અન્ય

પૂર્વીય ફળ માખીઓ

Bactrocera dorsalis

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • પાકેલા કેળામાં, કાણાની આસપાસ ઈંડા મૂકેલ ભાગો નેક્રોટિક ફોલ્લીઓના સ્વરૂપમાં દેખાય છે.
  • લાર્વા ફળનો ગર ખાય છે, અને ધીમે ધીમે તેનું વિઘટન કરે છે.
  • તકવાદી રોગકારક જીવો સડેલ પેશીઓમાં વસાહત બનાવે છે.

માં પણ મળી શકે છે

16 પાક
સફરજન
જરદાળુ
કેળા
કારેલા
વધુ

અન્ય

લક્ષણો

પૂર્વીય ફળ માખી માત્ર પાકા કેળા પર જ હુમલો કરે છે. લણણી માટે જેને એક અઠવાડિયાનો સમય છે તેવા ફળ પર તે હુમલો કરતી નથી. લણણી કરેલા ફળને પણ તેમની વિવિધતાના આધારે આશરે ૧ થી ૪ દિવસ સુધી રાખી શકાય છે. પાકેલા ફળમાં, નુકસાનમાં સામાન્ય રીતે પેશીઓના ભંગાણ અને મેગ્ગોટ ઉપદ્રવ સાથે સંકળાયેલ આંતરિક સડાનો સમાવેશ થાય છે. ઈંડા મુક્યા બાદ પડેલ કાણાની આસપાસ પણ કેટલાક નેક્રોટિક ડાઘ હોઈ શકે છે. ફળ(અથવા અન્ય માધ્યમ) ને લીધે થયેલ યાંત્રિક નુકસાન ફળની ત્વચા પર કાણું પાડે છે, જેથી તેઓ ફળની અંદર પણ ઈંડા મૂકી શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

જાપાનમાં બેકટ્રોસેરા ફેરોમેન જાળી અને ડોરસાલિસના જંતુરહિત નરનો ઉપયોગ વાવેતરમાંથી માખીઓને નાબૂદ કરવા માટે કરવામાં આવ્યો છે. પ્રોટીન પ્રલોભન સાથે જૈવિક રીતે સ્વીકૃત જંતુનાશક (દા.ત. સ્પિનોસેડ) ના સ્પ્રેનો ઉપયોગ કરો. માખીઓની સંખ્યાનું અનુમાન મેળવવા ફેરોમોન જાળીઓ લગાવો. જો સતત 3 દિવસ સુધી દિવસમાં ૮ કરતા વધારે માખીઓ આવે અથવા પાકમાં ૧૦% રોઝેટ ફૂલો અથવા ૧૦% નુકસાન પામેલા લીલા બોલ્સ જોવા મળે છે, તો પછી તરત જ દર્શાવેલ રાસાયણિક ઉપાયને અનુસરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. જો ફેરોમોન જાળીમાં સતત ૩ દિવસ સુધી દરરોજ ૮ કરતા વધારે માખીઓ પકડાતી હોય અથવા જો પાકમાં ૧૦% રોઝેટ ફૂલો અથવા ૧૦% નુકસાન પામેલા લીલા બોલ્સ જોવા મળે છે, તો પછી નીચેના નિયંત્રણ પગલાં અનુસરો: યોગ્ય જંતુનાશક (દા.ત. મલાથિઓન) સાથે પ્રોટીન સંયોજન મિશ્રિત પ્રલોભનનો ઉપયોગ કરો. સૌથી વધુ પ્રમાણમાં હાઇડ્રોલાઇઝ્ડ રૂપે પ્રોટીનનો ઉપયોગ થાય છે, પરંતુ તેમાંના કેટલાક ખૂબ ફાયટોટોક્સિક છે. લાઇટ-એક્ટિવેટેડ ઝેન્થેન ડાય એક અસરકારક વિકલ્પ છે. બી ડોર્સાલિસના નર મિથાઈલ યુજેનોલ (૪-એલીલ-૧,૨-ડાયમેથોક્સાયબેન્ઝિન) તરફ (કેટલીકવાર ખૂબ મોટી સંખ્યામાં)આકર્ષાય છે .

તે શાના કારણે થયું?

બેકટ્રોસેરા ડોર્સાલીસ નામની પૂર્વીય ફળ માખીથી આ નુકસાન થાય છે. માખીનો રંગ અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ તેની છાતી પર કાળા નિશાનો સાથે મુખ્યત્વે પીળો અને ઘેરો બદામી રંગ જોવા મળે છે. ઉનાળાની પરિસ્થિતિમાં ઇંડાથી પુખ્ત બનવા માટે તેમને આશરે ૧૬ દિવસ લાગે છે, પરંતુ આ સમયગાળો ઠંડા હવામાનના કારણે લંબાઈ પણ શકે છે. માદાઓ તેમના જીવનકાળ દરમિયાન પાકેલા ફળોમાં ૧૨૦૦ થી ૧૫૦૦ ઇંડા મૂકે છે, જો ધ્યાન ન રાખવામાં આવે તો તે નોંધપાત્ર નુકસાન તરફ દોરી જાય છે. કેળાના માવામાંથી પોષણ મેળવ્યા પછી, પરિપક્વ લાર્વા ફળમાંથી બહાર આવે છે, જમીન પર પડે છે અને ઘાટા છીકણી રંગના બને છે. આ પછી પુખ્ત જીવને તેની જાતીય પરિપક્વતા સુધી પહોંચવા માટે લગભગ નવ દિવસ જરૂરી છે. કેળા સિવાય તે અવાકાડો, કેરી અને પપૈયા પર સૌથી વધુ હુમલો કરે છે. અન્ય યજમાનોમાં ઠળિયાવાળા ફળો, સાઇટ્રસ (ખાટા ફળો), કોફી, અંજીર, જામફળ, પેશન ફળ, નાસપતી, પર્સિમમન, અનાનસ અને ટમેટા શામેલ છે.


નિવારક પગલાં

  • જો તમારા વિસ્તારમાં ઉપલબ્ધ હોય તો સ્થિતિસ્થાપક જાતો પસંદ કરો.
  • વેચી ન શકાય તેવા અને ચેપગ્રસ્ત ફળોનો નાશ કરો.
  • લાર્વાને ખલેલ પહોંચાડવા માટે ફળના ઝાડની નીચેની જમીનને હલાવો.
  • મિથાઈલ યુજેનોલને નર પ્રલોભનરૂપે લઈ ફેરોમોન જાળીનો ઉપયોગ કરો.
  • ફળ પાકતા પહેલાં તેને અખબાર, કાગળની થેલી અથવા પોલિથીનમાં લપેટો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો