સોયાબીન

બિહાર રૂંવાટીવાળી ઈયળ

Spilarctia obliqua

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • ચેપગ્રસ્ત પાંદડા સૂકાવા.
  • સંપૂર્ણ પાનખર.કાણાવાળા અથવા જાળીદાર પાંદડા.
  • લાલ પેટ અને કાળા ટપકા વાળી બદામી ઈયળ.
  • લાર્વા પર પીળાશથી કાળા વાળ નું આવરણ.

માં પણ મળી શકે છે

16 પાક
કઠોળ
કોબી
ફુલેવર
કપાસ
વધુ

સોયાબીન

લક્ષણો

ઉપદ્રવની શરૂઆતમાં પાંદડા કથ્થઇ-પીળા થાય છે અને સુકાઈ જાય છે.જેમ ઈયળ વધે છે, તેમ આખા પાંદડાની પેશીઓને ઉપરથી ખાઈ જાય છે. ગંભીર ઉપદ્રવમાં, છોડમાં અસામાન્ય પાનખર સર્જાય છે અને માત્ર દાંડીજ રહી જાય છે પાંદડાઓ કાણાવાળા અથવા જાળીદાર દેખાય છે અને છેવટે હાડપિંજર જેવા થઈ જાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

સામાન્ય રીતે બિહાર રૂંવાટીવાળી ઈયળ ની વસ્તી ખાસ કરીને એસ ઓબ્લીકવા ના લાર્વાના તબક્કામાં અનેક કુદરતી દુશ્મનો દ્વારા નિયંત્રિત કરી શકાય છે. બ્રેકોનીડ પરોપજીવીઓ લાભદાયી પરોપજીવીઓ છે: ઇંચનેઉમોનિડ અગથીસ એસપી.લેસવિન્ગ ,ઇન્દ્રગોપ ભમરો,કરોળિયો, લાલ કીડી, વાણિયો, પ્રાર્થના કરતો કીડો, જમીનનો ભમરો, અને શિલ્ડ બગસ સાથે સંયોજનમાં મેટેઓઉર્સ સ્પિલોસોમે અને પ્રોટાપન્ટલ્સ ઓબ્લિક, ગ્લીપટાપન્ટલ્સ અગમેમનોનિસ અને કોટેસિયા રફિકરસ

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જંતુનાશકોનો સાવધાની સાથે ઉપયોગ કરવો જોઇએ,કારણ કે જંતુનાશક દવાઓ અતિશય વપરાશ ને કારણે ઘણા સફેદ ફૂદાંની પ્રજાતિઓ તેમના માટે પ્રતિરોધક બની છે. આને અટકાવવા માટે, યોગ્ય જંતુનાશકો વચ્ચેની ફેરબદલી અને મિશ્રણ નો ઉપયોગ કરવાની ખાતરી કરો.જ્યારે ઇયળો નાની હોય ત્યારે લામડા-સીહલોથરીન 10 ઇસી @ 0.6 મિલી / લીટર પાણી નો છંટકાવ કરો.ફેંથોએટ 50% ને પણ એસ ઓબ્લીકવા સામે મદદ કરવા માટે માનવામાં આવે છે.

તે શાના કારણે થયું?

મોટે ભાગે સ્પિલરકટીઆ ઓબ્લીકવા ના લાર્વા ને કારણે લક્ષણો થાય છે. પુખ્ત ને મધ્યમ કદના લાલ પેટ અને કાળા ટપકા વાળી બદામી ફુદા દ્વારા દર્શાવવામાં આવે છે. માદા પાંદડા ની નીચેના ભાગમાં સમુહમાં (1000 / માદા સુધી) પોતાના ઇંડા મૂકે છે. ઇંડામાંથી બહાર નીકળ્યા પછી, લાર્વાને લાંબા પીળાશથી કાળા વાળના આવરણ થી આવરી લે છે અને છોડ નજીક પાંદડાના કચરા માં સેવન પામે છે. પ્રારંભિક તબક્કાનાં લાર્વા પાંદડાંની સપાટીમાં રહેલા હરિતદ્રવ્ય પર નભે છે. પછીના તબક્કામાં, તે એકાંત રીતે હાંસિયા થી પાંદડા ખાય છે. સામાન્યપણે, લાર્વા પુખ્ત પાંદડા ને અસર છે, પરંતુ તીવ્ર ઉપદ્રવમાં ઉપરના અંકુરને પણ અસર થાય છે. બિહાર રૂંવાટીવાળી ઈયળ કઠોળ, તેલીબિયાં, અનાજ અને ચોક્કસ શાકભાજી અને વિવિધ દેશોમાં શણ પર હુમલો કરે છે, જેના કારણે ગંભીર આર્થિક નુકસાન થાય છે. ઉપજને નુકશાન થવાની હદ ઉપદ્રવની તીવ્રતા અને હવામાન પરિસ્થિતિઓ સાથે બદલાય છે ,કારણ કે આ પ્રજાતિઓને વિકાસ માટે 18 થી 33 ° સે તાપમાન અનુકૂળ આવે છે.


નિવારક પગલાં

  • પુપાથી માટીને છુટકારો આપવા માટે મધ્ય ઉનાળામાં વાવણીની યોજના બનાવો.
  • ચોમાસા પહેલાં વાવણી ટાળો.મહત્તમ બીજ જથ્થો વાપરો, વધુ કે ઓછા નહીં.
  • છોડ વચ્ચે પર્યાપ્ત અંતર રાખવું જોઈએ.સારું કોહવાયેલું ખાતર લગાવો.
  • (વહેલી પાકતી) તુવેર, મકાઈ અથવા જુવારની કેટલીક જાતો સાથે આંતર -પાક કરો.જંતુઓના ચિહ્નને (ઇંડાનો જથ્થો, ઇયળો અને કોઈપણ બીજી ક્ષતિઓ) જાણવા માટે ખેતરનું નિયમિતપણે નિરીક્ષણ કરો.ખેતરમાં અને આસપાસના વિસ્તાર માં હર્બિસાઈડ દ્વારા અથવા યાંત્રિક રીતે નીંદણની યોગ્ય પદ્ધતિ અપનાવો.
  • ઉપદ્રવયુક્ત છોડ ના ભાગો ભેગા કરો અને તેમનો ખેતરથી દૂર નાશ કરો.
  • જે લાર્વાને ખાતા હોય તેવા પક્ષીઓ માટે ખુલ્લી જગ્યા રાખો અને માળા બનાવો.
  • જંતુનાશકોના વ્યાપક ઉપયોગને નિયંત્રિત કરો, કારણ કે એનાથી લાભદાયક જંતુઓને અસર થાય છે.લણણી પછી પાકના અવશેષો અથવા સ્વૈચ્છિક ઉગી નીકળેલી વનસ્પતિઓને દૂર કરો.
  • ચોખા અથવા મકાઇ જેવા બિન- યજમાન પાક જોડે પાકની ફેરબદલી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો