કેરી

કેરીના પાંદડાં માં જાળા

Orthaga euadrusalis

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પર ઉઝરડા વાળી સપાટી દેખાવી.
  • કુમળા અંકુર અને પાંદડાં જાળામાં સાથે ગૂંથાયેલ દેખાય છે.
  • પાંદડા સૂકા અને કથ્થાઈ રંગના દેખાય છે.
  • કાળા અને સફેદ પટ્ટાવાળી રેખા સાથે લીલાશ પડતા લાર્વા.

માં પણ મળી શકે છે

1 પાક

કેરી

લક્ષણો

પાંદડા પર લક્ષણો સૌથી પ્રભાવી હોય છે. લાર્વા કુમળા પાંદડાની નસો વચ્ચેની બાહ્ય સપાટી ચીરી તેના પર નભે છે. પછી તેઓ પાંદડા ખાઉધરાની જેમ નભે છે, અને ફક્ત મુખ્ય અને બાકીની નસ રહી જાય છે. જેનાથી સૂકા, ગુંથાયેલ અને નબળા પાંદડાના ઝુમખા પરિણામે છે. ગંભીર ઉપદ્રવમાં, અંકુર શુષ્ક બની જાય છે, જેથી પ્રકાશસંશ્લેષણની ક્રિયા મંદ થાય છે. અસરગ્રસ્ત વૃક્ષો નાદુરસ્ત દેખાય છે અને તેના કથ્થઈ, સૂકાયેલ અને પાંદડાના સમૂહના કારણે સરળતાથી ઓળખી શકાય છે. પુષ્પદંડની રચનાને અસર થાય છે જેથી બાદમાં ફૂલ અને ફળ આવવાની પ્રક્રિયા ને અસર થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

પાંદડાંમાં જાળા નિર્માણ કરતાં કીડાં માટે બ્રેચીમરીયા લેસસ, હોરમિયસ એસપી. પેડિઓબીયસ બ્રૂસીસીદા જેવા પરોપજીવી અને કેરબિડ ફૂદાં અને રેડુવિદ કીડા જેવા કુદરતી શિકારીનો ઉપયોગ કરવો. વધુ ભેજના સમયગાળા દરમિયાન બ્યુવેરીયા બેસીયાના ના બે અથવા ત્રણ વખત છંટકાવ કરવો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. કવિનેલફોસ(0.005%) ના 15 દિવસના અંતરાલમાં ત્રણ છંટકાવની ભલામણ કરવામાં આવે છે. લામડા-સાયહેલોથરીન 5 ઇસી (2મિલી/લિટર પાણી) અથવા કલોસોપાયરીફોસ (2 મિલી /લી), એસિફેટ (1.5 ગ્રા / લી) પર આધારિત રસાયણોનો છંટકાવ કરો.

તે શાના કારણે થયું?

ઓર્થેગા યુએદ્રૂસેલીસ ના લાર્વાના કારણે નુકસાન થાય છે. માદા ફૂદાં કેરીના પાંદડાં પર પીળાશ પડતાં નીરસ લીલા રંગના ઈંડા મૂકે છે, જે સામાન્ય રીતે એક અઠવાડિયાની અંદર સેવાય છે. હવામાન પરિસ્થિતિઓ પર આધાર રાખીને, મોટા ભાગે પાંચ લાર્વાના તબક્કા હોવાથી, લાર્વાનો સમયગાળો 15 થી 30 દિવસ વચ્ચે અલગ અલગ હોય છે. છેલ્લા તબક્કા પછી, લાર્વા જાળામાં વિકસે છે, એક આંચકા સાથે જમીન પર પડે છે, અને જમીનમાં આગળની પ્રક્રિયા ચાલુ રાખે છે. તાપમાન પર આધાર રાખીને, વિકાસનો સમયગાળો જુદો જુદો 5 અને 15 દિવસની વચ્ચેનો હોઈ શકે છે. સામાન્ય અંતર વાળી અને વ્યવસ્થિત રીતે ટોચનું આયોજન કરેલ વાડી કરતાં ગીચ વાવેતરવાળી વાડીમાં રોગના ઉપદ્રવનો દર વધુ હોય છે. સામાન્ય રીતે જંતુનો ઉપદ્રવ એપ્રિલના મહિનાથી શરૂ થાય છે અને ડિસેમ્બર સુધી ચાલુ રહે છે. ભેજના સાપેક્ષ પ્રમાણનું પાંદડાંમાં જાળા નિર્માણ કરતાં કીડાંની વસ્તી સાથે નોંધપાત્ર સંબંધ છે.


નિવારક પગલાં

  • મહિનામાં એક વાર વાડીનું નિરીક્ષણ કરો.
  • ઉપદ્રવ પામેલ અંકુર યાંત્રિક રીતે દૂર કરો અને બાળી દો.
  • જાળામાં ગૂંથાયેલ ચેપગ્રસ્ત પાંદડા દૂર કરવા વૃક્ષોના આધારની આસપાસ માટીમાં દાંતી મારો.
  • વૃક્ષની ટોચ બધી બાજુ એથી ખુલ્લી રહે તે રીતે ગાઢ વાડીની કાપણી કરો, જેથી પર્યાપ્ત માત્રા માં હવા અને સૂર્યપ્રકાશ મળે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો