સફરજન

સેન જોસ-ભીંગડા

Comstockaspis perniciosa

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • ખોરાક લેવવાયેલ જગ્યાની આસપાસ સહેજ ખાડો અને લાલ કે જાંબલી રંગના ટપકાં.
  • નાના વિકૃત અને આછાં રંગના ફળ.

માં પણ મળી શકે છે

4 પાક
સફરજન
જરદાળુ
પીચ
પિઅર

સફરજન

લક્ષણો

ભીંગડાંના જંતુ શાખાઓ, પાંદડાં અને ફળો માંથી રસ ચૂસે છે. ખાવાની આવી આદતથી ફળની સપાટી પર લાલ થી જાંબલી રંગની આભા સાથે લાલ સાથે થોડો તણાવ નિર્માણ થાય છે. જોકે એક ભીંગડાંથી ખૂબ મોટા પાયે નુકસાન થતું નથી, છતાં એક માદા અને તેના સંતાન એક જ સિઝનમાં બીજા અનેક હજાર ભીંગડા પેદા કરી શકે છે. આ જંતુઓ ખાસ કરીને મોટા જૂના વૃક્ષો પર વસે છે કે જ્યાં છંટકાવ કરવો મુશ્કેલ હોય છે, પરંતુ તેના પ્રત્યે યુવાન, વૃક્ષો પણ સંવેદનશીલ હોઇ શકે છે. તેઓ મુખ્યત્વે વૃક્ષની છાલ પર રહે છે, ભીંગડા હેઠળ ટકે છે અને તેની ફાટમાં અસ્તિત્વ ધરાવતાં હોવા છતાં, વાડીમાં પ્રથમ સંકેત ફળો અને પાંદડા પર નાની લાલ ફોલ્લીઓ દ્વારા મળી શકે છે. ફળમાં નુકસાન સામાન્ય રીતે ફળના તળિયે કેન્દ્રિત થયેલ હોય છે. જો ઉપદ્રવ ઋતુની શરૂઆતમાં થાય તો, ફળ નાના અથવા વિકૃત બની શકે છે. આનાથી એકંદરે છોડમાં તાજગી, વૃદ્ધિ, અને ઉપજ માં ઘટાડો થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

સેન જોસ ભીંગડાં પર નભતાં કુદરતી દુશ્મનો જેવા કે લેડી બીટલ અથવા સાયબોસીફેલસ કેલીફોર્નીકસ દાખલ કરવા. વધુમાં, થોડા નાના ચેલસીડ્સ અને એફિલિનીડ ભમરી ભીંગડાં માટે પરોપજીવી છે. કળીઓ અંકુરીત થતાં પહેલાં અથવા તુરંત બાદ, પરંતુ ફૂલ આવતાં પહેલાં 2% બાગાયતી તેલનો ચાંટકાવ કરવો. શિકારી તરીકે એફિટિસ એસપીપી., એનકેરસીયા પેર્નિસીઓસી અને કોસીનેલા ઇંફેર્નાલીઝ ને સારા જૈવ-નિયંત્રક એજન્ટો તરીકે ઓળખવામાં આવે છે. વસંત દરમ્યાન સ્થાનિક વિસ્તારોમાં ઉપદ્રવ પામેલ વૃક્ષો પર એકવાર એનકેરસીયા પેર્નિશિયસ 2000 પરોપજીવી છોડવા જોઈએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. વિલંબિત નિષ્ક્રિય સમયગાળા દરમિયાન જંતુનાશક તથા તેલ નો છંટકાવ કરી ભારે વસતીને નિયંત્રિત કરો. જયારે તમે ફેરોમોન છટકાં પર પ્રથમ પુખ્ત જંતુ અથવા ચોંટી જાય તેવા છટકાં પર પ્રથમ બાલ કિડાં નિહાળો ત્યારે જંતુના વિકાસને અવરોધતાં જંતુવિનાશકો જેવા કે પાયરીપ્રોક્સિફેન અથવા બ્યુપ્રોફેઝીન, નીઓનીકોટીનોઇડ, ઓર્ગેનોફોસ્ફેટ અથવા સ્પીરોટેટ્રામેટ લાગુ કરવા. જો તમને સક્રિય બાલ કીડા જોવા મળે તો ત્યારબાદ 10 દિવસે ફરી છંટકાવ કરો.

તે શાના કારણે થયું?

ફળના વૃક્ષના જંતુ સેન જોસ ભીંગડાં ના કારણે નુકસાન સ્થાય છે. માદા પીળા રંગની, પાંખ વિનાની અને નરમ, ગોળાકાર હોય છે. તેઓ 1.5-2.2 મીમી લાંબી અને સમગ્ર પીઠ પર ઘેરા કાળા રંગના પટ્ટા ધરાવે છે. બાલ કીડા ઘસડાઈને ચાલતા, સફેદ ટોપી અને કાળી ટોપી એમ ત્રણ તબક્કે વધે છે. દર વર્ષે જંતુની બે પેઢી સાથે, તે લગભગ 37 દિવસમાં તેનું જીવન ચક્ર પૂર્ણ કરે છે. વસંત ઋતુમાં જ્યારે તાપમાન 51 ° ફે થી વધે ત્યારે જંતુનો વિકાસ ફરી ચાલુ થાય છે. ઠંડી દરમિયાન ટકી રહેલા બાળ જંતુ, માર્ચની મધ્યમાં સક્રિય બને છે અને એપ્રિલમાં નર બહાર આવે છે. માદા મે ના મધ્ય ભાગમાં વિકસિત થાય છે અને પ્રજનન કરે છે, તથા એક મહિનામાં 200 અને 400 ની વચ્ચે બાળ ઉત્પન્ન કરે છે. એક લાક્ષણિક જીવન ચક્ર 35-40 દિવસોમાં પૂર્ણ થાય છે, અને ફૂલ આવવાના સમયગાળા દરમિયાન જંતુઓ વિકાસ કરવાનું શરૂ કરે છે. માદા ભીંગડાં કાળી ફોલ્લીઓ સાથે ગોળાકાર, અને થોડા બહિર્ગોળ હોય છે જયારે નર સીધા રેખીય હોય છે.


નિવારક પગલાં

  • વાડીમાં સ્વચ્છતાને અગ્રીમતા આપવી જોઈએ.
  • વૈકલ્પિક યજમાનો, નીંદણ, જાતે ઉગી નીકળેલા છોડ, અને પાકના અવશેષો ને સરળતાથી દૂર કરી મોટા પ્રમાણમાં ચેપની સંભાવનાને ઘટાડી શકાય છે.
  • ભારે ઉપદ્રવ પામેલ શાખાઓને, કાપી, સળગાવી અને નાશ કરવો જોઈએ.
  • નિષ્ક્રિયતા દરમિયાન વૃક્ષોનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરી ઉપદ્રવનો સ્તર નક્કી કરવો જોઈએ.
  • શિયાળા દરમ્યાન જે વૃક્ષો પર પાંદડા ટકી રહેતા હોય તે જંતુ ની હાજરી સૂચવે છે, તેથી તેના માટે વૃક્ષોને ધ્યાનથી જુઓ.
  • નર જંતુની હાજરી નક્કી કરવા ફેરોમોન છટકાં વાપરો.
  • વૃક્ષોની ઉત્તરીય અને પૂર્વીય બાજુ પર, છ થી સાત ફૂટની ઊંચાઈએ છટકાં ગોઠવો, અને તેને અઠવાડિયે એક વાર તપાસો.
  • જંતુ ની વસ્તી ઘટાડવા અને છંટકાવની અસરકારકતા વધારવા માટે અસરગ્રસ્ત શાખાઓને કાપી નાખવી જોઈએ.
  • જ્યારે કળિયો પર લીલા રંગની સમસ્યા દેખાય ત્યારે, અને તેનો રંગ ગુલાબી થતા પહેલા, વિલંબિત નિષ્ક્રિય તેલનો છંટકાવ કરવો.
  • ઉનાળાની શરૂઆતમાં જંતુનાશકથી સારવાર કરવાથી નવા ઉછરેલ કીડાને નિયંત્રિત કરી શકાય છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો