મગફળી

કૌંચની ઈયળ

Anticarsia gemmatalis

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • ખોરાકને કારણે પર્ણસમૂહ અને આખા પાંદડા પર નુકસાન.
  • ખોરાકને કારણે કળીઓ, કઠોળની નાની શીંગો અને દાંડી પર નુકસાન.

માં પણ મળી શકે છે

5 પાક

મગફળી

લક્ષણો

કૌંચની ફુદા ની ઈયળો તેમના યજમાનો ના પાંદડા પર હુમલો કરે છે. શરૂઆતમાં, યુવાન લાર્વા નરમ પેશી પર નભે છે. જુના ઇનસ્ટાર્સ નસો સહિત સમગ્ર પાંદડા પર નભે છે. પાછળના તબકકા માં, લાર્વા કળીઓ ,કઠોળની નાની શીંગો અને દાંડી પર નભે છે. તેઓ મોટે ભાગે રાત્રિ દરમિયાન સક્રિય હોય છે. તે ખૂબ જ વધારે પ્રમાણમાં થાય છે અને જો તેમને નિયંત્રિત કરવામાં ના આવે તો એક અઠવાડિયામાં કઠોળ અથવા અન્ય ફળી પાક ના ખેતરનો વિનાશ કરી શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

કૌંચના ફૂદાંનો સામનો કરવા કુદરતી દુશ્મનોનો ઉપયોગ કરો, ઉદાહરણ તરીકે ઘણી શિકારી ભમરીની પ્રજાતિ જેવી કે યુપલેકટ્રસપુટ્ટલેરી અને મેતેઓર્સ ઓટોગ્રાફ. બીજા કેટલાક જોવા મળેલ શિકારી જમીનના ફૂદાં, વાઘ ફૂદાં, લાલ કીડી અથવા ટેકિનિડ માખી વિનથેમિયા ઋફોપીકતા છે. પક્ષીઓ, દેડકા અને ઉંદર, ખિસકોલી જેવા પૃષ્ઠવંશી શિકારી પણ કૌંચના ફૂદાંની વસતી ઘટાડે છે. અથવા જીવાણુઓને નીમો જે કૌંચની ઈયળની વસ્તીને ઓછી કરે, ઉદાહરણ તરીકે બેક્ટેરિયા બેસીલસ થુરીનજેનેસીસ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જંતુનાશક સાથે પ્રતિબંધક સારવાર જંતુને નિયંત્રિત કરવામાં સૌથી આશાસ્પદ પરિણામો આપે છે.

તે શાના કારણે થયું?

કૌંચની ફુદા ની ઈયળો તેમના યજમાનો ના પાંદડા પર હુમલો કરે છે. શરૂઆતમાં, યુવાન લાર્વા નરમ પેશી પર નભે છે. જુના ઇનસ્ટાર્સ નસો સહિત સમગ્ર પાંદડા પર નભે છે. પાછળના તબકકા માં, લાર્વા કળીઓ ,કઠોળની નાની શીંગો અને દાંડી પર નભે છે. તેઓ મોટે ભાગે રાત્રિ દરમિયાન સક્રિય હોય છે. તે ખૂબ જ વધારે પ્રમાણમાં થાય છે અને જો તેમને નિયંત્રિત કરવામાં ના આવે તો એક અઠવાડિયામાં કઠોળ અથવા અન્ય ફળી પાક ના ખેતરનો વિનાશ કરી શકે છે. ટ્રિગર એન્ટીકરસિયા ગેમેટેલિસ ના પુખ્ત ફૂદાંના પાંખની મહત્તમ લંબાઈ 30 થી 40 એમએમ છે. આગળની પાંખોનો રંગ રાખોડી, આછા પીળાશ-કથ્થાઈ કે ઘેરા રાતા બદામી જેવો અલગ અલગ હોય છે. પાછળની પાંખો આછા કથ્થાઈ રંગની અને સાથે કિનારી પર આછા રંગના ટપકાંની પંક્તિ હોય છે. જ્યારે પાંખો સંપૂર્ણપણે વિસ્તૃત કરવામાં આવે ત્યારે વિકર્ણની રીતે ઘેરા રંગની રેખા પાંખોના બંને સમૂહો તરફ લંબાયેલ દેખાય છે. ફૂદું ઇંડામાંથી બહાર નીકળ્યા પહેલાં સુધી, ઇંડા સહેજ, અંડાકાર પાંસળીદાર અને સફેદ હોય છે, અને તે વખતે તે ગુલાબી રંગમાં ફેરવાય છે. તે પાંદડાની નીચેની બાજુ પર એકલા હોય છે. ત્રણ સાત દિવસ પછી ઇંડા માંથી લાર્વા બહાર આવે છે અને તે ઇંડાના કોચલા પર નભે છે. કૌંચના ફુદાંના લાર્વા તેમના ઇનસ્ટાર્સ તબક્કામાં રંગ અને નિશાનો માં અત્યંત જુદા હોય છે. યુવાન કીડા ક્યારેક સોયાબીનના લુપર (સ્યુડોપ્લુસિયા ઇંક્લૂડેન્સ) તરીકે ખોટી રીતે ઓળખ પામે છે. પ્રિ-પુપલ તબક્કામાં લાર્વા 25 મિમી ની લંબાઈ સુધી સંકોચાઈ છે અને મહોગની બદામી રંગમાં ફેરવાય છે. પુપે આછા લીલા માંથી બદામી રંગમાં ફેરવાય છે અને આશરે 20 મીમી લંબાઈ ધરાવે છે. તે સીધા માટીની સપાટી નીચે આવેલ હોય છે. ઉનાળા દરમિયાન લગભગ ચાર અઠવાડિયામાં જીવનચક્ર પૂર્ણ થાય છે. જ્યારે તાપમાનમાં ઘટાડો થાય છે ત્યારે જીવન ચક્ર લંબાઈ જાય છે. જુદા જુદા પ્રદેશોમાં દર વર્ષે પેઢીઓની સંખ્યા બદલાય છે.


નિવારક પગલાં

  • સ્થિતિસ્થાપક જાતો નું વાવેતર કરો.
  • વહેલા પાકતી પાક ની જાતો પસંદ કરો.
  • વહેલી લણણી કરવા માટે વહેલુ વાવેતર કરો.
  • તમારા છોડને કાળજીપૂર્વક ચકાસો અને જ્યારે તીવ્ર સંખ્યા થઈ જાય ત્યારે રોગ વ્યવસ્થાપન પગલાં અમલમાં મુકો.
  • ફેરોમોન ટ્રેપ્સ નો ઉપયોગ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો