દ્રાક્ષ

ગુલાબના કીડાં

Macrodactylus subspinosus

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • ફૂલો અને પાંદડાઓનો ખોરાક માટે ઉપયોગ થવાથી કાણાં જોવા મળે.
  • હાડપિંજર જેવા પાંદડા.
  • ફળને પણ નુકસાન થઈ શકે છે.

માં પણ મળી શકે છે

2 પાક
દ્રાક્ષ
ગુલાબ

દ્રાક્ષ

લક્ષણો

પાકના આધારે તેના લક્ષણો અલગ અલગ હોય છે. ગુલાબના છોડમાં તેના ફૂલોને અસર થાય છે, જેના કારણે ફૂલની પાંખડીઓમાં મોટા અનિયમિત આકારના કાણાં જોવા મળે છે. ફળાઉ વૃક્ષો પર, ખાસ કરીને દ્રાક્ષના પાંદડા ખવાઈ જાય છે, અને આખરે તે હાડપિંજર જેવા બને છે. ફળને પણ નુકસાન પહોંચી શકે છે, તેની છાલ આંશિક ઉતરી જાય છે અને તેની પર અનિયમિત આકારના છીછરા ખાડા પડે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

લાર્વાને મારવા માટે જમીનમાં પરોપજીવી નેમાટોડ ઉમેરો. જો વિપુલ પ્રમાણમાં ઉપદ્રવ હોય તો પાયરેટ્રિનની ભલામણ કરવામાં આવે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. તમારી દ્રાક્ષની વાડીમાં 400 મિલી 50% ઇસી માલાથિયનને 600-800 લીટર પાણી / એકર ના દરે લાગુ કરો. અન્ય ભલામણ કરવામાં આવેલ જંતુનાશકો તરીકે એસેફેટ, ક્લોરપાઇરીફોસ, બિફ્થ્રિન, સાયફ્લુફ્રિન અથવા ઇમિડાક્લોપ્રિડનો સમાવેશ થાય છે. મધમાખીઓને નુકસાન ન પહોંચે તે માટે ફૂલો પર છંટકાવ ન કરવો.

તે શાના કારણે થયું?

મૅક્રોર્દોક્ટિલસ સબ્સ્પિનોસના પુખ્ત કિડાં ના કારણે નુકસાન નિર્માણ થાય છે. તેઓ આછા અને ચમકદાર લીલા રંગના ફૂદાં છે, જેને માથું ઘેરા રંગનું અને 12 મીમી લાંબા પગ હોય છે. માદા કિડાં ઘાસવાળી, રેતાળ, પાણી નીતરી ગયેલ જમીનની અંદર તેના ઇંડા મૂકે છે. ઇંડા મૂકવા માટે ભીની જમીનને વધુ પસંદ કરવામાં આવે છે. લાર્વા પ્રતિકૂળ પરિસ્થિતિમાં નાના જંતુ તરીકે જમીનમાં રહે છે અને ઘાસના મૂળને ખાય છે. તે ગુલાબ, તથા દ્રાક્ષ, સફરજન, ચેરી, પીચ, નાશપતીનો અને આલુ જેવા ફળાઉ વૃક્ષોને અસર કરે છે અને રેતાળ જમીન પસંદ કરે છે.


નિવારક પગલાં

  • ફૂદાં અને જંતુઓના ખોરાક લેવાના થતું નુકશાન જોવા માટે અઠવાડિયામાં બે વાર તમારા પાકનું અવલોકન કરો.
  • જો ગુલાબી કીડાની સંખ્યા પ્રમાણમાં ઓછી હોય, તો તેને હાથથી દૂર કરી સાબુવાળા પાણીથી ભરેલી ડોલમાં મૂકો.
  • પુખ્ત ફૂદાંને દૂર રાખવા માટે તમારી દ્રાક્ષની આસપાસ કાપડ અથવા ચાસને આવરતી જાળી જેવા અવરોધો મૂકો, પરંતુ તે માટીમાં રહેતાં નાના જંતુથી રક્ષણ આપી શકતાં નથી.
  • વાડીથી થોડે દૂર ફેરોમોન યુક્ત છટકાં ગોઠવો.
  • જમીનમાં ખેડ કરી લાર્વા જ્યાં નિષ્ક્રિય પડી રહે છે તે જગ્યાઓનો નાશ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો