ચોખા

એશિયાટિક ચોખા માં કાણા પાડનાર (એશિયાટિક ચોખા જંતુ)

Chilo suppressalis

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • રોપા મૃત થઈ જાય છે.
  • પાંદડાના આવરણ, પાંદડા અને ડાળીઓ પર ખાવાને કારણે નુકસાન.
  • નાના છોડમાં 'ડેડ હાર્ટ'.
  • ડૂંડામાં દાણા ભરાતા નથી.
  • ‘વ્હાઇટ હેડ'.
  • ઉધઈનું શરીર અને આગળની પાંખો પીળાશ પડતી,પાછળની પાંખો સફેદ.

માં પણ મળી શકે છે

1 પાક

ચોખા

લક્ષણો

રોપાઓમાં (ઘણીવાર નર્સરીમાં પહેલાથી જ), કુમળા પાંદડાઓ ખરી જાય છે અને વધતા શણના મૃત્યુ દ્વારા વર્ગીકૃત થયેલ છે, આ લક્ષણ "ડેડ હાર્ટ" તરીકે પણ ઓળખાય છે. પરિપક્વ છોડમાં, યુવાન ઉધઇના કીડાઓ નાના છિદ્રો બનાવે છે ખાસ કરીને પાંદડાના આવરણમાં. મોટા ઉધઇના કીડાઓ પાંદડા અને ડાળીના જોડાણમાં છિદ્રો બનાવે છે અને છોડની અંદર દાખલ થાય છે અને મૃદુ નવી કુંપળો ખાય છે. કેટલીક વખત તેમને પૂરેપુરી બહાર કાઢી નાંખે છે. આ છોડ વિકાસ વગરના થાય છે અને સડેલાં પાંદડા દર્શાવે છે તે પછીથી સૂકાઇ જાય છે અને વળી જાય છે પછી ખરી પડે છે. ડૂંડામાં દાણા ભરાતા નથી આ સ્થિતિને સામાન્યતઃ “વ્હાઇટ હેડ” કહે છે. એક ઉધઇનો કીડો કેટલાંક છોડોનો નાશ કરી શકે છે અને ભારે ચેપથી 100% સુધીનો પાક નાશ કરી શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

પેરાસિટોઇડ ભમરી પેરાથેરેસિયા ક્લેરીપાલપીસ અને એરિબોરસ સિનિકસને છોડવું એ કેટલાક દેશોમાં વસ્તી નિયંત્રણ અને નુકસાનને મર્યાદિત કરવાની અસરકારક રીત છે. શિકારીઓમાં કરોળિયાની કેટલીક પ્રજાતિઓનો સમાવેશ થાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમનો વિચાર કરો. જો જંતુનાશક દવાઓની જરૂર જણાય તો, ક્લોરન્ટ્રાનીલિપ્રોલ ધરાવતા ઉત્પાદનોનો છંટકાવ કરો. વાવેતર દરમિયાન અને વૃદ્ધિ દરમિયાન જંતુનાશકના દાણાનો ઉપયોગ ચેપ ઘટાડે છે. રોગને લક્ષણો પરથી સમયસર પારખી લેવો જોઇએ નહીંતર પાકને સંભાળવાને લાયક રહીશુ નહી.

તે શાના કારણે થયું?

એશિયાટિક સ્ટેમ બોરર, ચિલો સપ્રેસલિસને કારણે નુકશાન થાય છે. તે મુખ્યત્વે દક્ષિણ એશિયામાં જોવા મળે છે અને સામાન્ય રીતે દર વર્ષે બે પેઢીઓ હોય છે. ઇયળો મોટાભાગે આંતરિક પેશીઓ ખાઇને જીવે છે, જ્યારે પુખ્ત કીટકો છોડના બહારના ભાગમાંથી રસ પીવે છે. ચોખાની બાજુમાં, તે જુવાર અને જંગલી ઘાસની કેટલીક પ્રજાતિઓ પર પણ હુમલો કરી શકે છે. ઉધઇ શિયાળામાં છોડની ડાળી અને તલખણાં પર રહે છે અને ધીમી હિમવર્ષા સહન કરી શકે છે. માદા પાંદડાની નીચેની બાજુઓ પર સામાન્ય રીતે મુખ્ય નસ સાથે કેટલાંક જૂથમાં 300 ઇંડા મૂકે છે, તેમને ભૂરા સ્ત્રાવ સાથે આવરી લે છે. ઇંડામાંથી બહાર નીકળ્યા પછી, ઉધઇ પાંદડાના રસ ખવડાવે છે અને પછીથી પાંદડાના મૂળ ખાય છે, જેથી પાંદડા પીળા બની જાય છે, અને પછીથી મરી જાય છે. જ્યારે તે છોડના થડ પાસે પહોંચે છે ત્યારે તેઓ તેમાં પોલાણ કરે છે, એક સમયે એક કાણું પાડે છે અને અંદર દાખલ થાય છે છોડમાં સિલિકાનું ઉંચુ પ્રમાણ ઉધઇના ખાવામાં અને કાણું પાડવામાં અંતરાયરૂપ થાય છે.


નિવારક પગલાં

  • તમારા વિસ્તારમાં ઉપલબ્ધ હોય તો પ્રતિકારક્ષમતાવાળી અથવા સહનશીલ જાતોનો ઉપયોગ કરો.
  • ઉચ્ચ સિલિકા ધરાવતી જાતો વાળા છોડ વાવો જે કીડાને ખવડાવતા અટકાવે છે.
  • ચોખાના ખેતરની આસપાસના વિવિધ છોડવાઓ રોપવાનું ટાળો (જુવાર).
  • ઋતુની શરૂઆતમાં છોડ રોપો જેથી ચેપ ન લાગે અથવા વહેલી રોપવાની જાતોનો ઉપયોગ કરો.
  • ખેતરનું નિરીક્ષણ કરો, જેથી લક્ષણો વહેલા શોધી શકાય.
  • વચ્ચે વચ્ચે ખેતરોને પાણીથી ભરો, જેથી જીવજંતુ તણાઇ જાય.
  • લણણી પછી ખેડી નાંખો.
  • જેથી સાંઠા, ઘાસ વગેરે જમીનમાં દટાઇ જાય અને નવી વાવણીની ઋતુમાં તેને ઉગતુ રોકી શકાય.
  • પડોશના ખેતરમાં જેનુ વાવેતર કર્યુ છે તે જ પાકના છોડવા રોપવાના જેથી જીવનચક્ર તોડી શકાય.
  • કુદરતી દુશ્મનોને જાળવવા માટે જંતુનાશકોનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો