ભીંડો

ટ્રાંસવર્સ ફૂદાં

Xanthodes transversa

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • ચવાઈ ગયેલા પાંદડા.

માં પણ મળી શકે છે

1 પાક

ભીંડો

લક્ષણો

ઈયળ પાંદડાને ખાય છે જેના કારણે પાનખર જેવું લાગે છે. તે પાંદડાને ખાતી હોવાના કારણે પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં ખલેલ પડે છે જેના પરિણામે પાકના વિકાસ અને ઉત્પાદન પર નકારાત્મક અસર થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આ સૂક્ષ્મ જંતુઓ માટે જૈવિક નિયંત્રણ અસ્તિત્વમાં નથી. જો જરૂર હોય તો તેને હાથથી દૂર કરો.

રાસાયણિક નિયંત્રણ

જો પાક વિકાસના પ્રારંભિક તબક્કે મોટા પ્રમાણમાં ઈયળો જોવા મળે તો નુકસાનને રોકવા માટે કાર્યવાહી કરવી જરૂરી બની શકે છે. નુકસાનના સંકેતો જોતાંવેંત જ ઝડપથી કાર્યવાહી કરવી જોઈએ. મોટા ખેતરોમાં નિકાસ માટે ઉગાડવામાં આવતા ભીંડાના પાકમાં, પ્રારંભિક તબક્કે મોટા પ્રમાણમાં જોવા મળતી ઈયળો આર્થિક નુકસાન પહોંચાડે છે. કયા ઉત્પાદનોનો ઉપયોગ કરવો તે અંગે સલાહ માટે તમારે કૃષિ નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ, અને જંતુનાશકોનો ઉપયોગ કરતી વખતે તેને લગતા નિયમોનું પાલન કરવાની ખાતરી કરવી જોઈએ.

તે શાના કારણે થયું?

ઝેન્થોડ્સ ટ્રાંસવર્સ ફુદાંના કારણે નુકસાન નિર્માણ છે. આર્થિક રીતે મહત્વપૂર્ણ એવા ઘણા પાકને તે ખાય જાય છે જેમાં મોટાભાગના માલ્વાસી પરિવારના છોડ છે. માદા એક સમયે માત્ર એક ઈંડાના પ્રમાણે પાંદડાની નીચેની બાજુએ ઈંડા મૂકે છે. એક અઠવાડિયા પછી ઇંડામાંથી નાની ઈયળ બહાર આવે છે. સંપૂર્ણ રીતે વિકસિત ઈયળ ઘેરા લીલો રંગની હોય છે અને શરીરની લંબાઈ સાથે ચોખ્ખી પીળા રંગની પટ્ટી ધરાવે છે, જેની બંને બાજુએ ઘોડાના નાળ જેવા કાળા રંગના નિશાન હોય છે. પછીના તબક્કાઓમાં ઈયળ કંઈક અલગ રંગની હોય છે. યુવાન લાર્વા દોરા જેવા હોય છે અને ખુબ જ ફરતા રહે છે. તેઓ પાંદડાની નીચેની સપાટીએ ખાય છે અને ત્યાં તેમને જોઈ શકાય પણ છે. ઈયળો જમીનમાં વિકાસ કરે છે અને થોડા અઠવાડિયા પછી ફૂદાં તરીકે ઉભરી આવે છે. પુખ્ત ફૂદું પીળા રંગનું હોય છે, અને આગળની બંને પાંખો પર કથ્થઈ રંગની ત્રણ તીર જેવી રેખાઓ ધરાવે છે. આ જંતુ માટે ગરમ અને ભેજવાળું હવામાન અનુકૂળ રહે છે. તેનાથી ખુબ મોટું નુકશાન ન થતું હોવા છતાં પણ તે પાક માટે હાનિકારક છે.


નિવારક પગલાં

  • ઈયળોને શોધી હાથમોજાનો ઉપયોગ કરી તેને દૂર કરો.
  • તે વિશિષ્ટ પ્રકારની ભાતો ધરાવતી હોવાથી તેને શોધવું ખુબ જ સરળ છે.
  • ઈયળો નિંદણમાં છુપાઈ અને ટકી શકે છે તેથી તમારા છોડને નીંદણથી મુક્ત રાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો