તુવેર અને મસૂર

કાઉબગ

Membracidae

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • થડ પર બુચ જેવો ભાગ.
  • કરમાયેલ છોડ.

માં પણ મળી શકે છે


તુવેર અને મસૂર

લક્ષણો

જંતુ છોડના સત્વને ચૂસતાં હોવાથી થડ પર બુચ જેવા ચિન્હની રચના થાય છે. થડ પર ખોરાક લેવાના કારણે નિર્માણ થતાં નિશાન જોઈ શકાય છે. જો ગંભીર અસર હોય તો અસરગ્રસ્ત ભાગ સુકાય છે અને પાંદડાં ખરી પડે છે. છોડ કરમાયેલ દેખાય છે અને તેનું જોમ ઘટે છે. જંતુઓ દ્વારા છોડના સત્વને ચૂસવાથી અને તેની લાળ દ્વારા કોષોમાં દાખલ થતાં ઝેરના ઇન્જેક્શનને કારણે પાંદડામાં વિકૃતિ જોવા મળે છે. આ ઉપરાંત, છોડના ભાગો પર જ્યાં કાઉબગના ખોરાકના કારણે મધ જેવું દ્રવ્ય નીકળે છે ત્યાં રેસાવાળું આવરણ, કેપ્નોડિયમ એસપીપી., નો વિકાસ થાય છે જે પાંદડાઓની ગુણવત્તા ઓછી કરે છે. સામાન્ય રીતે કીડાં લીલી કુમળી ડાળીમાંથી સત્વ ચૂસે છે. ભારે ઉપદ્રવના કારણે બુચ જેવી વિકૃતિ નિર્માણ થાય છે જેનાથી છોડ કરમાય છે અને તેનું જોમ ઓછું થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

શિકારીઓ કાઉબગના ઇંડાને મારી શકે છે. આજદિન સુધી, અમને આ જંતુ સામે કોઈપણ જૈવિક નિયંત્રણ પદ્ધતિ ખબર નથી. આ રોગ ઘટાડવા કે તેના લક્ષણો ઘટાડવા માટે તમે જો કોઇ સફળ પદ્ધતિ જાણતા હોવ, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જંતુની વસ્તીનું નિયંત્રણ કરવા માટે 2 મિલી / લિ ના દરે પાણીમાં બનાવેલ ડાયમેથોઈટનો ઉપયોગ થાય છે.

તે શાના કારણે થયું?

ઓટીનોટસ ઓનરટસ અને ઑક્સિરચીસ ટેરેંડસ સહિતના, મેમબ્રેસિડ પરિવારના બાળ અને પુખ્ત વયના કીડાંના કારણે નુકસાન થાય છે. આ જંતુઓ માટેના અન્ય નામ ટ્રીહોપર્સ અથવા કાંટાવાળા કીડા છે. રાખોડી-કથ્થઈ રંગના આ પાંખોવાળા કીડાં 7 મીમી લાંબાઈ ધરાવે છે, છાતી પર કાટાં જેવો ભાગ ધરાવે છે. થડ અથવા ડાળીઓ પર માદા અનિયમિત ઝૂમખામાં ઇંડા મૂકે છે. તેઓ કીડીઓ સાથે પરસ્પર સંબંધમાં રહે છે. બાળ કીડાં મધ જેવું દ્રવ્ય છોડી જાય છે જેને કીડીઓ ખાય છે, જેના બદલામાં કુદરતી શિકારીઓથી કીડાંને સુરક્ષિત કરે છે. જો તાપમાન ઓછું થાય અને ભેજ વધે તો જંતુની વસ્તી વધે છે.


નિવારક પગલાં

  • ઉપદ્રવના ચિહ્નો જોવા માટે તમારા ખેતરનું નિરીક્ષણ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો