ચોખા

લીલા ડાંગર લીફહોપર્સ

Nephotettix spp.

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • ટંગ્રો રોગ માટેના વાહક.
  • પાંદડાની ટોચનું બેરંગીપણું.
  • ખેતરોની સંખ્યામાં ઘટાડો.
  • વૃદ્ધિ અટકી જવી.
  • કાળા ટપકા સાથે અથવા કાળા ટપકા વગર ફીક્કા લીલા પાંદડા.

માં પણ મળી શકે છે

1 પાક

ચોખા

લક્ષણો

ગ્રીન લીફહોપર્સ ચોખાના ખેતરોમાં સૌથી સામાન્ય છે અને વાયરલ રોગ ટુંગ્રોને પ્રસારિત કરે છે. વાયરસ પાંદડાની ટોચની વિકૃતિકરણ તરફ દોરી જાય છે, ખેતરોની સંખ્યા ઘટાડે છે, છોડની વૃદ્ધિ અટકાવે છે, સૌથી ખરાબ કિસ્સાઓમાં છોડ સુકાઈ જાય છે. નાઇટ્રોજનની ઉણપ અથવા આયર્નની ઝેરી અસરથી ટંગ્રો-સંક્રમિત પાકના લક્ષણોને જાણવા માટે, કીટકોની હાજરીની ચકાસણી કરો: પાંદડાની અંદર સફેદ અથવા પીળા ઇંડાની તપાસ કરો; કાળા નિશાનો વાળા કે કાળા નિશાનો વગરના પીળા અથવા નિસ્તેજ લીલા નાના કીટકો; લાક્ષણિક ત્રાંસી લીટીઓ સાથે કાળા નિશાનો વાળા કે કાળા નિશાનો વગરના પીળા અથવા નિસ્તેજ લીલા પુખ્ત કીટકો.

Recommendations

જૈવિક નિયંત્રણ

જૈવિક નિયંત્રણમાં નાની ભમરીઓ (ઇંડાઓ ખાઇ જાય છે), મિરીડ બગ, સ્ટ્રેપાઇપ્ટેરન્સ, પિપક્યુલિડ ફ્લાય્સ, અને નેમાટોડ્સ (બંને નાના જીવડા અને પુખ્ત થયેલા જીવ઼ડાં ખાઇ જાય છે), જળચર વેલ્ડીડ બગ્સ, નાબીડ બગ્સ, એમ્પ્લિડ ફ્લાય્સ, ડેમ્સલીઝ, ડ્રેગન ફ્લાય્સ અને કરોળિયા અથવા પેથોજેન્સ ફુગ શામેલ છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાં બંન્નેનો હંમેશા સંકલિત અભિગમનો વિચાર કરો. આ રોગ સામે બજારમાં ઘણાં જંતુનાશકો ઉપલબ્ધ છે. તમારા સ્થાનિક વેપારી સાથે હાલની પ્રવર્તમાન સ્થિતિમાં ખેતરમાં બંધ બેસતા સોલ્યુશનનો ઉપયોગ અને યોગ્યતા વિશે તપાસ કરો. બુપ્રોફેઝિન અથવા પાયમેટ્રોઝિનની વૈકલ્પિક સારવાર મદદરૂપ છે. ક્લોરપાયરીફોસ, લેમેડા સાયલોથ્રિન અથવા અન્ય કૃત્રિમ પાયરેથ્રોઇડ વાળા રસાયણો કે જેનાથી રોગના જંતુઓએ પ્રતિકારકતા ઉભી કરી છે તેનો ઉપયોગ ટાળો.

તે શાના કારણે થયું?

લીલા લીફહોપર્સ વરસાદી અને સિંચાઈવાળા ભેજવાળા વાતાવરણમાં સામાન્ય છે. ઉંચાઇવાળી જમીનના ચોખાના પાકમાં તે પ્રચલિત નથી. નાના જીવડાં અને પુખ્ત થયેલા જીવડાં બંને પાંદડાની વચ્ચેના અને પાંદડાની ટોચના ભાગને બદલે તેના પાછળના ભાગને ખાઇ જાય છે. તેઓ નાઇટ્રોજનની વધારે માત્રા હોય તેવા ખેતરના ચોખાના પાકને પસંદ કરે છે. સામાન્ય રીતે તે વધારે હાનિકર્તા નથી, સિવાય કે આરટીવી પ્રસારિત કરતા હોય ત્યારે.


નિવારક પગલાં

  • જંતુ પ્રતિરોધક અને ટુંગ્રો પ્રતિરોધક જાતોનો ઉપયોગ કરો (ઉદા: CR-1009).
  • દર વર્ષે ચોખાના પાકની સંખ્યા બે સુધી ઘટાડો.
  • ખેતરોમાં પાકની વાવણીને સમન્વયિત કરો.
  • આપેલા સમયગાળામાં વાવેતરની શરૂઆત જલ્દીથી કરો, ખાસ કરીને સૂકી ઋતુમાં.
  • સૂકી મોસમ દરમિયાન ચોખા સિવાયના પાક સાથે પાકનું ફેરબદલ કરો.
  • સંખ્યા દર્શાવવા અથવા ઘટાડવા માટે લાઇટ ટ્રેપનો ઉપયોગ થઇ શકે.
  • ભલામણ મુજબ નાઇટ્રોજનનો ઉપયોગ કરવો.
  • વૈકલ્પિક યજમાનો ઘટાડવા માટે ખેતરમાં અને ખેતરના માર્જિન (શેઢા) પર નીંદણને નિયંત્રિત કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો