ખાટાં ફળો

સાઈટ્ર્સમાં કાળી માખી

Aleurocanthus woglumi

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા અને ડાળીઓ પર ચીકણું પ્રવાહી.
  • સૂટી ફૂગ જેવો દેખાવ.
  • પાંદડાની નીચેની બાજુએ નાનાં જૂથ જેવો કાળો ઉપસેલો ભાગ.

માં પણ મળી શકે છે


ખાટાં ફળો

લક્ષણો

અસરગ્રસ્ત પાંદડા વિકૃત અને વળેલા દેખાઈ શકે છે, અને પછીથી અકાળે જ ખરી પડે છે. આ માખીઓ પાંદડા અને ડાળીઓ પર મોટા પ્રમાણમાં ચીકણું પ્રવાહી છોડે છે, જે કાળી ફૂગનું ઘર બની શકે છે અને આ કારણે પાંદડા પર સૂટી ફૂગથી અસરગ્રસ્ત દેખાય છે. કીડીઓ પણ આ ચીકણાં પ્રવાહીથી આકર્ષાય છે. પાંદડાની નીચેની બાજુએ, ખૂબ જૂથમાં આ નાનાં કાળી માખીઓને જોઈ શકાય છે. આ જીવાતોના પોષણ મેળવવા અને સૂટી ફૂગના કારણે ઝાડ નબળું પડે છે અને ફળ ઓછા બેસે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

Encarsia Perplexa, Polaszek અને Amitus hesperidum silvestri જેવી પરોપજીવી માખીઓને સાઈટ્ર્સમાં કાળી માખીઓના નિવારણ તરીકે ઓળખવામાં આવે છે. આ પરોપજીવી માખીઓ માત્ર કાળી માખીઓ પર હુમલો કરે છે અને છોડ કે અન્ય લોકોને કોઈ નુકસાન પહોંચાડતી નથી. લેડીબર્ડ, લેસવિંગ્સ, Brumus sp., Scymnus sp. અને Chlysoperla sp. જેવી જીવાતો પણ કુદરતી રક્ષકો છે. કપાસિયાનું તેલ અને Fish Oil Rosin Soap (FORS) પણ અસરકારક અને પર્યાવરણ માટે ફાયદાકારક ઉપાયો છે, જે કાળી માખીઓની સંખ્યાને નિયંત્રિત કરવાની સાથે પાંદડા પરની સૂટી મોલ્ડને પણ ઘણા અંશે દૂર કરે છે. આ જીવાતોને નિયંત્રિત કરવા લીમડાના અર્કનો સ્પ્રે(૪%) વાપરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલા સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. A. woglumi સામે રક્ષા કરતા કુદરતી જંતુઓને નુકસાન ન પહોંચે તે માટે બહુમુખી જંતુનાશકોનો ઉપયોગ ટાળો. છોડના કચરાનો ધુમાડો કરવાથી કે રસાયણિક સ્પ્રે છાંટવાથી આ જીવાતથી છુટકારો મળી શકે છે. જયારે લગભગ ૫૦%થી વધુ ઈંડા સેવાઈ જાય અને યુવા જીવાતો તેમના શરીર પર કોઈ રક્ષા કવચ વિના હોય ત્યારે રોગનિવારક જંતુનાશકોનો ઉપયોગ કરવો હિતાવહ છે. Quinalphos અને triazophos એ સાઈટ્ર્સમાં કાળી માખીની વસ્તી ઘટાડવામાં આશાસ્પદ પરિણામ આપ્યું છે. પાંદડાની નીચેના ભાગમાં છંટકાવ કરવો જરૂરી છે, કારણ કે તે જ ભાગમાં આ જીવાતો રહે છે. આખા છોડને આ સંયોજનથી પલાડી દેવા જોઈએ.

તે શાના કારણે થયું?

મૂળ એશિયાની વતની સાઈટ્ર્સની કાળી માખી(Aleurocanthus woglumi) એ પાક માટે ખૂબ ગંભીર જીવાત છે અને ઘણા બધા યજમાનોને ચેપ લગાડે છે. તે સફેદ માખીના પરિવારથી છે, પરંતુ પુખ્ત માખીઓ ઘાટા સ્લેટ વાદળી રંગ જેવી દેખાય છે, તેથી તેનું નામ કાળી માખી પડયું છે. પુખ્ત માખીઓ ખુબ જ સુસ્ત અને નાની જીવાત છે અને મર્યાદિત અંતરમાં જ ઉડી શકે છે, પરંતુ તેઓ સાંજના સમયે વધુ સક્રિય હોય છે અને દિવસ દરમિયાન પાંદડાની નીચેની બાજુએ આરામ કરે છે. માદા માખીઓ પાંદડાની નીચેની બાજુએ સર્પાકાર પેટર્નમાં આશરે ૧૦૦ જેટલા સોનેરી રંગનાં ઈંડા મૂકે છે. યુવા માદાઓ ચપટી, શંકુ આકારની હોય છે અને સ્કેલ જેવો દેખાવ ધરાવે છે. કાળી માખી પાંદડામાંથી પેશીઓનો કસ ચૂસી લે છે. આ સાથે, માખીઓ મોટા પ્રમાણમાં ચીકણું પ્રવાહી ઉત્પન્ન કરે છે. તેમની વૃદ્ધિ માટે ૨૮-૩૨°C નું તાપમાન અને ૭૦-૮૦% ભેજનું પ્રમાણ અનુકૂળ પરિસ્થિતિઓ સર્જે છે. A. woglumi જ્યાં બરફ પડે તેવા વિસ્તારોમાં જીવી શક્તિ નથી.


નિવારક પગલાં

  • તમારાં બાગ માટે જીવાત-મુક્ત રોપા વાવવાની ખાતરી કરો.
  • એકદમ નજીક રોપણી ન કરશો જેથી બાગમાં હવાની અવરજવર સારી રહે.
  • સમયાંતરે ઝાડની સામાન્ય કાપણી કરવાથી અને અન્ય વૈકલ્પિક યજમાનો (નીંદણ અને અન્ય યજમાન પાકો)ને દૂર કરવાથી આ માખીઓ માટેનાં અનુકૂળ વાતાવરણમાં ભંગ કરી શકાય છે.
  • જીવાતની હાજરી અને સૂટી ફૂગની અસર જાણવા માટે નિયમિતપણે તમારા ઝાડની ચકાસણી કરો.
  • તમારા સાઈટ્ર્સના ઝાડને સ્વસ્થ રાખવા માટે નિયમિત રીતે પાણી અને ખાતર આપો, પરંતુ વધુ પાણી ભરાઈ ન રહે, તેની ખાતરી રાખો તથા ઝાડ માટે તણાવપૂર્ણ પરિસ્થિતિઓ ઊભી થવા ના દેશો.
  • નાઈટ્રોજન અને જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ તથા વધુ પડતી સિચાઈ ટાળવી જોઈએ.
  • બાગમાંથી કચરાને સાફ કરી દેવો જોઈએ, જેથી તેના પર રહી કોઈ જીવાત આગામી ઋતુમાં કોઈ નવો ચેપ ન લગાડે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો