અને જમીન પર તપાસ કરો.
  • સામાન્ય રીતે કુકુન એકબીજાની બાજુમાં હોય છે.
  • સ્વચ્છ, માન્યતા પ્રાપ્ત સપ્લાયર્સ અને પાક માટે પ્રમાણિત સામગ્રી ખરીદો.
  • ઇંડા અથવા લાર્વાથી દૂષિત છોડની સામગ્રી દ્વારા જંતુઓ નવી જગ્યાએ ફેલાઈ શકે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો