કેળા

કેળાંમાં કાટ નિર્માણ કરતા અતિ સૂક્ષ્મ કીડા

Chaetanaphothrips signipennis

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • ફળો પર પાણી શોષાવાથી નિર્માણ થતાં ડાઘવાળા વિસ્તારો.
  • આ ટપકાં ઘેરા કથ્થાઈ કાટ જેવા, લાલ ખરબચડા, આખી સપાટીને આવરીને ફેરવાઇ જાય છે.
  • વધુ મોટા ફળોમાં તિરાડો અથવા અલગ પડે છે.
  • પુખ્ત કીડા પાતળા, કથ્થાઈ-પીળા રંગના, સાંકડી જાળીવાળી પાંખો વાળા અને 1.3 મીમી કદ ધરાવે છે.

માં પણ મળી શકે છે

1 પાક

કેળા

લક્ષણો

વૃદ્ધિના કોઇપણ તબક્કે ઉપદ્રવ થઈ શકે છે અને તે પાંદડાં, આભાસી થડ અને ફળો પર દેખાય છે. સામાન્ય રીતે વયસ્કો અને લાર્વા, પાંદડાંના આવરણના પાયા પાછળ સ્થાયી થાય છે. બાળ કીડાં સમૂહમાં રહે છે અને તેમના મોઢાના ભાગથી છોડના સત્વને ચૂસે છે. પ્રારંભિક લક્ષણો ફળો પર પાણી શોષાવાથી નિર્માણ થતાં ડાઘવાળા વિસ્તારો તરીકે દેખાય છે. સમય જતાં, આ વિસ્તારો ફળોને ખુબ લાલ કે ઘેરા કથ્થાઈ રંગની સપાટી સાથે કાટ જેવી લાક્ષણિકતા આપે છે. સામાન્ય રીતે, માત્ર છાલમાં જ નુકસાન દેખાય છે, પરંતુ જયારે ઉપદ્રવને વધુ હોય ત્યારે આખા ફળને નુકસાન થવાના સંકેતો દેખાઈ શકે છે. વધુ પરિપકવ ફળો પર, તિરાડો જોઈ શકાય છે. કયારેક ફળ વિભાજિત થઈને ખુલ્લું પડી જાય છે. જ્યારે વિકાસના શરૂઆતના તબક્કામાં ચેપ લાગે ત્યારે, ઘોણમાં ઉપદ્રવ સૌથી વધુ હાનિકારક હોય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

ચરીસોંપીડે પરિવારના પરોપજીવી કીડાની પ્રજાતિ અને લેડીબગ ફૂદાંની પ્રજાતિઓનો જંતુઓના નિયંત્રણ માટે ઉપયોગ કરી શકાય છે. કીડીની કેટલીક પ્રજાતિઓ પણ અસરકારક હોઈ શકે છે. તેઓ માટીમાં રહેલ સંતતિ પર હુમલો કરે છે. જો વાવેતરની સામગ્રી તંદુરસ્ત સ્ત્રોત માંથી મળી છે કે નહિ તેની ખાતરી ન હોય, તો ગરમ પાણીથી સારવાર ઉપદ્રવનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે.

રાસાયણિક નિયંત્રણ

હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જો જંતુનાશકોની જરૂરી પડે તો, સંતતિને મારવા જમીન પર, તેમજ પુખ્ત કીડાને મારવા છોડ અને ફળ પર લાગુ પાડવું. આ અભિગમ કદાચ ફરીથી ઉપદ્રવની શક્યતાને ટાળવા માટેનો એકમાત્ર ઉપાય છે.

તે શાના કારણે થયું?

લક્ષણો મુખ્યત્વે ચેતાનેફોથ્રિપ્સ સિગ્નિપેનિસ ના અતિ સૂક્ષ્મ કીડા દ્વારા પેદા થાય છે, પરંતુ તેમાં અન્ય પ્રજાતિઓ પણ સામેલ હોઈ શકે છે (હેલીઓનોથ્રિપ્સ કેડેલિફાઇલ્સ). મોટા ભાગે જંતુઓ ખેતીની ચેપગ્રસ્ત સાધન-સામગ્રી, અથવા મહદ અંશે સીધુ જ વૃક્ષો વચ્ચે ઉડતા જંતુઓ મારફતે ફેલાય છે. પુખ્ત કીડા પાતળા, કથ્થાઈ-પીળા રંગના, 1.3 મીમી કદ ધરાવતા અને આગળની પાંખો બે ઘેરા વિસ્તારો સાથે જાળી વાળી પાંખો ધરાવે છે. માદા પાંદડાની નીચલી સપાટી પર અને જ્યાં ફળો છોડને સ્પર્શતા હોય ત્યાં ખુબ નાના ઇંડા (નરી આંખ દેખાય નહિ તેવા) મૂકે છે. 7 દિવસ પછી, પાંખ વિનાના, સફેદ-ક્રીમ રંગના લાર્વા બહાર આવે છે. તેઓ લગભગ 7 દિવસની અંદર કદમાં પુખ્ત કીડા જેટલા વિકસે છે. પછી તેઓ જમીન પર, છોડના પાયા પાસે, માટીની અંદર દાખલ થઈને વધુ ખીલે છે. બીજા 7-10 દિવસ પછી, પુખ્ત સૂક્ષ્મ કીડાની નવી પેઢી બહાર આવે છે. એક વર્ષમાં અસંખ્ય પેઢીઓ થઇ શકે છે. ગરમ અને ભેજવાળા હવામાન દરમિયાન તેમની વસ્તી ટોચ પર હોય છે.


નિવારક પગલાં

  • પ્રમાણિત સ્રોતોમાંથી મેળવેલ તંદુરસ્ત વાવેતર સામગ્રીનો ઉપયોગ કરો.
  • સ્વૈચ્છિક વનસ્પતિઓ દૂર કરો અને ખેતરમાં મુખ્ય પાકની આસપાસ યજમાન છોડની ખેતી ટાળો.
  • જંતુ માટેની કોઇપણ નિશાની માટે તમારા છોડ અથવા ખેતરની નિયમિત તપાસ કરો.
  • છોડની રક્ષણ કરવા માટે વૃદ્ધિના શરૂઆતમાં તબક્કામાં ઘોણના આવરણનો ઉપયોગ કરો.
  • ઉપદ્રવ પામેલ છોડ દૂર કરો અને બાળીને તેનો નાશ કરો.
  • અટકેલ વિકાસ વાળા વાવેતરનો વિસ્તાર જંતુના ફેલાવા માટેના સ્ત્રોત તરીકે સેવા આપી શકે તેથી તેને દૂર કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો