Helopeltis sp.
જંતુ
જામફળની સપાટી પર કાટ જેવા ટપકાં અને કાળા રંગના ગુમડા તરીકે લક્ષણો જોવા મળે છે. ખવાઈ ગયેલ ભાગ માંથી રેઝિન નીકળે છે. પાંદડા અને અંકુર કથ્થાઈ રંગના થઈ જાય છે. ઉપદ્રવ વધુ હોય તો ફળ ખરી શકે છે. ચા ના પાકમાં આ લક્ષણો સૌથી મૂલ્યવાન ભાગ - કુમળા અંકુર પર જોવા મળે છે. સૌથી કુમળા નવા પાંદડા અને કોમળ ડાળીઓ પર ઘેરા કથ્થાઈ રંગના નાના ટપકાં દેખાય છે. તાજા જ બનેલા ટપકાંના કેન્દ્ર માંથી ભેજ બહાર નીકળતો દેખાય છે અને સુકાઈ જતાં તે કાળા રંગના બની જાય છે. નુકશાન પામેલ ટપકાની આસપાસની પેશીઓ નાશ પામે છે અને સમય જતાં વધુ ઘાટા રંગના બની જાય છે. પાંદડા વાંકળિયા અને વિકૃત બની જાય છે. વિકાસ પામતી પેશીઓને નુકસાન થવાથી ફળમાં નવા ગરનો વિકાસ થતો નથી. ગંભીર હુમલો થયો હોય તો અંકુર સંપૂર્ણ રીતે સુકાઈ જાય છે અને નાશ પામે છે. ગંભીર રીતે નુકસાન પામેલા છોડ પર ડાળીઓ સડી જાય છે.
જૈવિક નિયંત્રણ સાથે ખેતીની યોગ્ય પદ્ધતિઓનું પણ ધ્યાન રાખો. પહેલા લીમડાના ઉત્પાદનોનો ઉપયોગ કરો, અને જો જરૂરી જણાય તો જ રસાયણોનો ઉપયોગ કરો. મહત્તમ અસરકારક સારવાર માટે હવામાનની આગાહી મુજબનો સમયગાળો ધ્યાનમાં રાખો. સ્થાનિક રીતે ઉપલબ્ધ એવા કુદરતી દુશ્મનો તપાસો કે જે નુકશાનકારક જીવાતોની વસ્તી ઘટાડવામાં મદદ કરી શકે છે.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા નિવારક પગલાં અને જૈવિક સારવાર સાથેનો સંકલિત અભિગમ લેવાનું વિચાર કરો. જંતુઓમાં સારવાર સામે પ્રતિકારક્ષમતા નિર્માણ ન થાય તે માટે રાસાયણિક સારવારમાં ફેરબદલી કરો. કુદરતી દુશ્મનોને સાચવે એવા જંતુનાશકોની પસંદગી કરો. નુકસાન ઓછું થાય તે માટે ફૂલો આવ્યા બાદ દર 2 અઠવાડિયે છંટકાવ કરો. છંટકાવ સાંજે કરો કે જ્યારે જંતુઓ સૌથી વધુ સક્રિય હોય છે. જ્યાં જંતુઓ છુપાયેલા હોય તેવા છોડના છાંયડાવાળા વચ્ચેના ભાગને ખાસ ધ્યાનમાં રાખો. લણણીના 7-10 દિવસ પહેલા છંટકાવ બંધ કરો.
આ મચ્છર જેવા કીડાં ખુબ નાના કદના જંતુઓ છે જે લગભગ 1.5 સેમી લંબાઈ ધરાવે છે, કાળા રંગની પાંખો અને એન્ટેના ધરાવે છે તથા લાલ, કાળા અને સફેદ એવો મિશ્ર રંગ ધરાવે છે. માદા જંતુ કુમળા અંકુર, કળીઓ અને પાંદડાની પેશીઓમાં લગભગ 500 સોસેજ આકારના ઇંડા મૂકે છે. વિકાસ પામતાં બાળ જંતુઓ રુવાંટીવાળી કીડીઓ જેવા, પીળા રંગના દેખાય છે. પુખ્ત અને બાળ એમ બંને તબક્કે જંતુઓ કોમળ કળીઓ, કુમળા પાંદડા, નરમ ડાળીઓ અને ફળોમાંથી રસ ચૂસે છે. તેઓ છાંયડાવળી જગ્યાઓ કે જ્યાં ભેજનું પ્રમાણ વધુ હોય તેવો વિસ્તાર પસંદ કરે છે અને વહેલી સવારે અને સાંજે સૌથી વધુ સક્રિય હોય છે. કુમળા અંકુર અને ફળોનો યોગ્ય વિકાસ થતો નથી અને તેથી ઉપજને નુકસાન થાય છે. આ જંતુઓ મચ્છર સાથે સામ્યતા ધરાવતા હોવાથી આવું નામ પડ્યું છે.