કિસમિસ

દ્રાક્ષમાં લાલ ફોલ્લા નિર્માણ કરતાં એફિડ

Cryptomyzus ribis

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • ઉપરની બાજુએ આવેલ પાંદડા પર લાલ, જાંબુડિયા અથવા પીળા-લીલા રંગની ફોલ્લીઓ.
  • વિકૃત પેશીઓની આસપાસ વિકૃત રંગના વિસ્તાર.
  • ભારે ઉપદ્રવ ના કિસ્સામાં હેઠળ પાંદડામાં વિકૃતિ.
  • મધ જેવા ટીપાંના કારણે મેસ જેવા આવરણના વિકાસ માટે અનુકૂળતા.

માં પણ મળી શકે છે

1 પાક
કિસમિસ

કિસમિસ

લક્ષણો

લાલ અને સફેદ દ્રાક્ષના પાંદડાની ઉપરની બાજુએ લાલ કે જાંબુડિયા રંગની ફોલ્લીઓ ચોખ્ખી દેખાય છે. સામાન્ય રીતે, કાળી દ્રાક્ષમાં આ ફોલ્લીઓ પીળા-લીલા રંગની હોય છે. વિકૃત પેશીઓની આસપાસ ઘણીવાર વિકૃત રંગના વિસ્તાર હોય છે. મુખ્યત્વે અંકુરણ પામતા પાંદડાની ટોચ વળેલી અથવા વિકૃત દેખાય છે. પાંદડામાં વધુ વિકૃતિ હોય તો ભારે ઉપદ્રવ થઈ શકે છે. ઉનાળાની શરૂઆતમાં કે વસંતના અંત ભાગમાં ફોલ્લીઓની નીચેના ભાગમાં પીળા રંગના એફિડ્સ જોવા મળી શકે છે. પાંદડા પર મધ જેવા ટીપાં પણ જોવા મળી શકે છે, જે તકવાદી કાળા રંગની મેસના રોગ માટે અનુકૂળ હોય છે. સામાન્ય રીતે, વેલા પર થોડા પાંદડાં પર લક્ષણો હોવા છતાં માપસરનો પાક ઉત્પન્ન થઇ શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

લેડીબગ એ કુદરતી શિકારીમાંનું એક છે - તેથી રોગ ખુબ જ ફાટી નીકળે ત્યારે તેને ખેતરમાં છોડી શકાય છે. લાલ દ્રાક્ષમાં ફોલ્લીઓ નિર્માણ કરતાં એફિડના નિયંત્રણ માટે હોર્ટિકલ્ચરલ સાબુ અથવા ધોવાના ડિટરજન્ટના દ્રાવણનો છંટકાવ કરવો પૂરતું છે. પાઇપથી પાણીનો મારો કરવાથી પણ એફિડને દૂર કરી શકાય છે. ઇંડાને મારવા માટે ઉચ્ચ-કોટિના હોર્ટિકલ્ચરલ તેલનો ઉપયોગ કરી શકાય છે. બહાર પડતાં એફિડને મારવા માટે અન્ય કાર્બનિક સંયોજનો તરીકે પાયરેથ્રમ અથવા પાયરેથ્રમ અને ફેટી એસિડનો સમાવેશ થાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો,હંમેશા જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ખૂબ જ ગંભીર કિસ્સામાં, બહાર પડતા એફિડને મારવા માટે ડેલટામેથ્રીન અથવા લેમ્બડા-સાયહેલોથ્રીન ધરાવતા જંતુનાશકનો છંટકાવ કરવો પડે છે. પાંદડા વળી જાય પછી છંટકાવ કરવાનો કોઈ અર્થ નથી, તેથી તેના લક્ષણો નિર્માણ થવાની રાહ જોવી નહીં. મધમાખીઓ અને અન્ય પરાગાધાન કરતા જંતુઓ માટે જોખમી હોવાના કારણે ફૂલ આવવાના સમયે છોડ પર છંટકાવ કરશો નહીં.

તે શાના કારણે થયું?

લાલ દ્રાક્ષમાં ફોલ્લીઓ નિર્માણ કરતાં એફિડ, ક્રિપ્ટોમીઝસ રિબિસ, દ્વારા નુકશાન નિર્માણ થાય છે. ઉનાળાની શરૂઆતમાં કે વસંતના અંત ભાગમાં પાંદડાની નીચેના ભાગમાં રહી તેનો સત્વ ચૂસતા, પાંખો વગરના, આછા પીળા રંગના એફિડ કરતા, જે વળેલા અને ફોલ્લીઓ વાળા પાંદડાં વધુ ધ્યાન પર ચડે છે. ખોરાક લેવાની પ્રક્રિયા દરમિયાન પાંદડાંમાં દાખલ કરવામાં આવતા રસાયણ ના કારણે કોલ્લીઓ એન્ડ વિકૃતિ નિર્માણ થાય છે. ઉનાળાના મધ્યમાં પાંખોવાળા એફિડ નિર્માણ તહત્ય છે અને તે અન્ય યજમાન પાક, મુખ્યત્વે હેજ વૉઉન્ડવોર્ટ (સ્ટેચી સિલ્વાટિકા), પર સ્થળાંતર કરે છે. જે પાનખર દરમિયાન દ્રાક્ષના વેળા પર પાછા ફરે છે, અને તેના અંકુર પર ઇંડા મૂકે છે. વસંત દરમિયાન ઈંડા સેવાય છે અને એફિડ પાંદડાની નીચલી બાજુ પર સ્થળાંતર કરી ત્યાં વસાહતો બનાવે છે. લાલ દ્રાક્ષમાં ફોલ્લીઓ નિર્માણ કરતાં એફિડ લાલ, સફેદ અને કાળી દ્રાક્ષ તેમજ જંગલી જોસ્ટેબેરી (જીનસ રિબ્સ) ને પણ અસર કરે છે. સામાન્ય રીતે પાકને અસર ન થતી હોવાથી, ખૂબ ગંભીર કિસ્સાઓમાં જ નિયંત્રણના પગલાં લાગુ કરવાની જરૂર પડે છે.


નિવારક પગલાં

  • સી.
  • રિબિસ અને તેના લક્ષણોની હાજરી જોવા માટે નિયમિતપણે દ્રાક્ષ અને તેના જેવા યજમાન પાકનું નિરીક્ષણ કરો.
  • જંતુનાશકોનો બેફામ ઉપયોગ કરશો નહીં કારણ કે તેનાથી લેડીબગ જેવા કુદરતી શિકારીઓની વસતીને અસર થઈ શકે છે.
  • વધુ પડતું નાઇટ્રોજનયુક્ત ખાતર આપવું નહિ કારણકે તેનાથી વિપુલ પ્રમાણમાં ઉત્પન્ન થતાં પાંદડા એફિડને વધુ આકર્ષે છે.
  • અગાઉના લીધેલ પાકના કચરાને દૂર કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો