અન્ય

પારદર્શક સ્કેલ (ભીંગડા)

Aspidiotus destructor

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા, ડાળીઓ અને ફળ પરથી રસ ચૂસીને પોષણ મેળવે છે, જેથી પેશીઓમાં વિકૃતિ અને ક્લોરોસિસ થાય છે.
  • ફળ આખા પીળા કે છીકણી રંગના થઈને ખરી પડે છે.
  • આખા છોડનો વિકાસ રૂંધાય છે અથવા છોડ મૃત બની જાય છે.

માં પણ મળી શકે છે


અન્ય

લક્ષણો

જીવાતો પાંદડામાંથી છોડનો રસ ચૂસીને પોષણ મેળવે છે, જેથી તે ભાગમાં ક્લોરોસિસ થાય છે અને પેશીઓ વિકૃત બને છે. મુખ્યત્વે પાંદડાની નીચેની બાજુએ જીવાતો આક્રમણ કરે છે, પરંતુ ડાળીઓ, ફૂલો અને તાજા ફાળો પર પણ અસર દેખાય છે.ભારે ઉપદ્રવ થતા, આખા પાંદડા પીડાથી છીકણી રંગના બની શકે છે અને ખરી પડે છે. તેનો ઉપદ્રવ એકદમ ગીચ અને નાના એગ ફ્રાય (miniature fried eggs) જેવો દેખાવ ધરાવે છે, આ તેની લાક્ષણિકતા છે. અસરગ્રસ્ત ઝાડ પર તેજસ્વી પીળા રંગની વિકૃતિ ઘણે દૂરથી પણ જોઈ શકાય છે. ફળ પણ રંગવિહીન બની શકે છે અને અકાળે ખરી જાય છે. આખા છોડનો વિકાસ રૂંધાય છે અથવા ગંભીર કિસ્સા'ઓમાં છોડ મરી જાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

૧૫ અને ૧૦ મિનીટ માટે અનુક્રમે ૪૭ અને ૪૯°C ગરમ પાણી દ્વારા ઉપચાર કરવાથી ઝાડને સ્કેલમાંથી છુટકારો મળી શકે છે. કોપરામાં સ્કેલ સામે કુદરતી રક્ષકોમાં Rhyzobius lophanthae, Chilocorus nigritus, Telsimia nitida, Pseudoscymnus anomalus અને Cryptognatha nodiceps જેવી લેડીબર્ડ બીટલનો સમાવેશ થાય છે. Aphytis melinus, Aphytis lingnanensis અને Comperiella bifasciata જેવી પરોપજીવી માખીઓ પણ ઉપદ્રવને કાબૂમાં લાવવાં માટે મદદ કરી શકે છે. આ કુદરતી રક્ષકોની ગેરહાજરીમાં સ્કેલનો ઉપદ્રવ વધી શકે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલા સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ભીંગડા વળવાના ચરણમાં તેઓ જંતુનાશકથી વધુ સંવેદનશીલ હોય છે. જેમ તેઓ પોતાની આજુબાજુ મીણ જેવું સ્તર બનાવે છે, તેમ તેઓ ઉપચારથી આસાનીથી બચી જાય છે. Pyriproxyfen વડે ઉપચાર કરવાની ભલામણ કરવામાં આવે છે. ૧૫-૨૦ દિવસના અંતરાલમાં ઘણીવાર સ્પ્રે કરવાની જરૂર પડી શકે છે, જેથી ઊંચા પ્રમાણમાં થયેલ ઉપદ્રવને સંપૂર્ણ રીતે વ્યવસ્થાપિત કરી શકાય.

તે શાના કારણે થયું?

કોપરાની જીવાત Aspidiotus destructorના કારણે આ લક્ષણ જોવા મળે છે. કોપરા સિવાય, આ જીવાત ઘણા બધા ઉષ્ણકટિબંધીય અને આર્થિક રીતે મહત્ત્વ ધરાવતા પાકો જેમ કે કેરી, તાળ, પપૈયા, ficus, અવાકાડો અને સાઈટ્ર્સમાં જોવા મળે છે. અન્ય સ્કેલની જેમ આ પણ પાંદડાની નીચે છુપાયેલા હોય છે અને તેની નીચે વસાહતમાં રહે છે, જેની આસપાસ મીણ જેવું આવરણ હોય છે અને દેખાવમાં તે નાના એગ ફ્રાય (miniature fried eggs) જેવું લાગે છે. જ્યારે આ જીવાતો છોડ પરથી પોષણ મેળવે છે, ત્યારે છોડની પેશીઓ પર ઝેરી લાળ છોડે છે, જેના કારણે પાંદડામાં વિકૃતિ જોવા મળે છે. માદા પોતાના શરીરની આસપાસમાં ઈંડા મૂકે છે, અને જયારે ઉપદ્રવ વધારે હોય ત્યારે ઉપરની આખી સપાટી ઢંકાઈ જાય તેટલા ઈંડા મૂકે છે. યુવા માદાઓને પગ હોય છે , જેથી તેઓ મોટા અંતર સુધી (૧ મીટર સુધી) મુક્તપણે ફરી શકે છે. આ જીવાતો પવન, ઉડતા જીવો અને પક્ષીઓ તથા ખેડૂત દ્વારા પણ બીજે વહન પામી શકે છે. A. destructor નું જીવનચક્ર ૩૨-૩૪ દિવસ સુધી ચાલે છે.


નિવારક પગલાં

  • નાઈટ્રોજનથી સમૃદ્ધ ખાતરનો વધારે પડતો ઉપયોગ ના કરશો, કારણ કે સારા પોષણયુક્ત પાક પર આસાનીથી ચેપ લાગી શકે છે.
  • સમયાંતરે ઝાડને આજુબાજુથી કાપતા રહો, જેથી તેનો આકાર ઝાંખરા જેવો ના થઇ જાય.
  • ચેપગ્રસ્ત પાંદડા, ડાળીઓ અને ડીંટાને વીણી, તેનો નાશ કરી દેવાથી પણ નર્સરીમાં જીવાતની સંખ્યાના સ્તરમાં નિયંત્રણ જોવા મળે છે.
  • ખેતીમાં ખુબ સ્વચ્છતા જાળવો.
  • આજુબાજુના વિસ્તારોમાં ભીંડા કે Abutilon indicum (Thuttur benda) નો પાક ન હોય તેનું ધ્યાન રાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો