ચોખા

ચોખાના આવરણમાં કૃમિ

Parapoynx stagnalis

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા કાટખૂણે કપાયેલા હોય છે.
  • સીડી જેવુ માળખુ, નાના કીટકો લીલા હોય છે સાથે માથુ પીળુ હોય છે પુખ્ત કિટકો સફેદ ઉધઇ જેવા હોય છે.

માં પણ મળી શકે છે

1 પાક

ચોખા

લક્ષણો

નાના પી. સ્ટેગનાલિસ કીટકો પાંદડાઓ ઉપર રેખીય ચીરી નાંખે છે. ચોખાના પડનાં કૃમિ ચોખાના પાંદડાને ટોચ ઉપર કાટખૂણે કાપે છે અને લીફકેસીસ (પાંદડાનો ખોળ) બનાવે છે. કેસવોર્મ (કીડા)ના નુકશાનના લક્ષણો પાંદડાને કાટખૂણે કાપવુ જાણે કે કાતરથી ન કાપ્યા હોય અને લીફ કેસ (પાંદડાનો ખોળ) પાણીમાં તરતા હોય છે તેવી તેની લાક્ષણિકતા છે. નાના કિટકો પાંદડાના કોષોને ખાઇ જાય છે અને પાંદડાનુ ઉપરનુ પડ કાગળ જેવુ બનાવે છે જે પાંદડા ખવાયેલા છે તે પણ સીડી જેવા માળખાના સખત ફાઇબર જોવા દેખાય છે. નુકશાનના લક્ષણો બીજા કિટકોમાં નુકશાન સાથે ગુંચવાડો ઉભો કરે છે. કેસવોર્મ છે તેની ખાત્રી કરવા પહેલા સીડી જેવા પાંદડાના કોષો તપાસો. બીજુ કાપેલા પાંદડા તપાસો અને ત્રીજુ લીફ કેસીસની હાજરી જે પાંદડાના આવરણ સાથે જોડાયેલા હોય છે અને પાણીમાં તરતા હોય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

જૈવિક નિયમન કરનાર એજન્ટો જેવા કે ગોકળગાય (ઇંડા ખાઇ જાય છે), હાઇડ્રોફિલિડ અને ડાયેટિસિડ વોટર બીટલ્સ (નાના કીટકો ખાય છે), કરોળિયા, ડ્રેગોન માખીઓ અને પક્ષીઓ (પુખ્ત કીટાણુ ખાય છે). રાખ અથવા લીમડાના પાંદડાનો રસ જ્યાં કિટકો દેખાતા હોય ત્યાં લગાડો અથવા છાંટો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાં બંન્નેનો હંમેશા સંકલિત અભિગમનો વિચાર કરો. અધિકૃત કાર્બેમેટ જંતુનાશકોના પર્ણ સારવારનો ઉપયોગ કરો અને પાયરેથ્રોઇડ્સનો ઉપયોગ ટાળો કે જેનાથી કિટકો પ્રતિકારક્ષમતા ધરાવે છે.

તે શાના કારણે થયું?

કિટક મોટેભાગે ચોખાના ખેતરમાં જેમા સ્થિર પાણી હોય છે તેમા બન્નેમાં ભેજવાળી માટીમાં અને સિંચાઇના વાતાવરણમાં તે નિંદામણ ઉપર અને ઘાસવાળા ચોખા ઉપર નભે છે. જે ખેતરમાં અને આજુબાજુના નજીકના વિસ્તારમાં હોય છે. અને નવા ચોખાના પાકને જ્યારે પરિસ્થિતિ અનુકૂળ હોય છે ત્યારે ચેપ લગાડે છે.રોપાઓની ફેરબદલી પણ કિટકની વૃદ્ધિને અનુકૂળ છે. નબળી ખેતીની તૈયારી અને ઝીંકની અછતવાળી જમીન પાકને આ રોગને હવાલે કરશે. તેમ છતાં આ બધુ હોવા છતા કિટકો સામાન્ય રીતે ચોખાના ખેતરોમાં ઓછી વસ્તીમાં જોવા મળે છે.


નિવારક પગલાં

  • વહેલી રોપણી રોગના બનાવો ઘટાડે છે.
  • વાવેતર કરતી વખતે વધારે પહોળાઇ રાખો.
  • (30 × 20 સે.મી.) જૂના રોપાઓને બદલો અને બાકી રહેલા ઇંડાનો નાશ કરો.
  • ખેતરમાંથી પાણી કાઢી નાંખો અને જ્યારે 2-3 દિવસ પછી ફરીથી સિંચાઈ કરતી વખતે કીડા પકડવા માટે ફિલ્ટરનો ઉપયોગ કરો.
  • ભલામણ કરેલા ખાતરનો ઉપયોગ કરો અને વધારે પડતા ખાતરને ટાળો.
  • નિંદામણ અને ઘાસમાં રહેલા ચોખાનો ખેતરમાંથી આજુબાજુના નજીકના વિસ્તારમાથી દૂર કરો જેથી વૈકલ્પિક યજમાન દૂર થાય.
  • ખાત્રી કરો કે પૂરતુ પોટેશિયમનો ઉપયોગ થયો છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો