કેળા

દિવેલીયા જેવી વાળવાળી ઈયળ

Pericallia ricini

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • હરિતદ્રવ્ય વગર આછા કથ્થાઈ રંગની પાંદડાંની પેશીઓ તરીકે ખોતરવાથી થતું નુકસાન જાતે જ સ્પષ્ટ થાય છે.
  • ખોરાકથી થતું નુકશાન વળ્યાં વગરના પાંદડાં પર બારી જેવી ભાત બનાવે છે.
  • ભારે ચેપના કિસ્સામાં, ખાવાના કારણે થતાં નુકશાનથી પાનખર નિર્માણ થઇ શકે છે.

માં પણ મળી શકે છે

1 પાક

કેળા

લક્ષણો

લાર્વાના કારણે નુકસાન થાય છે. લાર્વા પાંદડાની પેશીઓમાંથી હરિતદ્રવ્ય પર નભે છે જેથી પ્રારંભિક લક્ષણો પાંદડાને ખોતરવાથી થતાં ઘાવ સ્વરૂપે દેખાય છે. સમય જતાં, ખાવાની પ્રક્રિયાથી પાંદડા પર બારી જેવી ભાત, દેખાય છે જે મોટા આછા કથ્થઈ, અર્ધપારદર્શક વિસ્તારો ધરાવેછે. ભારે ચેપના કિસ્સાઓમાં, ખાવાથી થતા નુકશાનને કારણે પાનખર માટે સર્જાઈ શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

લાર્વાના વિકાસના પ્રારંભિક તબક્કામાં ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે લીંબોળીનો અર્ક ઉપયોગમાં લઇ શકાય છે. તેથી, 5% લિબોળીના અર્કને 1 લિ પાણી સાથે મિશ્ર કરી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જો જંતુનાશકો જરૂરી હોય તો, કલોરપાયરીફોસ ધરાવતાં ઉત્પાદનોને પાંદડાં પર છંટકાવ માટે વાપરી શકાય છે. કૃપા કરીને ધ્યાનમાં રાખો કે બતાવેલ રસાયણો માનવના સ્વાસ્થ્ય તેમજ અન્ય સસ્તન પ્રાણીઓ, મધમાખી, માછલી અને પક્ષીઓ માટે ઝેરી છે.

તે શાના કારણે થયું?

દિવેલીયા જેવી વાળવાળી ઈયળ એક નિશાચર ફૂદાંની જાતિ છે. તેથી, ફૂદાં ફક્ત મોડી સાંજે અને રાત્રી દરમિયાન જ જોઈ શકાય છે. જાડા અને નાના પુખ્ત ફૂદાં ની આગળની પાંખો ઘેરા ટપકાં વાળી રાખોડી રંગની અને પાછળની પાંખો ગુલાબી રંગની હોય છે. લાર્વા કથ્થાઈ રંગના માથાવાળા, કાળા રંગના અને આખા શરીર પર લાંબા બદામી વાળ ધરાવે છે.


નિવારક પગલાં

  • જંતુના ચિહ્નો માટે તમારા છોડ અથવા ખેતરની તપાસ કરો.
  • ઉપદ્રવને વધતો અટકાવવા ખેતરમાંથી ઇંડાના સમૂહ, લાર્વા, ઉપદ્રવ પામેલ છોડ અથવા તેના ભાગો ને હાથથી વીણી લઈ તેનો નાશ કરવો.
  • પુખ્ત ઈયળને આકર્ષિત કરી તેનું નિરીક્ષણ કરવા અથવા તેને મારવા માટે પ્રકાશિત છટકાંનો ઉપયોગ કરવો.
  • સામૂહિકરીતે પકડવા માટે, યુવાન જંતુઓને આકર્ષિત કરવા માટે સળગતા દીવા નો ઉપયોગ કરવો.
  • ઉપદ્રવ પામેલ છોડને દૂર કરો અને સળગાવીને તેનો નાશ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો