કેરી

ગોટલીમાં કાણું પાડનાર

Deanolis albizonalis

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • યુવાન ફળોમાં કાળા રંગનું પ્રવેશ માટેનું છિદ્રો.
  • ફળ ફાટે અને અકાળે ખરી શકે છે.
  • ફૂદાં રાખોડી રંગના હોય છે.

માં પણ મળી શકે છે

1 પાક

કેરી

લક્ષણો

વટાણા- અથવા લીંબુ જેટલા કદના લટકતાં ફળોના છેડાના ભાગ પર, ફરતે ગોળાકાર વિકૃત રંગવાળા પટ્ટા સાથે કાળા રંગના પ્રવેશ માટેના છિદ્રો દેખાય છે. જયારે ફળ મોટું હોય ત્યારે ચવાઈ ગયેલ ગર અને રસ પ્રવેશ છિદ્ર માંથી બહાર નીકળતું દેખાય છે. કીડાના વ્યાપક રીતે બોગદું બનાવવાના કારણે ઘણીવાર ફળો વિભાજિત થઇ શકે છે. ત્યાર બાદ લાર્વા અન્ય ફળો પર સ્થાનાંતર કરી શકે છે. લાર્વા લાલ અને સફેદ રિંગ્સથી આવરિત હોય છે અને ગળાનો ભાગ અને માથું કાળું હોય છે. જેમ જેમ તે મોટા થાય છે, તે લીલા-વાદળી રંગના બને છે. શરૂઆતમાં તે ફળના ગર પર નભે છે, અને પછી બીજ પર. ખાસ કરીને કુમળા ફળમાં તે અકાળે ખરી પાડવાનું કારણ બને છે. ભારે ઉપદ્રવ પામેલ ઝાડમાં તે સેંકડોની સંખ્યામાં મળી આવે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

તમે લીમડાના અર્ક (એઝાડિરેક્ટિન)નો ડી અલ્બીઝોનાલિસ સામે, જયારે આંબા પર મોર આવવાની શરૂઆત થાય ત્યારે, સાપ્તાહિક અંતરાલે 2 મહિના સુધી, ઉપયોગ કરી શકો છો. ગોટલીમાં કાણા પાડનાર ના કુદરતી દુશ્મનની વસ્તી જાળવવાનો પ્રયાસ કરવો દા.ત. રીચીયમ એટ્રિસીમમ ભમરી (લાર્વા પર નભે છે) અને ટ્રાયકોગ્રામા ચીલોનીસ અને ટ્રાયકોગ્રામા ચીલોટરે જે ગોટલીમાં કાણું પાડનાર કીડાના ઈંડા પર નભે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ગોટલીમાં કાણું પાડનાર કીડા સામે અસરકારક રીતે સારવાર માટે થીઈક્લોપ્રીડ ધરાવતા છંટકાવ કરી શકાય. અન્ય સક્રિય ઘટકો પર આધારિત જંતુનાશકો પણ અસરકારક હોઇ શકે છે.

તે શાના કારણે થયું?

પુખ્ત ફૂદાં ચોખ્ખો રાખોડી રંગ ધરાવે છે અને પાંખની મહત્તમ લંબાઈ આશરે 13 મીમી હોય છે. તેઓ લગભગ એક સપ્તાહ સુધી જીવી શકે છે અને ફળના છેડે પાયામાં જોડીમાં ઇંડા મૂકે છે. લાર્વા ફળમાં પ્રવેશ કરે છે અને તેના ગર અને બીજ પર નભે છે. છાલની નીચે 1-2 સે.મી. ઊંડા છિદ્રોમાં લાર્વા વિકાસ પામે(પુપેશન) છે, જે છાલને ચાવીને લાર્વાએ નાના રજકણો બનાવે છે જેનાથી તે દેખાતા નથી. 10-14 દિવસ પછી પુખ્ત સેવાય અને તે નિશાચર હોય છે. અસરગ્રસ્ત ફળોના વહન મારફતે જીવાતનો ફેલાવો થાય છે અને પુખ્ત ફૂદાં વિવિધ વાડીમાં ઉડીને પહોંચવા સક્ષમ હોય છે.


નિવારક પગલાં

  • સ્વચ્છ, માન્ય પુરવઠો પૂરો પાડનાર તરફથી પ્રમાણિત છોડની સામગ્રી જ પસંદ કરવી.
  • ખાસ કરીને ફળ આવવાના સમય દરમિયાન, કિટકો અને અસામાન્ય લક્ષણોની હાજરી માટે તમારી વાડીની વારંવાર તપાસ કરો.
  • લાગતાવળગતા વૃક્ષોના અસરગ્રસ્ત ફળો અને ઝાડની છાલનો નાશ કરો.
  • પવન અવરોધક ફૂદાંને અન્ય વાડીમાં આક્રમણ કરતાં અટકાવી શકે છે.
  • અન્ય ખેતર કે વિસ્તારોમાં ચેપગ્રસ્ત ફળોનું પરિવહન ન કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો