કપાસ

પહોળા નાકવાળા વંદા

Myllocerus sp.

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાની ખવાઈ ગયેલ કિનારીઓ.
  • છોડનો રૂંધાયેલો વિકાસ.
  • બધા વંદાની પાંખ અને પુખ્ત વંદાના માથા પર આછા ભૂખરા રંગનું આવરણ.

માં પણ મળી શકે છે


કપાસ

લક્ષણો

આ વંદાના ઉપદ્રવના કારણે દેખાતા પ્રથમ લક્ષણોમાં ખવાઈ ગયેલી પાંદડાની કિનારીનો સમાવેશ થાય છે. પુખ્ત વંદા નવા છોડના માર્જિનને ખાઈ અંદરની તરફ આગળ વધવાનું પસંદ કરે છે. ગંભીર રીતે સંક્રમિત પાંદડાઓને તે સંપૂર્ણપણે ખાઈ જાય છે. તંદુરસ્ત છોડ આ નુકસાન છતાં પણ સાજા થઇ જાય છે, પરંતુ યુવાન રોપાઓ ફૂલ આવવાના સમયે મરી જાય છે. ગંભીર ઉપદ્રવ છોડના વિકાસને પ્રતિબંધિત કરી શકે છે. અસરગ્રસ્ત છોડને સરળતાથી ખેંચીને દૂર શકાય તેવો નબળો બને છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

તમારી જમીનને બેસિલસ થ્યુરિંગિએન્સીસ એસએસપી ટેનેબિઓનિસ (Bacillus thuringiensis ssp tenebrionis) (બીટીટી) @ ૨.૫ મિલિગ્રામ/લિટરથી પલાડી દો. આ બેક્ટેરિયાનો ઉપયોગ મૂળ પલાળવાની પદ્ધતિમાં પણ થઈ શકે છે. તમારા છોડના મૂળને બીટીટીના દ્રાવણમાં ડુબાડો અને જમીનમાં રોપતા પહેલા હવાથી તેને સૂકાવા દો. લાર્વાનો મૃત્યુદર ભેજ અને તાપમાન પર આધાર રાખે છે. છેલ્લી વખત જમીન ખોદતી વખતે ૫૦૦ કિગ્રા/હેક્ટરના પ્રમાણે લીમડાની કેક ખેતરમાં નાખો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલા સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. આ વંદાઓના વ્યવસ્થાપનમાં રસાયણિક ઉપાયોને મર્યાદિત સફળતા મળી છે. કેમ કે ઇંડા, લાર્વા અને પુખ્ત વંદા જમીનમાં વસે છે. પુખ્ત વંદાનો ઉપાય કરવો પણ અઘરો છે કારણ કે તેઓ ઉડી શકે છે અને છુપાઈને બચી શકે છે. રસાયણિક ઉપાયોના પ્રતિકારના વિકાસ સાથે સમસ્યાઓ પણ ઊભી થાય છે. તમે વાવણીના ૨૦ દિવસ પછી, ક્વિનાલ્ફોસ અથવા ક્લોરપાયરિફોસનો છંટકાવ કરી શકો છો અથવા રેતી સાથે ફોરેટ કે કાર્બેરિલ(carbaryl)નું દાણાદાર મિશ્રણ ખેતરમાં નાખી શકો છો.

તે શાના કારણે થયું?

પુખ્ત અને યુવાન Myllocerus spp સરખા લક્ષણો ધરાવે છે. પુખ્ત વંદા નાના અને આછા ભૂખરા રંગના હોય છે, તેમની પાંખોના આવરણ પર અને માથા પર ઘાટી પેટર્ન હોય છે. માદા વંદા ૨૪ દિવસના સમયગાળામાં જમીનના સરેરાશ ૩૬૦ ઇંડા મૂકે છે. ઇંડામાંથી બહાર નીકળ્યા પછી, લાર્વા જમીન ખોદીને અંદર પ્રવેશ કરે છે, જ્યાં તેઓ છોડના મૂળ પર પોષણ મેળવે છે. પછી તે ત્યાં પુખ્ત બને છે. પુખ્ત વંદા ઝીણા કચરામાં છુપાઈને શિયાળામાં જમીનમાં જીવિત રહે છે. Myllocerus spp યજમાન છોડની વિશાળ શ્રેણી ધરાવે છે, જેમાં શોભાપ્રદ છોડથી લઈ શાકભાજી અને ફળના છોડનો પણ સમાવેશ થાય છે.


નિવારક પગલાં

  • ઉપલબ્ધ પ્રતિરોધક જાતોનો ઉપયોગ કરો.
  • સાવચેતી તરીકે નવા પાંદડાનો વિકાસ થાય ત્યારે પાક પર નજર રાખો.
  • વારંવાર પાવડાથી હલાવવાથી વંદાના વિકાસમાં ખલેલ પહોંચે છે, અને નાના વંદા મરી જાય છે.
  • કેટલાક સ્રોતોએ અહેવાલ આપ્યો છે કે તુવેરને છટકું પાક તરીકે રોપવું અસરકારક રહે છે.
  • પુખ્ત વંદાને છોડ કે ડાળીઓને હલાવી ભેગા કરીને સાબુવાળા પાણીના વાસણમાં મૂકીને મારી શકાય છે.
  • અસરગ્રસ્ત છોડ/શાખાઓને વીણીને દૂર કરો અને તેનો નાશ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો