દ્રાક્ષ

કાળી વાઇન મસી

Retithrips syriacus

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા અને ફળો પર ચાંદી જેવા રંગનાં ડાઘ.
  • પાંદડા પર રાખોડી અને ચળકતા કાળા ટપકાં (જંતુઓના મળમૂત્ર).

માં પણ મળી શકે છે


દ્રાક્ષ

લક્ષણો

મસી યજમાનના પાંદડામાંથી રસ ચૂસે છે, જેના કારણે પર્ણસમૂહ સુકાઈ જાય છે. પાંદડા પર સ્ટાઈલ્સના દાખલ થવાને કારણે ચાંદી જેવા રંગનાં ડાઘ દેખાય છે. પોષણ લેવાની જગ્યાઓ પર, ફળ ભૂખરા થઈ જાય છે. જ્યારે ઉપદ્રવ વધુ માત્રામાં હોય છે, ત્યારે ફળ કદરૂપું બને છે અને સામાન્ય રીતે વિકાસ કરવામાં નિષ્ફળ જાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

જીઓકોરિસ ઓક્રોપ્ટેરસ અને મેટાસીયુલસ ઓક્સિડેન્ટાલિસ (શિકારી) જેવા કુદરતી દુશ્મનોને સાથે રાખો. શિકારી મસી, નાની પાંખો વાળી લીલી મસી, નાના શિકારી જીવડાં અને કેટલીક ફાયટોસીડ જીવાત છોડને ખોરાક આપતી મસીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવારો સાથે હંમેશા નિવારક પગલાં સાથે સંકલિત અભિગમનો વિચાર કરો. મસીને જંતુનાશકો વડે અસરકારક રીતે નિયંત્રિત કરવી મુશ્કેલ હોઈ શકે છે. મુખ્યત્વે તેમની ગતિશીલતા, ખોરાક આપવાની વર્તણૂક અને સંરક્ષિત ઇંડા અને પ્યુપલ તબક્કાઓ (જંતુઓના વિકાસમાં લાર્વા અને પુખ્ત તબક્કા વચ્ચે અવતો જીવનનો તબક્કો - તે સંપૂર્ણ મેટામોર્ફોસિસ દર્શાવે છે) અસરકરતા પરિબળો છે. વિશ્વના એક અથવા વધુ ભાગોમાં નીચેના જંતુનાશકોનો ઉપયોગ થાય છે: ડાયમેથોએટ અને બાયફેન્થ્રિન. સ્પિનોસાડ આધારિત ઉત્પાદનોને કાર્બનિક નિયંત્રણ સાધનો ગણવામાં આવે છે. હંમેશા, જંતુ વ્યવસ્થાપન પર પ્રાદેશિક નિયંત્રણનું પાલન કરો.

તે શાના કારણે થયું?

છોડમાંથી નીકળતા સફેદ પ્રવાહી પર નભતી પુખ્ત વયની મસી અને લાર્વા (યુવાન મસી), બંનેને કારણે નુકસાન થાય છે. મસી ઇંડામાંથી બહાર આવે છે અને સક્રિય રીતે ખોરાક આપતા લાર્વા બે તબક્કાઓમાંથી વિકાસ પામે છે. પુખ્ત માદા આશરે 1.4 થી 1.5 મીમી લાંબી હોય છે અને નર 1.3 મીમી હોય છે. તે ઘાટાથી કાળાશ પડતા ભૂરા રંગની પ્રજાતિ છે. બહાર નીકળેલા લાર્વા લગભગ તરત જ (સામાન્ય રીતે જૂથોમાં) ખોરાક આપવાનું શરૂ કરે છે. નવા ઉભરેલી પુખ્ત મસી આછા-લાલ રંગની હોય છે. મસી પાંદડાની નીચેની સપાટીથી ખોરાક મેળવે છે, પરંતુ જ્યારે ઉપદ્રવ ભારે હોય છે, ત્યારે ઉપરની સપાટી પર પણ ખાસ કરીને ઠંડા મહિનાઓમાં હુમલો કરે છે. ગરમ સ્થિતિમાં, ઇંડાથી પુખ્ત થવા સુધીનું જીવન ચક્ર ૨ અઠવાડિયા જેટલા ટૂંકા સમયમાં પૂર્ણ થઈ શકે છે.


નિવારક પગલાં

  • સંવેદનશીલ છોડ વાવવાનું ટાળો.
  • મસીની વસ્તીનું નિયમિત અને સમયાંતરે નિરીક્ષણ કરતા રહો અને નજીકના પેસ્ટ મસીના વૈકલ્પિક યજમાન નીંદણને નિયંત્રિત કરો.
  • જે-તે જમીનની પરિસ્થિતિઓમાં સારી રીતે અનુકૂળ હોય તેવા જ છોડ ઉગાડો.
  • છોડને ટકાવી રાખવા અને મસીથી થતાં નુકસાન પ્રત્યે તેમની અનુકુળતા વધારવા માટે યોગ્ય સંભાળ પૂરી પાડો.
  • છોડને સારી રીતે પાણી આપતા રહો, અને મસીનાં વસ્તી વધારાને પ્રોત્સાહન આપતાં નાઈટ્રોજન ખાતરનો વધુ પડતો ઉપયોગ ટાળો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો