ખાટાં ફળો

લીંબુનું પતંગિયું

Papilio demoleus

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • આ પતંગિયા આછા લીલા રંગનાં કૂમળાં પાંદડાઓ પર પોષણ મેળવે છે.
  • તેઓ પાંદડાની કિનારીથી શરુ કરી વચ્ચેની નસ સુધીનો ભાગ ધીરે ધીરે ખાઈ જાય છે.
  • આ જીવાતો આખા વર્ષ દરમિયાન કાર્યગત રહે છે.

માં પણ મળી શકે છે


ખાટાં ફળો

લક્ષણો

કૂમળાં પાંદડાઓનું કિનારીઓથી ચવાઈ જવું. આ રીતે આખા પાંદડા ખવાઈ જાય છે અને ડાળીઓ પાંદડા વગરની થઈ જાય છે. લીંબુના નાનાં અને મોટા પતંગિયા ઝાડ પરનાં બધા પાંદડા ખાઈ જાય છે અને આ પ્રક્રિયામાં અવરોધ પેદા થતાં તીવ્ર ગંદી વાસ છોડે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

Ooencyrtus જેવી પરોપજીવી જાતિઓ લીંબુના પતંગિયાના ઈંડા પર હુમલો કરે છે અને Apanteles pallidocinctus Gahan જેવી પરોપજીવી જાતિઓ તેના લાર્વાને લક્ષ્ય બનાવે છે. પુપા ચરણમાં (લાર્વામાંથી પુખ્ત બનવાનો સમયગાળો) Pteromalus puparum L. તેના પર હુમલો કરી શકે છે.

રાસાયણિક નિયંત્રણ

Fenithrothion કે Fenthionનો ૧૫ દિવસના અંતરાલમાં ૨-૩ વાર છંટકાવ કરવો જોઈએ. ૧૦ મીમીથી નાનાં લીંબુના પતંગિયા માટે The Azodrin trunk treatment ઝેરી સાબિત થાય છે. યુવાન છોડની રક્ષા કરવા માટે Citrimet stem ટ્રીટમેન્ટ અસરકારક સાબિત થાય છે. Dipel 2x, Thuricide, Endosulfan WP, Lannate SL, વગેરેની સ્પ્રે ટ્રીટમેન્ટને રક્ષક સ્પ્રે તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.

તે શાના કારણે થયું?

લીંબુના પતંગિયાના કારણે આ લક્ષણો દેખાય છે. ઝાડના યુવાન તબક્કામાં આ પતંગિયા કૂમળાં પાંદડાઓ પર અને પુખ્ત ઝાડમાં તે યુવાન માવા પરથી પોષણ મેળવે છે. સંપૂર્ણ રીતે પરિપક્વ પતંગિયા લીલા રંગનાં હોય છે. વધુ ઉપદ્રવ આખા ઝાડ માટે પાનખર જેવી સ્થિતિ ઉત્પન્ન કરે છે.


નિવારક પગલાં

  • ખેતીમાં સ્વચ્છતા જાળવો.
  • ખેતરમાં પક્ષીઓ માટે વ્યવસ્થા કરો, ઉદા.
  • તરીકે ખેતરમાં T સ્ટેન્ડ લગાવો.
  • લાર્વા અને ઈંડા ધરાવતાં પાંદડાઓને હાથથી વીણીને દૂર કરો, આ કચરાને બાળી નાખો અથવા જમીનમાં ઊંડે દાટી દો.
  • દર બે અઠવાડિયે ઝાડ પર નવી વૃદ્ધિને ચકાસો, જેથી ઈંડા અને લાર્વાની હાજરી ચકાસી શકાય.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો