સફરજન

સફરજનના ફળમાં ફૂદાં

Argyresthia conjugella

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • કરચલી વાળી ફળની છાલ.
  • વિકૃત રંગના, સુકાયેલ ડાઘા.
  • નાના કદના કાણાં.

માં પણ મળી શકે છે

1 પાક

સફરજન

લક્ષણો

સફરજનના ફળો કાણાંઓ વાળા હોય છે. તેની છાલ કરચલીઓ વાળી અને થોડા વિકૃત રંગના, સુકાયેલ ડાઘ ધરાવે છે. પાછળના તબક્કામાં છાલ પર અસંખ્ય નાના છિદ્રો અને તેના પર કથ્થાઈ રંગના કણો દેખાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

જંતુની વસ્તીને નિયંત્રિત કરવા માટે બેસિલસ થુરિંગિએન્સિસ ગેલરિયાની ભલામણ કરવામાં આવે છે. સફરજનના ફૂદાંના લાર્વા પર આક્રમણ કરે તેવા ઘણાં શિકારી જંતુ હોય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ફૂદાં પરિવહન ચાલુ કરે તે પહેલા અંદરના વૃક્ષોને બચાવવા માટે ફરતે રહેલા પર છંટકાવ કરવાની આદત રાખો. ગંભીર ઉપદ્રવ હોય તો સમગ્ર વાડીમાં છંટકાવ કરવો જોઈએ. જંતુની વસ્તીને નિયંત્રિત કરવા માટે એઝિન્ફોસ-મિથાઇલ, ડિબ્લુબેનઝુરોન ધરાવતા જંતુનાશકોની ભલામણ કરવામાં આવે છે. આગામી ઋતુમાં ઉપદ્રવ ન થાય તે માટે, જમીનની ભલામણ કરેલ પાવડર અથવા 3ગ્રા(1-1.5 કીગ્રા/હે) કેબોફુરન સારવાર કરવી જોઈએ. ઉપરાંત, 15 દિવસના અંતરાલ પર બે વખત કલોરપાયરીફોસ (20ઇસી) નો છંટકાવ કરો.

તે શાના કારણે થયું?

આર્ગેર્રેસ્ટીયાના લાર્વા દ્વારા નુકસાન થાય છે. સોર્બસ એકસુપિયા (રોવાન) એ તેના માટે કુદરતી યજમાન છે પરંતુ જ્યારે તે વૃક્ષ પર ફળનું ઉત્પાદન ઓછું થાય છે ત્યારે તે સફરજનનાં વૃક્ષો પર સ્થળાંતર કરે છે. નાના કદના, કથ્થાઈ અને સફેદ પુખ્ત ફૂદાં ઉનાળામાં દેખાય છે, જ્યારે માદાઓ સફરજનના ફળ પર ઈંડા મૂકે છે. લાર્વા સીધા જ વિકાસશીલ ફળ પર કાણાં પાડે છે અને તેના પર નભે છે. લાર્વાનો સંપૂર્ણપણે વિકાસ થઇ ગયા પછી તે જમીન પડે છે, વિકાસ કરે છે અને ટકી રહે છે. ભારે વરસાદ, અને ઠંડુ તાપમાન જંતુની વસ્તી પર નકારાત્મક અસર કરે છે. મોડા પાકતી સફરજનની જાતો પર તેની અસર સૌથી વધુ થાય છે. ફળો વેચાણલાયક રહેતા નથી તેથી ઉપજમાં ગંભીર રીતે ઘટાડો થાય છે.


નિવારક પગલાં

  • તમારી વાડીનું નિયમિતપણે નિરીક્ષણ કરો.
  • 75 ફીટના અંતરે 45 / એકરના દરે ફેરોમોન છટકાં (2-ફિનાઈલ ઇથેનોલ અને એનેથોલ) ગોઠવો.
  • તેને 2-3 અઠવાડિયાના અંતરાલમાં બદલો.
  • સારી હવાઉજાસ માટે વૃક્ષની ટોચને થોડી કાપી નાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો