અન્ય

સફેદ ઈયળ

Phyllophaga spp.

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • ટોચના ભાગમાં કરમાશ અને પીળાશ.
  • છોડ મરી જાય, સરળતાથી જમીનમાંથી બહાર ખેંચી શકાય છે.
  • ઉપજ ઘટે છે.
  • પુખ્ત વયની ઘાટા કથ્થાઈ, અને લગભગ 20 મી.મી.
  • લાંબી તથા 8 મી.મી.
  • પહોળી હોય છે.


અન્ય

લક્ષણો

મૂળ પર નભતા વયસ્ક અને લાર્વા બંને છોડ અથવા વૃક્ષોને નુકસાન પહોંચાડી શકે છે. ઈયળ મૂળતંતુને નુકસાન પહોંચાડે છે, જેનાથી છોડ કરમાઈ જાય છે તથા તેની ટોચમાં પીળાશ આવે છે. મગફળીના કિસ્સામાં, શીંગો ઉપર પણ હુમલો અને નુકસાન થઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં, છોડ આખરે મૃત્યુ પામે અને સરળતાથી જમીનમાંથી બહાર ખેંચી શકાય છે. ઉપદ્રવ હોવા છતાં, મોટે ભાગે પાક પર નુકસાનના લક્ષણો તાત્કાલિક જોઈ શકતા નથી. જોકે લાંબા ગાળે, પાકનો જીવનકાળ ઘટે છે અને ઉપજમાં સતત ઘટાડો થાય છે. વાર્ષિક છોડ માટે, છોડમાં અચાનક કરમાશ આવવી એ પ્રારંભિક લક્ષણ છે, જે આગળ જતાં અકાળે પાનખરમાં પરિણામે છે. અસરગ્રસ્ત છોડમાં પીળાશ આવે છે અને ચીમળાઈ જાય છે અને ટુકડાઓમાં મૃત્યુ પામે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

સોડિયમ સુરેટેન્સના અર્ક અથવા લીમડાના પાનનો બીજની સારવાર માટે ઉપયોગ કરો. ઋતુની શરૂઆતમાં લાભદાયી નેમાટોડ (ઉદાહરણ હેટેરોરહાબડિટીસ એસપીપી.) નો પ્રવાહી સ્વરૂપે 1.5 અબજ નેમાટોડ પ્રતિ હેક્ટર છંટકાવ કરો. નુક્લિઅર પોલિહેડ્રોસિસ વાયરસ અથવા ગ્રીન મસ્કેરેડાઇન જેવી ફૂગ પર આધારિત જૈવિક-જંતુનાશક પણ સારું કામ આપી શકે છે. વાવણી પહેલાં ગર્ભને કેરોસીન (એક લીટર પ્રતિ 75 કિગ્રા / બીજ) થી સારવાર આપો. બ્રેકોનીડ, ડ્રેગન માખી, ટ્રાયકોગ્રામાટીડ્સ જેવી પ્રજાતિનું સંરક્ષણ થાય તેની ખાતરી રાખો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જમીનમાંથી બહાર આવ્યા બાદ, વયસ્કો નજીકના છોડના પાંદડાઓ પર નભે છે. રાત્રે ટકે એવા જંતુનાશકોનો છંટકાવ કરવાથી ઇંડા મૂક્યા પહેલાં આવા વયસ્કોની વસ્તી ઘટાડે છે. ક્લોરોપાયરીફોસ 20% ઇસી @ 1125 મિલી / હેક્ટર નો આ હેતુ માટે ઉપયોગ કરી શકાય છે. ક્લોરોપાયરીફોસ @ 6.5ml / કિલો સાથે બીજની સારવાર પણ આ જંતુઓનો વિકાસ અટકાવવા માટે એક સારો ઉપાય છે.

તે શાના કારણે થયું?

જીનસ હોલોટ્રીકીયા ના સફેદ ઈયળના જુથથી લક્ષણો નિર્માણ થાય છે. પુખ્ત વયની ઘાટા કથ્થાઈ રંગની, અને લગભગ 20 મિમિ લાંબી તથા 8 મિમિ પહોળી હોય છે. વરસાદના ત્રણથી ચાર દિવસની અંદર, તે જમીનમાંથી બહાર આવે છે, ટૂંકા અંતરમાં ઉડે અને આસપાસના છોડ પર નભે છે. ખોરાક મેળવ્યા પછી, તે જમીનમાં છુપાઈ જઈ અને તેમના ઇંડા મૂકે છે. માદા જમીનમાં 5-8 સે.મી. નીચે 20-80 સફેદ અને ગોળાકાર ઇંડા મૂકે છે. લાર્વા પીળાશ પડતા સફેદ, અર્ધપારદર્શક અને લગભગ 5 મી.મી. લાંબા હોય છે. પૂર્ણ વિકસિત ઈયળ મજબૂત જડબું ધરાવે છે. તેનું માથું પીળાશ પડતું અને તેનું શરીર સફેદ રંગનું માંસલ અને 'સી' આકારનું હોય છે. તે થોડા અઠવાડિયાકાર્બનિક પદાર્થો પર અને પછી બારીક મૂળતંતુ અને શીંગો પર નભે છે. સફેદ ઈયળ શેરડી, મરચું, જુવાર, મકાઇ, લાલ ચણા અથવા મોતી બાજરી જેવા કીટલાંય વિવિધ પાકના મૂળિયા પર નભે છે.


નિવારક પગલાં

  • બજારમાં ઉપલબ્ધ સ્થિતિસ્થાપક જાતોની વાવણી કરો.
  • વહેલી વાવણી કરવાથી ઈયળથી થતું વધુ નુકશાન અટકાવી શકે છે.
  • મગફળીના છોડની વચ્ચે જુવાર, મકાઇ અથવા ડુંગળી જેવા આકર્ષક પાકની વાવણી કરો.
  • વરસાદની શરૂઆત પછી જીવાત પકડવા પ્રકાશવાળા છટકા ગોઠવો અને દિવસ દરમ્યાન પકડાતા કીટકોનું નિરીક્ષણ કરો.
  • ખેતરની આજુબાજુમાં આવેલ સફેદ ઈયળને ભેગી કરીને નાશ કરો, આ પ્રક્રિયા સવારે કરવા પ્રાધાન્યતા આપો.
  • કુદરતી દુશ્મનોનું સંરક્ષણ કરવા, ઇટાલિયન રેયગ્રાસ અથવા કઠોળ જેવા લીલા ખાતર વાપરો.
  • મૂળને મજબૂત કરવા અને ઈયળ સામે પ્રતિકારક્ષમતા વધારવા, પોટેશિયમનો મૂળભૂત ખાતર તરીકે ઉપયોગ કરો.
  • વાવણીની ઋતુ પહેલાં ઊંડાણથી ખેડો.
  • ખેતર બે વર્ષ માટે પડતર રાખો.
  • પાકની બિન-યજમાન પાક(ડાંગર ચોખા) સાથે ફેરબદલી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો