અન્ય

ડાયમંડબેક ફૂદાં

Plutella xylostella

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • છોડ પરના પાંદડા ના કેટલાય નાના કાણાને ઓળખાય છે અને આંધળા ની સપાટી ઉપર લીધેલ જગ્યા પર ખોરાકના કારણે નિર્માણ થયેલ બારા છોડી જાય છે.
  • તે પુપેસન દ્વારા બ્રોકોલીના ફૂલ અને ફૂલગોબીને ચેપ લગાડે છે.

માં પણ મળી શકે છે

3 પાક
કોબી
રાયડો
ફુલેવર

અન્ય

લક્ષણો

સામાન્ય રીતે ડાયમંડબેક ફૂદાંને નહિવત્ જંતુ માનવામાં આવે છે. જોકે, જો ઊંચી માત્રામાં હોય તો તે કોબીના પાક માટે મુશ્કેલીજનક બની શકે છે. લાર્વા કારણે નુકસાન થાય છે કે જે પાંદડાંની પેશીઓમાં બોગદું રાચે છે અથવા પાંદડાંની નીચેની સપાટીને ખોતરે છે. અનિયમિત પટ્ટીઓ દેખાય છે (ઉપલા પાંદડાની બાહ્ય ત્વચા પણ) જે ક્યારેક અકબંધ રહે છે, અને બારા જેવો દેખાવ આપે છે. જુના લાર્વા ખાઉધરા હોય છે અને ગંભીર ઉપદ્રવ દરમિયાન, નસોને છોડીને, સમગ્ર પાંદડાને ખાઈ નાખે છે (પાંદડાંનું હાડપિંજર). બ્રોકોલી અથવા ફૂલકોબીના ફૂલ પર લાર્વા હાજરીથી મુખ્ય દંડની રચના ખોરવાઈ શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

ડાયમંડબેક ફુદા ના દુશ્મનો માં પરોપજીવી ભમરી ડાયડેગમાં ઇન્સુલાર, ઉમાયઝસ સોકોલોવસ્કી, માઈક્રોપ્લાઇટીસ પ્લ્યુટેલાં, ડાયડ્રૉમસ સબતીલીકોર્નીસ અને કોટેસિયા પ્લ્યુટેલાં નો સમાવેશ થાય છે. પરોપજીવી ઉપરાંત, એન્ટોમોપેથોજેનિક ફૂગ અથવા પરમાણુ પોલિહેડ્રોસિસ વાયરસ ધરાવતા દ્રાવણ પણ વસ્તી નિયંત્રણ માટે વાપરી શકાય છે. બેસીલસ થુરીનજેનેસીસ ધરાવતા દ્રાવણ ઉપયોગી હોય છે, તેમ છતાં પ્રતિકારનો વિકાસ ન થાય તે માટે ઉત્પાદનની ફેરબદલી કરવાની ભલામણ કરવામાં આવે છે.

રાસાયણિક નિયંત્રણ

જો જરૂરી હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં બંને નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો.જંતુનાશકો માટે નો પ્રતિકાર વ્યાપક હોય છે, અને તેમાં મોટાભાગના ઉત્પાદનોનો સમાવેશ થાય છે (કેટલાક જૈવિક સહિત) ,તેથી સક્રિય ઘટકો ની ફેરબદલી ખુબજ આગ્રહણીય છે. પાયરેથ્રોઇડર્સ ધરાવતા ઉત્પાદનો ની 80 ના દાયકામાં ભારે વપરાશ પછી પહેલેથી જ નિષ્ફળ થવાની શરૂઆત થઈ ગઈ છે.

તે શાના કારણે થયું?

ડાયમંડબેક ફુદાંના લાર્વા, પ્લુટેલા ઝાયલોસ્ટેલા, ના કારણે નુકસાન થાય છે. તેના મુખ્ય યજમાન બ્રેસિકા પરિવારના છોડ હોય છે અને તેમાં બ્રોકોલી, કોબીજ, ફૂલગોબી, રતાળુ, મૂળા તેમજ સંખ્યાબંધ નીંદણનો સમાવેશ થાય છે. પુખ્ત કીડા નાના અને પાતળી હોય છે, 6 એમએમ લાંબા અને ઉચ્ચ એન્ટેના ધરાવે છે. તેમનું શરીર ઘેરા કથ્થાઈ રંગ સાથે પીઠ પર લાક્ષણિક આછા કથ્થાઈ રંગના પટ્ટા ધરાવે છે. તેઓ સારી ઉડી ન શકતા હોવા છતાં પણ પવન દ્વારા લાંબા અંતર સુધી પરિવહન કરી શકે છે. દરેક માદા પાંદડાની નીચેની સપાટી પર, પાંદડાંની નસો પાસ, આઠ સુધીના નાના જૂથમાં સરેરાશ 150 ઇંડા મૂકે છે. યુવાન લાર્વા પાંદડામાં કાણું પાડી ખોરાક લેવાની આદત ધરાવે છે જ્યારે જૂના લાર્વા પાંદડાંની નીચેની સપાટી પર નભે છે પરિણામે અનિયમિત પટ્ટા રચે છે. યુવાન લાર્વાના મૃત્યુદર માટે વરસાદ એ મુખ્ય પરિબળ માનવામાં આવે છે.


નિવારક પગલાં

  • રાયડો, સલગમ અને કોહલરાબી જેવી પ્રતિરોધક જાતો પસંદ કરો.
  • સામાન્ય મીણ જેવી સપાટીના અભાવ વાળી( રાખોડી લીલા રંગની જગ્યાએ લીલો રંગ) ચળકતી જાતો પસંદ કરો, કારણ કે તેઓ આ જંતુ પ્રત્યે વધુ પ્રતિકારક છે.
  • વાવણી કરતા પહેલા રોપાઓ જંતુમુક્ત હોય તેની ખાતરી કરો.
  • લાર્વાની હાજરી અથવા નુકસાનના સંકેત માટે ખેતરનું નિરીક્ષણ કરો(દર 3 છોડ દીઠ 1 લાર્વા અથવા છોડ દીઠ દીઠ એક છિદ્ર એ થ્રેશોલ્ડ છે).
  • પુખ્તને પકડવા અને વસતીની સંખ્યાઓ જાણવા ફેરોમોન ટ્રેપ્સનો ઉપયોગ કરો.
  • શક્ય હોય તો ફુવારા દ્વારા ઉપરથી પડતા પાણી સિંચાઈ નો ઉપયોગ કરો, જે વરસાદ જેવો આભાસ કરાવે છે.
  • યોગ્ય બિન-યજમાન પાક સાથે આંતરપાકનું આયોજન કરો.
  • અન્ય પરિવારના પાકો સાથે પાકની ફેરબદલીનું આયોજન કરો.
  • લણણી પછી પાકના કચરાને દૂર કરો અને નાશ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો