શેરડી

શેરડી પાયરીલા ચૂષક કીડા

Pyrilla perpusilla

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • બદામી-લીલા જંતુઓ, જે પાંદડા ના નીચેના ભાગ પર નભે છે.
  • પાંદડાનું પીળા પડવું અને સુકાઈ જવું, છોડનો વિકાશ અટકાવો.
  • મધના ટીપાનું નિર્માણ થવું અને પાંદડાની સપાટી પર કાળી મેસ જેવું આવરણ.
  • મકાઈ ઉપરાંત, તેઓ અન્ય ઘાસ અને અનાજ પર પણ સહેલાઈથી હુમલો કરે છે.

માં પણ મળી શકે છે


શેરડી

લક્ષણો

જંતુ પાંદડાના નીચેના ભાગમાં, જ્યાં છોડનું સત્વ ચૂસી શકાય, ત્યાં જોવા મળે છે. જેનાથી પહેલા પાંદડા પીળા પડે છે અને બાદમાં સૂકાઈ જાય છે. ઓછા ઉપદ્રવના કિસ્સામાં, પાંદડાંની સપાટી પર પીળા પટ્ટા દેખાય છે. પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં ઘટાડો થવાથી છોડનો વિકાસ અટકે છે. કીડા મધ જેવા મીઠા ટીપાંનો પણ સ્ત્રાવ કરે છે કે જે પાંદડા પર આવરણ બનાવે છે. જે તકવાદી ફૂગની વૃદ્ધિને પ્રેરે છે અને પાંદડાની સપાટી કાળી પડી જાય છે. જે પ્રકાશસંશ્લેષણને વધુ ઘટાડે છે અને ઉપજને નુકશાન કરે છે. મકાઈ ઉપરાંત, તેઓ શેરડી, બાજરી, ચોખા, જવ, ઓટ, જુવાર, બાજરી અને જંગલી ઘાસ પર પણ સહેલાઈથી હુમલો કરી શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

કેટલાક પરોપજીવી ઇંડા અને બાળ કીડા પર હુમલો કરે છે. ઈંડાના પરોપજીવીમાં ટેટ્રાસટીચર્સ પાયરીલા, ચેઈલોનેર્સ પાયરીલા, ઉનસિરટસ પાયરીલા, ઓ પિપિલિઓન્સ અને એગોનીયસપીસ પાયરીલાનો સમાવેશ થાય છે. એસ્ટોદ્રિનાસ પાયરીલા, પાયરીલોકસેનોસ હોમપેક્ટસ , ક્લોરોડ્રિનસ પેલીડસ, ઇપીરીકેનીયા મેલનોલેકા બાળ કીડા પર હુમલો કરે છે. આ જંતુ ના શિકારી તરીકે લેડીબર્ડની કેટલીક પ્રજાતિનો પણ સમાવેશ થાય છે, જેવી કે કોકીનેલા સેપ્ટમપુન્કટાટા, સી અંડેસીમપુન્કટાટા , ચીલોમેનેસ સેક્સમેકુલતા, બ્રૂમુસ સૂતુરેલીશ. નિમ્બોઆ બેસિપુન્કટાટા, ગોંઇઓપ્ટેરીક્સ પુસના એ ઈંડાના શિકારી છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. આ જંતુ સામે માલાથિયોન ધરાવતી પેદાશ અસરકારક રહે છે.

તે શાના કારણે થયું?

પાયરીલા પર્પ્યુસીલા, કે જે એક અત્યંત સક્રિય કીડા છે, સમગ્ર વર્ષ દરમિયાન પ્રજનન કરી શકે છે અને એક ખેતરમાંથી બીજા ખેતરમાં સરળતાથી સ્થાનાંતરિત થઇ શકે છે, તેના પુખ્ત કીડા દ્વારા નુકસાન થાય છે. પુખ્ત કીડા લીલાપીળા રંગના અને 7-8 મિમિ લંબાઈ ધરાવતા હોય છે. તેઓ સામાન્યતઃ સામુહિક રીતે છોડનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને ખલેલ પડતાં તરત ઉડી જાય છે. તેમની અણીદાર ચાંચ નીચે મોં ઢંકાઈ જાય છે જેના દ્વારા તે પાંદડાંમાં કાણું પાડી અને છોડની પેશીઓને ચૂસે છે. ભેજનું ઊંચું પ્રમાણ અને છોડના ઝડપી વિકાસથી, ઉદાહરણ તરીકે, ખુબ જ ખાતર ધરાવતાં અથવા ફળદ્રુપ ખેતરમાં, જંતુનો ફેલાવો વધુ થાય છે. વધુ પડતી સિંચાઇ અથવા વરસાદની મોસમ પણ તેના ફેલાવા માટે ફાળો આપે છે.


નિવારક પગલાં

  • જંતુના લક્ષણો માટે ખેતરનું નિયમિતપણે નિરીક્ષણ કરો.
  • લણણી પછી ચેપગ્રસ્ત છોડના ભાગને દૂર કરો અને બાળી નાખો.
  • વ્યાપકરીતે અસર કરતા જંતુનાશકો નકારાત્મકરીતે લાભદાયક જંતુઓને મારી નાખે છે તેથી તેનો ઉપયોગ કરવો નહિ.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો