દ્રાક્ષ

કોકચેફર (કલગીવાળા) કિડા

Melolontha melolontha

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા કરમાઈ અને પીળા રંગના બને છે.
  • મૂળમાં નુકસાન.
  • ઉપજમાં ઘટાડો.

માં પણ મળી શકે છે


દ્રાક્ષ

લક્ષણો

નાના જંતુઓ મૂળતંતુને નુકસાન પહોંચાડે છે, જેથી છોડ નબળો પડે છે અને વેલની છત્ર પીળી પડી જાય છે. કેટલાંક મૂળ ફાટી જાય છે અને દ્રાક્ષના વેલાનો સંપૂર્ણ વિનાશ થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

મોલ્સ, ચામાચીડિયા, કોયલો, લક્કડખોદ, ચકલી, ગ્રાઉન્ડ બીટલ્સ, મોટી માખીઓ અને કાળી માખી જેવા કુદરતી દુશ્મનોને સાચવો જે નૈસર્ગીક શિકારી છે. બેઉવેરીએ બાસિયાના અથવા મેટાહિઝિયમ એનિસોપ્લીઆ જેવી પરોપજીવી ફૂગનો ઉપયોગ કરો. હેટરરાબ્ડીસ મેગિદિસ, જેવા સૂક્ષ્મ પરોપજીવીને જમીનમાં છોડવાથી નાના જંતુઓને મારી નાખે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. તમારી દ્રાક્ષની વાડીમાં 400 મિલી 50% ઇસી માલાથિયનને 600-800 લીટર પાણી / એકર ના દરે લાગુ કરો.

તે શાના કારણે થયું?

મેલોલોન્થા મેલોલોન્થાના પુખ્ત કીડાઓના કારણે નુકસાન થાય છે. તેઓ ઘેરા રંગના માથા સાથે કથ્થઈ રંગના હોય છે. માદા ફૂદાં જમીનની સપાટીથી 10-20 સે.મી. ઊંડાઈએ તેના ઇંડા મૂકે છે. લાર્વા પીળાશ પડતાં, અર્ધપારદર્શક અને લગભગ 5 મીમી લાંબા હોય છે. સંપૂર્ણ વિકાસ પામેલ કિડાં મજબૂત જડબાં ધરાવે છે. તેમનું માથું પીળુ હોય છે અને સફેદ રંગનું, 'સી' આકારનું માંસલ શરીર ધરાવે છે. લાર્વા વિપરીત પરિસ્થિતિમાં નાના જંતુ તરીકે માટીમાં પડી રહે છે અને છોડના મૂળને ખાય છે. તેમનું જીવનચક્ર લગભગ 3-4 વર્ષ ચાલે છે. ત્રીજી પેઢીના લાર્વાને સૌથી વધુ ખોરાક જોઇએ છે, જે છોડને ભારે નુકસાન પહોંચાડે છે. મૂળને ખાવામાં આવે છે અને તેનામાં કાણાં પાડે છે, જેનાથી છોડના ઉપલા ભાગનો નાશ થાય છે. પુખ્ત ફૂદાં દિવસ દરમિયાન આરામ કરે છે અને સાંજ પડતાં તેમની ખોરાક માટે પોતાની જગ્યાએ જાય છે.


નિવારક પગલાં

  • ફૂદાં અને જંતુઓના ખોરાક લેવાથી થતું નુકશાન જોવા માટે અઠવાડિયામાં બે વાર તમારા પાકનું અવલોકન કરો.
  • જો કોકચેફરની સંખ્યા પ્રમાણમાં ઓછી હોય, તો તેને હાથથી દૂર કરી સાબુવાળા પાણીથી ભરેલી ડોલમાં મૂકો.
  • પુખ્ત ફૂદાંને દૂર રાખવા માટે તમારી દ્રાક્ષની આસપાસ જાળી જેવા અવરોધો મૂકો.
  • પ્રકાશયુક્ત છટકાં ગોઠવો જે તેમને મોટી સંખ્યામાં આકર્ષિત કરે છે.
  • જમીનમાં ઊંડી ખેડ કરી જ્યાં લાર્વા નિષ્ક્રિય પડી રહેતો હોય તેવા સ્થળોને દૂર કરો.
  • લાર્વા નો ખોરાક તરીકે ઉપયોગ કરતાં પરોપજીવી અને કુદરતી શિકારીઓ માટે સાનુકૂળ વાતાવરણ નિર્માણ કરો.
  • કેટલાક ભાગોમાં, તેઓનો પણ ખોરાક તરીકે ઉપયોગ થાય છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો