ખાટાં ફળો

છીકણી કોમળ સ્કેલ (ભીંગડા)

Coccus hesperidum

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • છીકણી કોમળ સ્કેલ ડાળીઓ, પાંદડા, લીલા રોપાઓ અને કોઈવાર ફળોમાં પણ જોવા મળે છે.
  • સ્કેલ દ્વારા છોડ પર પોષણ મેળવવાનાં કારણે છોડને નુકસાન થાય છે જેના પરિણામે પાંદડા પીળા પડી જાય છે અને ગંભીર કિસ્સાઓમાં તે ખરી પણ શકે છે.
  • સૂટી ફૂગ દ્વારા અપ્રત્યક્ષ રીતે થયેલ નુકસાન સ્કેલ દ્વારા થયેલ પ્રત્યક્ષ નુકસાન કરતાં ઘણું વધારે હોય છે.

માં પણ મળી શકે છે


ખાટાં ફળો

લક્ષણો

લક્ષણો સાઈટ્રસનાં પ્રકાર અને હુમલાની તીવ્રતા પર આધાર રાખે છે (ખાસ કરીને લીંબુ અને દ્રાક્ષ સંવેદનશીલ હોય છે). સ્કેલ સામાન્ય રીતે જમીનની સપાટીની નજીક ડાળીઓ, પાંદડા અને ક્યારેક ફળો પરથી પણ પોષણ મેળવે છે. ઘણીવાર વધારે ઉપદ્રવ ન થાય ત્યાં સુધી નુકસાન સ્પષ્ટ રીતે દેખાતું નથી. તેમનાં પોષણ મેળવવાને કારણે થતું નુકસાન પાંદડા પર પીળાશ તરીકે જોવા મળે છે, ગંભીર કિસ્સાઓમાં તેને પાનખર જેવી સ્થિતિ પણ જોઈ શકાય છે. સ્કેલ દ્વારા ઉત્પન્ન થયેલ ચીકણાં પ્રવાહીને કારણે સૂટી ફૂગનો ચેપ લાગી શકે છે, જે પાંદડા અને ફળોને કાળા કરી દે છે. જે ખરેખર સ્કેલ કરતા વધુ નુકસાન પહોંચાડી શકે છે. નબળા ઝાડનાં ફળ પણ એવાં જ નબળાં આવે છે અને જ્યારે તે પરિપક્વ થાય છે, ત્યારે તેમનું કદ નાનું રહે છે. જોકે સૌથી શક્તિશાળી C. hesperidum પણ તેના યજમાનને ભાગ્યે જ મારે છે, પણ તે સાઈટ્રસના નાનાં ઝાડની વૃદ્ધિ અને ભાવિ ઉત્પાદકતામાં અસર કરી શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

પ્રાકૃતિક દુશ્મનોમાં પરોપજીવી માખીઓ જેવી કે Metaphycus luteolus, Microterys nietneri, Metaphycus helvolus, Encyrtus spp., Encarsia citrina અને કીડી પ્રતિરોધક Coccophagus sppનો સમાવેશ થાય છે. મોટાભાગના સામાન્ય શિકારીઓમાં પરોપજીવી માખીઓ, લેસવિંગ્સ (Chrysopa, Chrysoperla) અને Scutellista cyanea, તેમજ લેડીબર્ડ બીટલ્સ Ryzobius lophanthae નો સમાવેશ થાય છે. પ્રમાણમાં ઊંચા ભેજવાળી સ્થિતિમાં Entomopathogenic ફૂગ(Verticuillium lecanii) અને નેમાટોડ Steinernema feltiae ખાસ કરીને અસરકારક છે. ઓર્ગેનિક સ્પ્રેમાં છોડના તેલ/અર્ક (ઉદાહરણ તરીકે પાયરેથ્રમ અથવા ફેટી એસિડ્સ)નો સમાવેશછે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. છીકણી કોમળ સ્કેલ(ભીંગડા)ને નિયંત્રિત કરવી મુશ્કેલ છે. Chlorpyrifos, dimethoate અથવા malathion ધરાવતા ઉત્પાદનો આ જીવની સામે સારી રીતે કાર્ય કરે છે. આ સારવારનાં પૂરક તરીકે Narrow oil range spray નો ઉપયોગ કરી શકાય છે. ફૂગનાશકોનો ઉપયોગ કરી સૂટી ફૂગને અટકાવી શકાય છે. કોઈ પણ સંજોગોમાં, બહુમુખી જંતુનાશકોનો ઉપયોગ ટાળવો જોઈએ, કારણ કે તે ફાયદાકારક જંતુઓને ખલેલ પહોંચાડી શકે છે.

તે શાના કારણે થયું?

Coccus hesperidumની ઝાડ પર પોષણ મેળવવાની પ્રવૃત્તિને કારણે છીકણી કોમળ સ્કેલ(ભીંગડા) ઉત્પન્ન થાય છે. તે સાઇટ્રસમાં એક સામાન્ય જીવાત ગણાય છે, ખાસ કરીને ઉષ્ણકટિબંધીય અને પેટા-ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં તેમજ ગ્રીનહાઉસીસમાં જોવા મળે છે. મધ્ય ઉનાળાથી પાનખરની શરૂઆતનાં સમયગાળા સુધી ટોચની મોસમ ગણવામાં આવે છે. નર ગતિશીલ હોય છે અને દેખાવમાં બે પાંખવાળી ભમરી કે માખી જેવા લાગે છે, પરંતુ તે ભાગ્યે જ જોવા મળે છે. માદા અંડાકાર, સપાટ અને કોમળ હોય છે, જે પાંદડાની નીચે ચોંટેલ હોય છે. જેમ જેમ તેઓ પરિપકવ થાય છે, તેમ તેમ તેમનો રંગ લીલાંમાંથી ભૂરો થાય છે. તેઓ અમુક પ્રકારના એકસરખાં ચેમ્બરમાં ઇંડાં મૂકે છે. ત્યાંથી, આ જીવાતો ઝડપથી પાંદડાની મુખ્ય નસ અથવા ફળો કે ડાળીઓ પર પોષણ મેળવવા માટે યોગ્ય જગ્યા શોધે છે. પવન દ્વારા તે આસપાસના ઝાડમાં પરિવહન પામે છે અને જંતુ ફેલાવી શકે છે.


નિવારક પગલાં

  • ગ્રીનહાઉસ અથવા ખેતરોમાં વાપરતાં પહેલા છોડની તમામ સામગ્રીનું ધ્યાનથી નિરીક્ષણ કરો.
  • બગીચાની નિયમિત દેખરેખ રાખો, જેથી લક્ષણોને શરૂઆતથી જ ઓળખી શકાય, જો ઓછી સંખ્યામાં આ સ્કેલની હાજરી હોય તો તેને ઉખાડી નાખો.
  • વધુ અસરગ્રસ્ત થયેલ પાંદડાં અને ડાળીઓ વીણીને તેને બાળી નાખો.
  • છત્રની અંદર પવનની અવરજવર વધારવા માટે ઝાડને આજુબાજુથી કાપીને સરખું કરો, જેથી સ્કેલ માટે પ્રતિકૂળ પરિસ્થિતિઓ પેદા થાય છે.
  • કીડીઓ સામે અવરોધ ઊભો કરવા માટે ડાળીઓ અને થડની આસપાસ જાળી લગાવો.
  • બહુમુખી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરશો નહીં કારણ કે તે ફાયદાકારક જંતુઓને અસર કરી શકે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો