ચોખા

ડેમરરા ફ્રોગહોપર

Deois flavopicta

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • પીળાશ પડતા અને પોષણ વગરના પાન.
  • સફેદ ફીણવાળુ પ્રવાહી - 'સ્પિટલ માસ'.
  • કુમળા છોડનું મૃત્યુ પામવું.

માં પણ મળી શકે છે

1 પાક

ચોખા

લક્ષણો

સ્પિટલ-સમૂહ (હવાના દબાળથી બહાર નીકળતુ ફીણવાળુ પ્રવાહી) છોડ પર નાના કીટાણુઓ દ્વારા ખોરાક ખાતા હોવાનો સૌથી સ્પષ્ટ પુરાવો છે. માદા કીટકો યજમાન છોડવાઓ નજીક જમીનમાં ઇંડા મૂકે છે. ઇંડાનુ સેવન થયા પછી નાના બચ્ચા છોડના મૂળ અને જમીનની સપાટીને અડકેલી ડાળીઓને ખાવા લાગે છે. બંન્ને બચ્ચાં અને પુખ્ત કીટકો છોડનો રસ ચૂસે છે અને છોડવાઓનો નાશ કરે છે. બચ્ચાં અને પુખ્ત કિટકોના ખાવાથી એટલે કે તેમના ચૂસવાથી અને રસને અંદર ફરતો બંધ કરતા ઝેર દાખલ કરીને છોડવાઓને નુકશાન પહોંચાડે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

રાતોરાત થતો તાપમાનમાં ઘટાડો અને ઇંડાઓનું વધારે સમય ઠંડા વાતાવરણમાં રહેવું ઇંડાના સેવન માટેનો સમય અસરકારક રીતે ઓછો કરી શકે છે. આ વહેલું સેવન આ જીવડાંની વસ્તી ઘટાડી શકે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાં બંન્નેનો હંમેશા સંકલિત અભિગમનો વિચાર કરો. ડિપોઇસ ફ્લેવોપિક્ટા દ્વારા હુમલાને રોકવા માટે પાકના બીજને વ્યવસ્થિત જંતુનાશકો સાથે સારવાર કરી શકાય છે.

તે શાના કારણે થયું?

ડેમેરારા ફ્રોગહોપર જે સ્પીટલબગ (ડેપોઇસ ફ્લેવોપ્ટા) તરીકે પણ ઓળખાય છે તે એક જંતુ છે જે ઘણા ચોખા અને મકાઈ જેવા પાકને નુકશાન કરે છે. માદાઓ, યજમાન છોડવાઓની બાજુમાં, જમીનમાં ઇંડા મૂકે છે. સેવન કર્યા પછી, બચ્ચા છોડના મૂળ અને જમીનની સપાટીને અડકેલી ડાળીઓને ખાવા લાગે છે. તેઓ "સ્પિટલ માસ" બનાવે છે, જે હવાના પરપોટા દ્વારા અને તેમના પોતાના સ્ત્રાવ દ્વારા બનતું એક સફેદ ફીણવાળુ પ્રવાહી છે. સ્પિટલ માસ એ નાના કીટકો દ્વારા તે જગ્યાએ છોડને ખાધો છે તેનો પુરાવો છે. ખેતરની અંદર અથવા આજુબાજુ સંવેદનશીલ ઘાસની હાજરી (બ્રૅશિયરીયા અથવા એક્સોનોપસની જાતિઓ) વસ્તીમાં વધારો કરી શકે છે. તેઓ આ છોડવાઓ તરફ આકર્ષિત થાય છે અને જીવનચક્ર ચલાવવા તેમનો વૈકલ્પિક યજમાન તરીકે ઉપયોગ કરે છે.


નિવારક પગલાં

  • સફેદ ફીણવાળા પ્રવાહી (સ્પીટલ માસ)ની હાજરી માટે ખેતરનું નિરીક્ષણ કરતા રહો.
  • ખેતરમાં અને તેની આસપાસ વૈકલ્પિક યજમાનોને નિયંત્રિત કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો