કાસાવા

કાસાવામાં ગુમડાં નિર્માણ કરતી સૂક્ષ્મ માખી

Jatrophobia brasiliensis

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાં પર ગુમડાંની રચના.

માં પણ મળી શકે છે

1 પાક
કાસાવા

કાસાવા

લક્ષણો

લાર્વાની ખોરાક લેવાની પ્રક્રિયાના કારણે છોડ પર ગુમડાં રચાય છે. મોટે ભાગે ગુમડાં પાંદડાની ઉપરની બાજુ પર, જ્યાં માખીઓ તેના ઇંડા મૂકે છે, ત્યાં જોવા મળે છે, અને ક્યારેક કળીઓ અને ડાળીઓ પર પણ જોવા મળે છે. આ ગુમડાં પીળાશ પડતા લીલા રંગના અને શંકુ આકારના હોય છે. જ્યારે ગુમડા ફાટે છે ત્યારે તેમાં લાર્વા અથવા લાર્વા વિહીન નળાકાર બોગદા જોવા મળે છે. જો પાંદડાની નીચેથી ગુમડાંનું અવલોકન કરવામાં આવે, તો એક નાનું કાણું જોઈ શકાય છે કે જેમાંથી પુખ્ત વયના જંતુ બહાર આવે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

નિરીક્ષણ કરવા માટે અથવા સમાગમ માં વિક્ષેપ પાડવા માટે રંગીન ફાંસાનો ઉપયોગ કરો.

રાસાયણિક નિયંત્રણ

હંમેશા પ્રતિબંધક પગલાં સાથે ઉપલબ્ધ જૈવિક સારવારયુક્ત સંકલિત અભિગમનો ઉપયોગ કરવો.

તે શાના કારણે થયું?

જેટ્રોફોબિયા બ્રાઝિલિનસિસને કારણે નુકસાન થાય છે. આ માખી એક નાના કદના ઉડતા જંતુઓ છે, જે પાંદડાની સપાટી પર તેમના ઇંડા મૂકે છે. જ્યારે ઇંડા સેવાય જાય ત્યારે તેમાંથી નીકળતા લાર્વા કોષની અસામાન્ય વૃદ્ધિ કરે છે, જેના કારણે પાંદડાની ઉપરની સપાટી પર ગુમડા રચાય છે.


નિવારક પગલાં

  • જ્યાં શક્ય હોય ત્યાં સૂકી જગ્યાએ વાવેતર કરો.
  • ખેતર ખુલ્લી જગ્યાએ તૈયાર કરો અને પૂરતાં હવાઉજાસ મળી રહે, તે માટે છોડ વચ્ચે પૂરતું અંતર રાખો.
  • છોડની નીચે અને આસપાસમાં રહેલ નીંદણનું નિયંત્રણ કરો.
  • ખેતરોમાંથી ખરી પડેલ પાંદડા દૂર કરો અને તેને બાળી અથવા તો દાટી દો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો