કોબી

કોબીજ ના પાંદડાં માં જાળા બનાવતાં કીડા

Crocidolomia binotalis

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા માં કાણાં.
  • કોબીના પાંદડા અને કેન્દ્રમાં ઇયળના મળમૂત્ર.
  • આગળની પાંખો પર કાળા ટપકાં અને આછા કથ્થાઈ રંગની વાંકીચૂકી રેખાઓ સાથે, રાખોડી-કથ્થાઈ રંગના ફૂદાં.

માં પણ મળી શકે છે

2 પાક
કોબી
ફુલેવર

કોબી

લક્ષણો

પ્રારંભિક લક્ષણો તરીકે પાંદડાની આસપાસ રેશમી જાળા દેખાય છે. પાંદડા પર ખોરાક ના કારણે થતું નુકશાન દેખાય છે અને તે હાડપિંજર જેવા થઇ શકે છે. ઘણીવાર કોબીજના અંદરના પાંદડાને પણ નુકસાન થાય છે. તેઓ ફૂલની કળીઓને ખાય છે અને તેમાં કાણાં પણ પાડે છે. પાંદડા અને કોબીજ ના કેન્દ્રમાં ઈયળના મળમૂત્ર જોવા મળે છે. પાંદડાની નીચલી સપાટી પર ઇંડા જોવા મળી શકે છે. પાંદડાને નુકસાન થવાના કારણે અસરગ્રસ્ત છોડની તંદુરસ્તી બગડે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

નુકશાનની જાણ થાય કે તુરંત બેસિલસ થરિંગીન્સિસનો ઉપયોગ કરો (સાંજે લાગુ કરવું જોઈએ). કાળજીપૂર્વક છંટકાવ સાથે છોડને સંપૂર્ણપણે આવરી લો કારણ કે ઈયળ જંતુનાશક ખાઈ અને તેનો નાશ થાય તેવો આશય છે. ઇંડા બીટી પ્રત્યે સંવેદનશીલ નથી, પરંતુ નાના લાર્વા પુખ્ત કીડા કરતાં વધુ સંવેદનશીલ છે. 15 લિટર પાણીમાં એક લીટર પ્રવાહીના દરે તાજા લીમડો, લેમન ગ્રાસ, આદુ અથવા અન્ય બાગાયત જંતુનાશકોનો ઉપયોગ કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. વ્યાપકપણે અસર કરતાં જંતુનાશકો (જેમ કે પાયરેથ્રોઇડ્સ અને ઓર્ગેનોફોસ્ફેટ્સ) નો ઉપયોગ કરવાનું ટાળો કારણ કે તે કુદરતી શિકારીઓને મારી નાખશે. ફોસેલોન, ફેનોવેલેરેટ, સાયપરમેથ્રીન અથવા ડેલટેમેથ્રીન જેવા જંતુનાશકોનો છંટકાવ કરો. સમાન પ્રકારની ક્રિયા સાથે જંતુનાશકોનું પુનરાવર્તન કરશો નહીં.

તે શાના કારણે થયું?

ક્રોસડોલોમિયા બાયનોટેલિસના લાર્વાના કારણે નુકસાન થાય છે. લાર્વા રોપાઓ પર ભાગ્યે જ હુમલો કરે છે પરંતુ છોડની વૃદ્ધિના તમામ તબક્કે તે તેને ખાય છે. બાહ્ય પાંદડાની નીચેની બાજુએ 40 થી 100 ની સંખ્યામાં ઇંડા મુકવામાં આવે છે. શરૂઆતમાં તે આછા લીલા દેખાય છે, અને પછી પીળા અને ઈંડા સેવતા પહેલા કથ્થાઈ રંગના બની જાય છે. ઇંડામાંથી બહાર આવેલ ઈયળ લાર્વા લગભગ 2 મીમી લાંબા અને જ્યારે પરિપક્વ બને ત્યારે વાળ સાથે 20 મીમી સુધી વિકાસ પામે છે. પાછળના તબક્કામાં, તેઓ પાંદડા ઉપર જાડા જાળા બનાવે છે અને ઈયળ તેમને નીચે ખોરાક લે છે. સામાન્ય રીતે ફૂદાં રાત્રી દરમિયાન સક્રિય હોય છે, અને પ્રારંભિક તબક્કા થી લઈને કાપણીના સમયગાળા સુધી પાકને ચેપ લગાડી શકે છે. તે મૂળો, સરસવ, સલગમ અને અન્ય કંદમૂળને પણ નુકશાન કરી શકે છે. મળમૂત્રના શાકભાજીનો ઉપયોગ થઇ શકતો નથી.


નિવારક પગલાં

  • રોપણી માટે જંતુ-મુક્ત બીજનો જ ઉપયોગ કરો.
  • નર્સરીમાં રહેલ રોપાઓમાં ઇંડાના અને યુવાન ઈયળ છે કે નહિ તે તપાસો.
  • જો એવું જોવા મળે તો, પાંદડા દૂર કરો અથવા સંપૂર્ણ છોડનો નાશ કરો.
  • કોબીજના ચાસ વચ્ચે સાથે રહેલા પાક તરીકે રાયડો (બ્રાસિકા જુનસિયા) અથવા ચાઇનીસ કોબીજનો ઉપયોગ કરો.
  • કોબીજની રોપાણીના લગભગ 15 દિવસ પહેલાં રાયડાનો પહેલો ચાસ, અને રોપણીના 25 દિવસ બાદ બીજો ચાસ કરો.
  • જાળીનો ઉપયોગ કરીને કરીને જંતુને પ્રવેશતા અટકાવો અથવા છોડને નેટ જેવા આવરણથી ઢાંકી દો.
  • વૃદ્ધિની ઋતુ દરમિયાન સંવેદનશીલ છોડનું દરરોજ નિરીક્ષણ કરો અને જો કોઈ ઇંડા અથવા ઈયળ દેખાય તો તેને દૂર કરો.
  • છોડમાં રહેલ ઈયળ સાથેના જાળાવાળા પાંદડા દૂર કરો અને તેનો નાશ કરો.
  • કાપણી પછી પાકના અવશેષોનો તરત નાશ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો