કેળા

કેળાના ફળમા ડાઘા પાડતા ભમરા

Colaspis hypochlora

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • ફળની ચામડી અને કુમળા પાંદડા પર ટપકા અથવા ડાઘા જોઈ શકાય છે.
  • ડાઘા લંબગોળ આકારના હોય છે.
  • લાર્વા ના ખાવાથી મૂળને નુકસાન થાય છે.

માં પણ મળી શકે છે


કેળા

લક્ષણો

પુખ્ત ભમરો વિવિધ નીંદણ, તેમજ નાના ફેલાયેલા પાંદડા, દાંડી અને કેળાના ઝાડના મૂળને ખાય છે. તેઓ નાના ફળો ને પણ ખાય છે અને તેની ચામડી પર ડાઘા અને ટપકા બનાવે છે જે તેને વિકૃત કરે છે અને તેને વેચવાયોગ્ય ન હોય તેવું બનાવે છે. મોટાભાગના ડાઘ ફળોના નીચલા ભાગ પર થાય છે, તે હકીકતને બતાવે છે કે ભમરો ખોરાક માટે સૌથી વધુ છાંયડાવાળી જગ્યા પસંદ કરે છે (ઉદાહરણ તરીકે પુષ્પપત્ર હેઠળ). ડાઘા મોટાભાગે લંબગોળ આકારમાં હોય છે અને ફળમાં ડાઘકરતી માખી મેલિપોના એમેલ્થિયા સાથે વ્યગ્ર હોઈ શકે છે. તકવાદી રોગાણુઓ ના પેશીઓપર વસાહતીકરણ ને કારણે વધુ નુકસાન થાય છે. નાના જીવડા તાજા મૂળને ખાય છે, અને જુના મૂળમાં ટનલ બનાવી તેમના કોષને ખાય છે. સામાન્ય રીતે વરસાદની મોસમમાં આ જીવાતની ઘટના વધારે હોય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આજદિન સુધી આ જંતુ માટે કોઈ જૈવિક ઉપચાર ઉપલબ્ધ હોય એવુ લાગતું નથી. સારી રીતે નીંદણ ની પ્રક્રિયા તેનો ફેલાવો ટાળવા માટે એક શ્રેષ્ઠ પગલું છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. સામાન્ય રીતે રાસાયણિક નિયંત્રણની ભલામણ કરવામાં આવતી નથી,કારણકે ઉદાહરણ તરીકે યોગ્ય નીંદણ , જંતુનાશક દવાઓનો ઉપયોગ ટાળવા માટે વસ્તીના સ્તરને પૂરતા પ્રમાણમાં ઘટાડી શકે છે. જંતુની વસ્તિના આધારે ફેરબદલી કરી જંતુનાશક દવા છાંટવી. જો કે, જ્યાં સુધી ભમરો ગંભીર આર્થિક નુકસાન પહોંચાડે નહીં ત્યાં સુધી જંતુનાશક દવાઓનો ઉપયોગ ટાળવો જોઈએ.

તે શાના કારણે થયું?

કેળાના ફળમા ડાઘા પાડતા ભમરા, કોલાસ્પીસ હાયપોક્લોરાથી આ નુકસાન થાય છે. પુખ્ત ભમરા ને આગળની પાંખ નાના સમાંતર બિંદુઓની લાક્ષણિક લાંબી હરોળ વાળી કથ્થઈ હોય છે. તેઓ ખૂબ જ સારુ ઉડતા હોય છે. માદા એકલા અથવા વિવિધ સમૂહમાં ૫ થી ૪૫ જેટલા આછા પીળા ઈંડા મૂકે છે. પાંદડાના આવરણ ની ટોચની નજીક કાપવામાં આવેલ પોલાણ માં અથવા કુદરતી મૂળમાં કે જે મૂળની સપાટીને છતી કરે છે તેમાં ઇંડા મૂકવાનું કામ થાય છે.૭ થી ૧૦ દિવસ પછી, નવા જન્મેલા નાના કીડા યુવા મૂળિયાઓને ખાવાનું શરૂ કરે છે અથવા જુના મૂળને ખાવા માટે તેની નરમ બાહ્ય પેશીઓમાં ટનલ બનાવે છે. તેઓ એક સફેદ, પાતળુ અને રુવાંટીવાળું શરીર ધરાવે છે અને માથું થોડું ઘણું અંબર-રંગ નું હોય છે. પુપા ગંદા પીળા રંગના હોય છે, પુખ્ત બહાર આવવા માટે તૈયાર થાય છે ત્યારે ઘાટા થઈ જાય છે.


નિવારક પગલાં

  • વાવેતરમાં નીંદણ પર સંપૂર્ણ નિયંત્રણ રાખો કેમકે જંતુઓ તેમના પર ઝડપથી વધે છે.
  • ગટરની નહેર પાસે કેળાનાં ઝાડ રોપવાનું ટાળો.
  • જમીનના સ્તરની નીચેથી કૃત્રિમ ડાળીઓને દૂર કરો અને જ્યાં લાર્વા પુખ્ત થાય છે તે મૂળની ગાંઠને કાપી કાઢો.
  • વાવેતર માંથી નુકસાન થયેલા છોડના ભાગો ને દૂર કરો.
  • શિકારીઓ માટે ઈયળોને છતી કરવા માટે જમીનની સપાટી પર ખેડ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો