સફરજન

સફરજનની ડાળીઓમાં કાણાં પાડી દે એવા કીડા

Apriona cinerea

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • ડાળી પર પડેલ કાણાંમાંથી રેઝિન નીકળે છે.
  • સંક્રમિત વૃક્ષના તળિયે વિપુલ માત્રામાં (જંતુ દ્વારા ઉત્સર્જિત) ઉત્સર્જિત કચરાનો ભરાવો.
  • કરમાયેલા પાંદડા.
  • વૃક્ષનો નાશ.

માં પણ મળી શકે છે

2 પાક
સફરજન
પિઅર

સફરજન

લક્ષણો

પુખ્ત ફૂદાં અંકુરણ પામેલ છાલ પર નભે છે. ચેપગ્રસ્ત ડાળી પર, ઇંડા મુકવાના કારણે (ઓવિપોઝિશન) નિર્માણ થયેલ ડાઘ સ્પષ્ટ જોઈ શકાય છે. સામાન્ય રીતે, મોટા વૃક્ષોની દરેક ડાળી પર એક અર્ધચંદ્રાકાર આકારનો ડાઘ હોય છે. છાલ નીચે વાંકીચૂકી ગેલેરીઓ દ્વારા લાર્વાની હાજરી ઓળખી શકાય છે, અને જે પાછળથી, લાકડામાં ટનલની રચના કરે છે. કુમળા છોડમાં, કાણાં માંથી રેઝિન નીકળવું અને છાલમાં લાર્વાના કારણે ટનલ તથા મૂળમાં પણ ટનલ જોવા મળે છે. લાર્વાની વૃદ્ધિના પ્રારંભિક તબક્કામાં, ઉત્સર્જિત દ્રવ્ય નીકળતા કાણાં એકબીજાની નજીક હોય છે, પરંતુ જેમ જેમ તે પરિપક્વ થાય છે અને કદમાં વધે છે, ઉત્સર્જિત દ્રવ્ય માટે મોટા કાણાં બનાવે છે જે એકબીજાથી વધુ દૂર હોય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

સ્ટિનેનામા પ્રાવૅસસ અને હિટેરારાહેડિસ એસપીપી જેવા પરોપજીવી, અને નેપ્લેક્ટાના નેમાટોડ્સ તથા ઇલાટિડ બીટલ જેવા કુદરતી દુશ્મનોનો ઉપયોગ કરો. લાર્વા દ્વારા નિર્માણ થયેલ છિદ્રોમાં બીવરિયા બાસિયાના દાખલ કરો. લાકડાને પેક કરવા માટે આઇએસપીએમ 15 મુજબની સામગ્રીથી ઉપચાર કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. બાળ કીડાનો નાશ કરવા માટે કાણામાં 10 મિલી મોનોક્રોટોફોસ 36 ડબ્લ્યુએસસી દાખલ કરી અને તેને ભીની માટીથી ભરી દો.

તે શાના કારણે થયું?

વૃક્ષની ડાળીમાં કાણાં પડતાં બાળ અને પુખ્ત વયના કીડાના કારણે નુકસાન થાય છે, જો કે, બાળ કીડાં વધુ વિનાશક હોય છે. બાળ કીડા ઘેરા કથ્થાઈ રંગના માથા વાળા અને રંગે આછા પીળા હોય છે જયારે પુખ્ત કીડાં અસંખ્ય કાળા ખાડા સાથે આછા રાખોડી રંગના હોય છે. માદા કીડા દ્વારા પહેલેથી ખાઈને નિર્માણ કરેલ ખાડામાં, શાખાઓ અથવા મુખ્ય થડની છાલ નીચે ઈંડા મૂકવામાં આવે છે. 5-7 દિવસ પછી ઈંડામાંથી લાર્વા બહાર આવે છે અને થડની અંદર તરફ વધે છે, જેનાથી દર થોડા અંતરે કાણાં સાથે ટનલ નિર્માણ બનાવે છે, જેમાંથી ઉત્સર્જિત દ્રવ્ય (ફ્રાસ) બહાર આવે છે. લાર્વા પગ વગરના, ચીકણા, લાંબા અને નળાકાર આકારના હોય છે. કાણાં પાડતાં અન્ય જંતુની સરખામણીએ એ. સિનેરીયાને શોધવા સરળ છે, કારણ કે તે નિયમિત પણે કાણાં માંથી ઉત્સર્જિત દ્રવ્ય બહાર કાઢે છે.


નિવારક પગલાં

  • ખેતી માટે યોગ્ય પદ્ધતિ અનુસરીને બગીચાને સ્વચ્છ રાખો.
  • જંતુ માટે નિરીક્ષણ કરો અને તે વૃક્ષના થડમાં પ્રવેશે, તો તેની હયાતી ધરાવતી ડાળીઓને કાપી નાખો.
  • શેતુર જેવા યજમાન વૃક્ષો કે જેની પર જંતુ નભે છે અને પુખ્ત બને છે તેને દૂર કરો.
  • પુખ્ત વયના જંતુને પકડીને તેનો નાશ કરો.
  • કાણાંની અંદર લચકદાર વાયર નાખી લાર્વાને દૂર નાખો, તથા પેટ્રોલ વાળું રૂ કાણાં પર મૂકી તેને કાદવથી પુરી દો.
  • સ્વચ્છતાને લગતી (જેમ કે નુકસાનગ્રસ્ત અને સંક્રમિત છોડનો નાશ અથવા કાપણી) યોગ્ય ખેતીની પદ્ધતિનો ઉપયોગ કરો.
  • છટકું તરીકે ઉપયોગ કરી શકાય તેવા વૃક્ષનો ઉપયોગ.
  • ચેપગ્રસ્ત કલમની પાસે નવી રોપણી કરવી જોઈએ નહીં.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો