કેરી

ગોકળગાય ઈયળના ફૂદાં

Limacodidae sp.

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • ચવાયેલ પાંદડા.
  • ઈયળની હાજરી.

માં પણ મળી શકે છે


કેરી

લક્ષણો

ગોકળગાય ઈયળ પાંદડાંને ખાઈને નુકસાન કરે છે. આ ઈયળ મોટા પ્રમાણમાં છોડની પેશીઓને ખાય છે અને ફક્ત નસો અને દાંડીઓ જ બાકી રહે છે. પરિણામે, છોડ યોગ્ય રીતે પ્રકાશસંશ્લેષણ કરી શકતો નથી, જેનાથી પાકમાં ઉપજમાં ઘટાડો થાય છે. આનો અર્થ એ છે કે અસરગ્રસ્ત છોડ પર આ ઈયળ દ્વારા નુકસાન ન થયું હોય તેના કરતા ઓછા ફળો ઉત્પન્ન થઇ શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

રસાયણો વિના જીવાતને નિયંત્રિત કરવા માટે, અસરગ્રસ્ત છોડ પરથી ઈયળને દૂર કરવી એ એક વિકલ્પ છે. તે માટે તેમને સીધો સ્પર્શ કર્યા વિના, ટ્વીઝર્સની જોડી અથવા ટેપના ટુકડાનો ઉપયોગ કરવો જોઈએ. પુખ્ત ફૂદાંને ફસાવી અને એકત્રિત કરવા માટે ચળકતા છટકાં પણ લગાવી શકાય છે. જંતુને અસરકારક રીતે નિયંત્રિત કરવા માટે પ્રતિ હેકટર લગભગ 5 ચળકતા છટકાં લગાવી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

તમારી ચોક્કસ પરિસ્થિતિ માટે યોગ્ય જંતુનાશક પસંદ કરો, લેબલ પર લખેલ સૂચનાઓનું કાળજીપૂર્વક અનુસરણ કરો, અને જ્યારે તેને લાગુ કરો ત્યારે રક્ષણાત્મક કપડાં અને હાથમોજા પહેરો. બે સક્રિય ઘટકો, કાર્બેરિલ અને ડાયક્લોરવોસ, થી સારી અસર થવાનું હોવાનું જાણવા મળ્યું છે.

તે શાના કારણે થયું?

લિમેકોડિડે પરિવારના ફૂદાંની ઈયળના કારણે નુકસાન છે. આ ઈયળ તેના ગોકળગાય જેવા દેખાવ માટે જાણીતી છે અને કુટુંબની મોટાભાગની જાતિઓના દુઃખદાયક ડંખને કારણે મનુષ્યના આરોગ્ય માટે સંભવિત સમસ્યા થઇ શકે છે. તેઓ ઉષ્ણકટિબંધ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં આખા વર્ષ દરમિયાન હાજર હોય છે. જે છોડના પાંદડા પર મુકવામાં આવતા ઇંડાથી શરૂ થાય છે. એકવાર ઇંડામાંથી બહાર આવ્યા પછી, યુવાન ઈયળ પાંદડાને ખાવાનું શરૂ કરે છે. વિકાસના તબક્કાઓ દરમિયાન, તેઓ તેમની ચામડીને ઘણી વખત દૂર કરે છે અને પછી નવી ચામડી ધારણ કરે છે. આખરે, તેઓ પોતાની આસપાસ કુકુન બનાવે છે અને તેમાં વિકાસ પામે છે. થોડા સમય પછી, પુખ્ત ફૂદાં કુકુનમાંથી બહાર આવે છે અને ફરીથી નવા ચક્રની શરૂઆત કરે છે. આ જીવાતો ના કારણે પામના પાકમાં પાનખર નિર્માણ થતું હોવાના કારણે તે ખુબ જ આર્થિક મહત્વ ધરાવે છે. પાકને નુકસાન થતું અટકાવવા અને છોડના તંદુરસ્ત વિકાસની ખાતરી કરવા માટે આ જીવાતને વહેલી તકે ઓળખવી અને નિયંત્રિત કરવી જરૂરી છે.


નિવારક પગલાં

  • ગોકળગાયની ઈયળના ઉપદ્રવને રોકવા માટે, તમારા છોડને સ્વસ્થ અને નુકસાનથી મુક્ત રાખવો જરૂરી છે.
  • વાવણી માટે ફક્ત સ્વચ્છ, માન્યતા પ્રાપ્ત સપ્લાયર્સ અને પ્રમાણિત સામગ્રીની જ ખરીદી કરો.
  • જંતુની શરૂઆતમાં જ ઓળખ થવી નિર્ણાયક છે.
  • પાંદડાઓમાં નિર્માણ થતા કાણા પર ધ્યાન રાખો, જે ઈયળની હાજરી સૂચવી શકે છે.
  • ગોકળગાયની ઈયળના જ ફૂદાં છે તેની પુષ્ટિ કરવા માટે ખેતરમાં ફૂદાં અને ઈયળને પણ શોધી કાઢો.
  • પાંદડાને આવું નુકસાન અને ઝાડનું પરથી પાંદડા અન્ય જંતુના કારણે પણ ખરી શકે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો