ચોખા

કથ્થાઈ રંગ નો તીતીઘોડો

Nilaparvata lugens

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • છોડ પરના પર્ણદંડ ઉપર નાના કદના તીતીઘોડા.
  • શરૂઆતમાં કેસરી અથવા પીળા રંગના અને બાદમાં કથ્થાઈ રંગના અને સુકાયેલા પાંદડા.
  • છોડ કરમાય છે અને પીળા રંગનો બને છે.

માં પણ મળી શકે છે

1 પાક

ચોખા

લક્ષણો

બાળ અને પરિપક્વ બંને જંતુ છોડના પાયામાં આશ્રય લે છે અને થડ તથા પાંદડાઓમાં રહેલ સત્વને ચૂસે છે. છોડ કરમાય અને પીળા રંગનો બને છે. જો તેની વસ્તી વધુ હોય તો તેના કારણે શરૂઆતમાં પાંદડા કેસરી કે પીળા રંગના બને છે, અને પછી કથ્થાઈ રંગના બને છે અને સુકાઈ જાય છે(જંતુથી બળી જવું), અને છેવટે સમગ્ર છોડ સુકાય છે અને નાશ પામે છે. શરૂઆતમાં ખેતરમાં નાના પટ્ટામાં આ લક્ષણો જોવા મળે છે પરંતુ તીતીઘોડાનો ફેલાવો થતાં તેનો ઝડપથી વિકાસ થાય છે. માદા થડ અને પાંદડાની મુખ્ય શીરા પર ઈંડા મૂકે છે, જેના કારણે વધારાનું નુકસાન થાય છે. મધ જેવા ટપકાના નિર્માણ થવાના કારણે મેસ જેવા આવરણનો પણ વિકાસ થાય છે. છોડ ઉપર ડૂંડા નાના, થોડા પ્રમાણમાં પાકેલા દાણા અને દાણાનું વજન ઓછું હોય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

જયારે જંતુઓની વસ્તી ઓછી હોય ત્યારે જૈવિક સારવાર કરી શકાય છે. પાણીના કરોળિયા, મીરિડ ફૂદાં, કરોળિયા, અને ઇંડાનો શિકાર કરતી વિવિધ ભમરી અને માખીઓનો કથ્થાઈ તીતીઘોડાનાં નૈસર્ગીક દુશ્મન તરીકે સમાવેશ થાય છે. એક દિવસ માટે ક્યારીમાં રોપાની ફક્ત ટોચ દેખાય તેટલું પાણી આપીને ક્યારીમાં રહેલ જંતુની તપાસ કરી શકાય છે(ડૂબાડવું). વૈકલ્પિક રીતે, નાના ક્યારામાં જંતુને પકડવા માટે તેની પર જાળ રાખી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. જો વધુ સંખ્યામાં જંતુઓ જોવા મળે, અથવા તો કુદરતી દુશ્મનો કરતાં તીતીઘોડાની સંખ્યા વધુ હોય તો જ જંતુનાશકોની ભલામણ કરવામાં આવે છે. જંતુ સામે વાપરી શકાય તેવા જંતુનાશકોમાં બ્યુપ્રોફેઝીન, પાયમીટ્રોઝીન, ઈટોફેનપરોક્ષ, અથવા વૈકલ્પિક સંયોજનોનો સમાવેશ થાય છે. પ્રતિકારનો વિકાસ થાય અને જંતુના ફરીથી વિકાસની તરફેણ કરે તેવા કવીનેલફોસ, કલોરપાયરીફોસ અથવા લામડા-સાયહેલોથ્રિન અથવા અન્ય કૃત્રિમ પાયરીથ્રોઇડ નો વપરાશ કરવો નહિ.

તે શાના કારણે થયું?

નીલપર્વતા લ્યુગેન્સ કથ્થાઈ રંગના તીતીઘોડાનાં કારણે નુકશાન થાય છે. વરસાદી અને સિંચાઈવાળી ભીની જમીન વાળા પર્યાવરણમાં, ખેતરમાં સતત ડૂબેલા રહેતા વિસ્તારવાળી પરિસ્થિતિમાં, ખુબ જ છાંયો અને ભેજ ધરાવતા વિસ્તારોમાં આ સમસ્યા હોઈ શકે છે. ચોખાના છોડની ટોચ જોડાયેલી હોવી, ગીચતા પૂર્વક વાવણી કરાયેલ પાક, નાઇટ્રોજનયુક્ત ખાતરનો વધારે પડતો ઉપયોગ, અને ઋતુની શરૂઆતમાં જ છોડના પાંદડાની ટોચ માં જંતુનાશકનો છંટકાવ (એટલે ​​કે જે કુદરતી દુશ્મનોનો નાશ કરે છે) પણ જંતુના વિકાસની તરફેણ કરે છે. સામાન્ય રીતે ભીનીઋતુ કરતાં સુકી ઋતુમાં કથ્થાઈ રંગના તીતીઘોડાનો વિકાસ વધુ હોય છે. છોડને થોડોવાળીને, હળવેથી તેના આધાર પાસે ઠપકારીને, તીતીઘોડા પાણીની સપાટી પર પડે છે કે નહિ તે જોઈને તેનું નિરીક્ષણ કરી શકાય છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો, સ્થાનિક રીતે મળતી પ્રતિકાર જાતોનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે.
  • ફેલાવો થતો અટકાવવા માટે, સમાન ખેતરમાં સમાન સમયે વાવણી કરવી.
  • ખરીફ ઋતુમાં પૂર્વ-પશ્ચિમ અને રવિ ઋતુમાં ઉત્તર-દક્ષિણ, દર 2 મીટર ના અંતરે 20 સેન્ટીમીટર ના પાળા ની રચના કરવી.
  • થડ અને પાણીની સપાટી ઉપર જંતુઓની હાજરી માટે ક્યારી અથવા ખેતરનું દરરોજ નિરીક્ષણ કરો.
  • જંતુને પકડવા માટે નાના ક્યારે માટે જાળ નો ઉપયોગ કરો.
  • ખેતર અને તેની આસપાસના વિસ્તારમાંથી નિયમિતપણે નીંદણ દૂર કરો.
  • વધુ પડતું નાઇટ્રોજનયુક્ત ખાતર આપશો નહીં.
  • પાણીના વાસણની ઉપર તથા તેજસ્વી રંગની દિવાલની નજીક વિદ્યુત બલ્બ અથવા કેરોસીનના દીવા જેવા પ્રકાશિત છટકા નો ઉપયોગ કરો(5/એકર).
  • તે ઉપરાંત પીળા રંગના ચોંટી જાય તેવા 20 છટકાં ગોઠવો.
  • લાભદાયક જંતુઓને અનુકૂળતા મળી રહે તે માટે વ્યાપકપણે અસર કરતાં જંતુઉપયોગ કરવો નહીં.
  • જંતુને ખેતરમાંથી દૂર કરવા માટે ખેતરને એકાંતરે ભીનું-સૂકું રાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો